________________
આ સમયે તાજેતરમાં ઓપરેશન કરાવેલું હોવાથી મને આ બધા કાર્યમાં રસ નહોતો. મારી ઇચ્છા | સૌ પ્રથમ પાલીતાણાની જાત્રા અને શિખરજીની જાત્રા કરવાની હતી. આથી હું પ્રથમ શત્રુંજયની યાત્રાએT ગયો અને ત્યાંથી આવ્યા બાદ સમેતશિખરજીની યાત્રાનો વિચાર કર્યો.
આ અરસામાં પંડિત પ્રભુદાસભાઈ કલકત્તા રહેતા હતા અને ત્યાં બાબુ અને કનૈયાલાલને ભણાવતા Tહતા. તેમની સાથેના છોકરાઓ પણ ત્યાં નોકરી કરતા હતા. આ પ્રભુદાસભાઈ ગુજરાતમાં આવે અને] 1શાસનના કેટલાક પ્રશ્ન જે સીદાતા છે તે ઉપાડે તે બુદ્ધિથી શ્રીયુત ગોરધનભાઈ, વડોદરાવાળા સુંદરભાઈI
અને બીજા તે માટે પ્રયત્ન કરતા હતા. તેઓએ મને કહ્યું, પંડિતજી તમે કલકત્તા ચાલો. પ્રભુદાસભાઈને ! સમજાવી ગુજરાતમાં લાવીએ. તેના ખર્ચ વિગેરેની વ્યવસ્થા અમે ઉપાડી લઇશું. આમેય મારે શિખરજી જવું ; હતું. મારાં પત્નીની પણ શિખરજીની યાત્રાની ખૂબ ભાવના હતી. તેથી મેં તેમની વાત સ્વીકારી. સારા jદિવસે હું, મારાં પત્ની તથા મોટી દીકરી ચંદ્રા તથા સુંદરભાઈ વિગેરેની સાથે અમે પ્રથમ કલકત્તા ગયા. ત્યાં | પ્રભુદાસભાઈને મળ્યા. બાબુ સાહેબ અને કનૈયાલાલને પણ મળ્યા. તેમને ખૂબ ખૂબ સમજાવી કલકત્તાથી! છૂટા કરી પ્રભુદાસભાઈ ગુજરાતમાં આવે તો શાસનનાં ઘણાં કામ થાય તે સમજાવ્યું. ઘણી હાનાકાની બાદ! આમાં અમને સફળતા મળી. કલકત્તામાં અમે ત્રણ ચાર દિવસ રહ્યા. ત્યારબાદ હું, મારા પત્ની તથા ચંદ્રા!
અને સુંદરલાલે રાજગૃહી, ક્ષત્રિયકુંડ, વાણારસી. સમેતશિખર, જોધપુર, જેસલમેર વિગેરે તીર્થોની યાત્રા jકરી. ૧૫-૨૦ દિવસ બાદ અમદાવાદ આવ્યા. ! અમદાવાદમાં શ્રાવક સંમેલન માટે જે ભૂમિકા તૈયાર કરી હતી તે મને શ્રીયુત છોટાભાઈએ વંચાવી.!
આ ભૂમિકા મને યોગ્ય ન લાગી. કેમકે તેમાં જે કાંઈ ઠરાવ કે નિર્ણયો કરવાના હતા તેમાં સાધુ સમાજના મુખ્ય આગેવાનોની સંમતિ લેવાની જરૂરી હતી તે સંમતિ લીધી ન હતી. આથી મેં છોટાભાઈને કહ્યું કે શ્રાવક સંમેલન માટે ગમે તેટલો ઉત્સાહ હોય પણ સાધુ સંઘના આગેવાનોની સંમતિ ન હોવાથી આમાં ખાસ કંઈj |પરિણામ આવશે નહિ. છોટાભાઈએ મને કહ્યું, તમે આ વાત કસ્તુરભાઈને કરો. મેં કહ્યું ભલે, તમે સાથે | આવો. હું વાત કરવા તૈયાર છું. હું, છોટાભાઈ અને કેશુભાઈ શેઠ અને શેઠ એમ ચારે જણા મળ્યા. શેઠને! મેં કહ્યું, સંઘના મુખ્ય આચાર્યની સંમતિ મેળવો તો આ શ્રાવક સંમેલન સફળ થશે. નહિતર કાંઈ પરિણામ નહિ આવે. શેઠે કહ્યું, કઈ રીતે મેળવવી? મેં જવાબ આપ્યો : આપ કાગળ લખી મુખ્ય મુખ્ય આચાર્ય પાસે તેમના ભક્તને મોકલો. સંમતિ મળી રહેશે. આપને પોતાને જવાની જરૂર નથી. શેઠે કહ્યું, સારું, વિચારીશું.' | થોડા દિવસ બાદ શેઠે મને બોલાવ્યો, અને કહ્યું, મારા મોટા ભાઈ માંદા છે. હું બધે જઈ શકું તેમાં નથી. કાગળથી બધે સંમતિ સધાય તેમ લાગતું નથી. ખાસ કરીને પ્રેમસૂરિ મહારાજની સંમતિ મેળવવામાં ! આચાર્ય વિજયરામચન્દ્રસૂરિ આડા આવે તેમ લાગે છે. અને તે સંમતિ ન મળતાં અત્યારે ચાલેલી તડામાર શ્રાવક સંમેલનની તૈયારીમાં વિક્ષેપ પડશે. પરિણામે સંમતિ નહિ આવે અને શ્રાવક સંમેલન ડહોળાશે. માટે : હિમણાં સંમતિ મેળવવા બાબતમાં કાંઈ કરવું નહિ એમ મને ઠીક લાગે છે. ! આ પછી શ્રાવક સંમેલન ભરાયું. ખૂબ ખૂબ ઉત્સાહ વધ્યો. સારાં સારાં ભાષણો થયાં. સર્વાનુમતે ! ઠરાવો થયા. શેઠને સહુએ અભિનંદ્યા. સંમેલન બાદ શેઠે મને કહ્યું, મફતલાલ તમે જે ભય રાખતા હતા તે ભય નકામો ઠર્યો. લોકોમાં ખૂબ ઉત્સાહ દેખાયો. મેં કહ્યું, ગમે તેટલો ઉત્સાહ હોય પણ મને પરિણામ jશૂન્ય લાગે છે. “મામાનું ઘર કેટલે ? ઠરાવનો અમલ થાય ત્યારે ખબર પડશે. કારણકે આપણે ત્યાં સાધુi ================================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
[૪૮]
૮
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—