________________
|શ્રી હીરાચંદ રતનચંદની પેઢીમાં અમદાવાદમાં અને ત્યારબાદ મુંબઈ શ્રી વાડીલાલ દોલતરામને ત્યાં તથા | |શ્રીરામ મીલમાં મેં મારી લાગવગથી નોકરીએ વળગાડ્યા હતા. અને આ બધાને ત્યાં તેમણે પ્રમાણિકપણે નોકરી કરી હતી. કોઈને ત્યાંથી તેમની ફરિયાદ આવી નહોતી. તેમણે તેમની નોકરી દરમ્યાન બંધા શેઠિયાઓનો સારો પ્રેમ સંપાદન કર્યો હતો. આ ત્રણે શેઠિયાઓનો મારી સાથે ખૂબ જ અંગત સંબંધ છેક સુધી રહ્યો હતો. તેમણે તેમની નોકરીની બચતમાંથી તેમને એક જ પુત્રી હતી તેનાં સારી રીતે લગ્ન કર્યાં હતાં. તેમજ મુંબઈમાં માલિકીનો ફલેટ વસાવ્યો હતો. અર્થાત્ મારે તેમના તરફથી કોઈ ચિંતા રહી ન હતી.
સાંસારિક જીવનમાં મારે ત્રણ પુત્રો, ત્રણ પુત્રીઓ છે. મોટા પુત્ર કીર્તિલાલનાં સંવત ૨૦૧૧માં લગ્ન થયાં. વચેટ પુત્ર ભરતકુમારના વિક્રમ સંવત ૨૦૧૩માં લગ્ન થયાં.
।
ન
કીર્તિલાલને લગ્ન પછી અમારા કુટુંબના ઈશ્વરલાલ વાડીલાલના ભાગમાં બેજવાડા મોકલ્યા. તેઓ ત્યાં તેમની પત્ની સાથે બારેક મહિના રહ્યા. આ પેઢી શરૂઆતની હતી અને શરૂઆતમાં જમાવવા માટે વધુ | |પડતો ખર્ચ થવાથી પહેલાં વર્ષમાં ખાસ નફો ન મળ્યો. થોડું નુકસાન આવ્યું. પણ મેં તેમની સાથે ભાગીદારીમાં ! રહેતી વખતે ચોખવટ કરી હતી કે નુકસાનમાં અમારો ભાગ નહિ. પછીનાં વર્ષોમાં નફો થાય તો તે નુકસાની એડજસ્ટ કરી લેવી. પણ જ્યારે અમે છૂટા થઈએ ત્યારે અમારે કોઈ નુકસાની આપવાની નહિ. આ ચોખવટના પરિણામે એક વર્ષ બાદ કીર્તિલાલને મારે પ્રેસના કામ અંગે બોલાવી લેવા પડ્યા ત્યારે ફુંકાંઈપણ નફો કે નુકસાન લીધા વગર બોલાવવા પડ્યા.
બેજવાડાથી આવ્યા બાદ કીર્તિલાલે પ્રેસનો ધંધો સંભાળી લીધો. પણ હું પહેલાં કહી ગયો તેમ વિક્રમ સંવત ૨૦૧૮ સુધી તેમાં કોઈ બરકત ન હતી.
બેજવાડાથી કીર્તિલાલ આવ્યા પછી તુરત જ સારંગપુર પિત્તળિયા પોળ જુદા રહ્યા. અને પ્રેસમાંથી ખર્ચ માટે જે જરૂર થાય તે ઉપાડ કરતા. આગળ જતાં નયન પ્રિન્ટિંગ પ્રેસમાં તેમનો ભાગ કર્યો અને એમ. |બાબુલાલ પ્રેસમાં વર્ષે ૮૦૦૦ પગાર નાંખ્યો. આ બન્ને પ્રેસો મારી સાથે રહી આ જ સુધી તેઓ સતત | ચલાવતા રહ્યા છે. અને બન્ને પ્રેસની ઇજ્જત વધારતા રહ્યા છે.
આ પ્રેસના કારોબાર દરમ્યાન તેમને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ થઈ. તેઓનાં લગ્ન આદિ વ્યાવહારિક પ્રસંગ તથા કરિયાવર પ્રેસમાંથી રકમ ઉપાડી કરવામાં આવ્યો છે. તેમાં તેમના નામે કેટલા રૂપિયા જમા છે તેનો કશો વિચાર કર્યો નથી. અને તેમનો વ્યવહાર આજ સુધી સાથે રહી ચલાવ્યો છે. આમ Iતેમના એક પુત્ર અને ત્રણ પુત્રીઓનાં લગ્ન તથા વીતરાગ સોસાયટીમાં ફલેટ, વીમાના પ્રીમિયમો આ બધું | પ્રેસના કારોબાર દરમ્યાન કરવામાં આવ્યું છે. અને તેમણે પ્રેસનો કારોબાર મારી સાથે રહી પ્રામાણિકપણે ચલાવ્યો છે.
વિક્રમ સંવત ૨૦૧૩માં ભરતકુમારના લગ્ન પછી થોડોક વખત કીર્તિકુમાર બેજવાડા હતા તે દરમ્યાન તે પ્રેસમાં જોડાયા હતા. પણ લગ્ન બાદ તેમના સસરાની ઓથથી જુદા રહ્યા અને પ્રેસમાંથી પણ |જુદા થયા. શરૂઆતમાં સ્વતંત્ર નોકરી અને ત્યારબાદ તેમના સસરાની ઓથથી અનાજ બજારમાં દલાલીના ધંધામાં જોડાયા. અને તે ધંધો આજ સુધી સ્વતંત્ર રીતે ચલાવે છે. શરૂઆતમાં તેમણે તેમની કમાણીથી સારંગપુર તળિયાની પોળમાં મકાન ખરીદ્યું, અને ત્યારબાદ દીપાવલીમાં ટેનામેન્ટ ખરીદ્યું. અને તે વેચી હાલ વાસણામાં ફલેટ ખરીદ્યો અને તેમાં તે રહે છે. આ તળિયાની પોળની ખરીદીમાં અને દીપાવલીના ટેનામેન્ટની
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૫૨]