________________
શેઠ ચીમનભાઈ લાલભાઈ
શ્રીયુત શેઠ ચીમનભાઈ હીરાચંદ રતનચંદની પેઢીના મુખ્ય સંચાલક હતા. અમદાવાદની તે વખતની pi કાપડની પેઢીઓમાં તેમનું સ્થાન પ્રથમ હતું. તેમની અમદાવાદમાં પાંચ-છ પેઢીઓ ચાલતી. અમદાવાદના Jપ્રતિષ્ઠિત પુરુષોમાં તેમની ગણના હતી. તેમના નાના ભાઈએ દીક્ષા લીધી હતી. જે પાછળથી યશોદેવસૂરિના, Iનામે પ્રસિદ્ધ હતા.
- ચીમનભાઈને પુત્ર નહોતો. બે પુત્રીઓ હતી. યશોદેવસૂરિનું સંસારી નામ જેશીંગભાઈ હતું. તેમને jત્રણ પુત્રો હતા. જેશીંગભાઈની દીક્ષા લીધા બાદ તમામ પેઢીઓનો વહીવટ ચીમનભાઈ સંભાળતા. ચીમનભાઈj
નેમિસૂરિ મ.ના અનન્ય ભક્ત હતા. અને ધાર્મિક અનુષ્ઠાનમાં તેઓ દરેક અનુષ્ઠાન ડહેલાના ઉપાશ્રયે કરતા.1 તેમનો પરિચય બ્લેક આઉટ વખતથી રાત્રિની પાઠશાળાથી થયો અને વધ્યો. આ પાઠશાળાનો રાત્રિનો વર્ગ | બંધ થયા બાદ તેમને ત્યાં હું બે કલાક ભણાવવા જતો. તેમાં સવારે દસથી અગિયાર અને રાત્રે આઠ વાગ્યા! ; પછી જતો. તેઓ ખૂબ નિયમિત હતા. ગમે તેટલો વ્યવસાય હોય છતાં તે સમેટીને મારા ભણાવવાના વખતે તેઓ ભણવા બેસી જતા. હું સામાયિકમાં જ ભણાવતો. તેમની સ્મરણશક્તિ સારી હતી. તેઓ આગલા [દિવસે ભણેલું પછીનાં દિવસે રિપીટ કરી જતા. તેમની નિયમિતતાનો એક પ્રસંગ કહું.
| મારો ભણાવવાનો સમય દસ વાગ્યાનો હતો. હું તેમની પેઢીએ ગયો ત્યારે ઘાંચીની પોળવાળા! ; મોહનભાઈ અને બુધાભાઈ વિગેરે બેઠેલા હતા. તેમણે મને આવેલો જોઈ કહ્યું, “પંડિતજી ! આજે શેઠ
કામમાં છે. કાલે આવવાનું રાખજો.” ચીમનભાઈ શેઠ તરત બોલ્યા. “પંડિતજીને ધક્કો ખવડાવવાનો નથી.' | તમારે કામ હોય તો કાલે આવજો. આમ ભણવાનું બંધ રાખીએ તો છેવટે આળસ થાય. માટે આ કામ|
પહેલું, પછી બધું.” . તેઓ ખૂબ અનુષ્ઠાનપ્રિય હતા. પ્રતિક્રમણ કે પૌષધ કરે ત્યારે બધી ક્રિયાઓ ઊભા રહી કરતા. બહુ jજ મિતભાષી અને દીર્ધદષ્ટિવાળા પુરુષ હતા. લાખોનો વેપાર અને ઘણી પેઢીઓ ચલાવતા હોવા છતાં ખૂબ
સ્વસ્થ રીતે દરેક પ્રશ્નને તેઓ ઉકેલતા. તેમનો પરિચય ભણાવવાના કારણે મારે ખૂબ સારો થયો. પણj Iભગુભાઈ શેઠના જેટલો ગાઢ નહિ. કેમકે તેઓ ખૂબ કાર્યરત હતાં, અને જરૂર પૂરતી વાત સિવાય બીજી વાતમાં પડતા ન હતા.
તિથિ-ચર્ચાની વાતો ચાલતી હતી તે અરસામાં તેમણે પાલિતાણામાં ચોમાસું કર્યું હતું અને ત્યારબાદ jનવ્વાણુંયાત્રા કરી હતી. પાલિતાણામાં તેઓ વંડામાં ઊતર્યા હતા અને ત્યાં રસોડું રાખ્યું હતું. પાલિતાણાની નિવ્વાણું યાત્રા દરમ્યાન કોઈ દિવસ તે ઘોડાગાડીમાં બેઠા ન હતા. પગે ચાલતા તળેટીએ જતા અને ઉપરી ! પણ દાદાની યાત્રા કરતા. નવ્વાણું યાત્રા દમ્યાન નેમિસૂરિ મ. રોહિશાળા પધાર્યા, ત્યારે તેઓ પગે ચાલતા! | રોહિશાળા ગયા હતા. પાલિતાણાની નવ્વાણું યાત્રા દરમ્યાન તેઓ તમામ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ ધર્માનુષ્ઠાનમાં
રોકાયેલા હતા. તેમની સાથે એ વખતે આ નવ્વાણુંની યાત્રામાં ઘાંચીની પોળના બુધાભાઈ વિગેરે હતા. હું jતે વખતે પાલિતાણામાં સાગરજી મ. પાસે તિથિચર્ચાના કામ અંગે રોકાયેલો હતો. ત્યારે તેમના આમંત્રણથી તેમનાં રસોડે જમતો હતો. તેમનું રસોડું સાધુ-સાધ્વીઓ માટે અલંગ હતું. કોઈ પણ સાધુ-સાધ્વીને દવા==================== ==== ======= જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
I [૧૯૫]