________________
આ બે પ્રસંગો તેમના કોઈ પણ વહીવટમાં કોઈપણ માણસ ઘાલમેલ કરે તો તેની સામે શેઠ સન્ની પગલા લેવાના સ્વભાવના હતા તેવું જણાવે છે. આ સ્વભાવને લઈને શેઠનાં તમામ વહીવટો સ્વચ્છ રહેતા.1
કસ્તુરભાઈ શેઠના ત્યાં કે તેમના વહીવટમાં કામ કરનાર ગમે તેવો હોશિયાર હોય પણ જો તે jપેઢીના માલિકો સાથે તોછડું વર્તન રાખે કે મારા વગર પેઢી ન જ ચાલે તેવું માને તો શેઠ ગમે તેટલું નુકસાન Jથાય તે સહન કરીને પણ તેવા માણસને રજા આપતા અચકાતા નહિ.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં શ્રીયુત ઠાકર મેનેજર હતા. તે વખતે ડેપ્યુટી મેનેજર ઠાકરની નાજુક તબિયતના લીધે પેઢીનો તમામ વહીવટ સંભાળતા હતા. આ ભાઈને જરા અભિમાન આવ્યું, અને jકેશુભાઈ શેઠ જે પેઢીનું કામકાજ સંભાળતા હતા, તે કાંઈ પણ કહે તે ગણકારતા નહિ. કેશુભાઈ શેઠે આj Iભાઈને મહત્ત્વના કામ અંગે જૂનાગઢ જવાનું કહ્યું. તેમણે, મારી તબિયત બરાબર નથી, એમ બહાનું કાઢી! Jકેશુભાઈને ના પાડી. આવું બે-ચાર વખત બન્યા પછી કેશુભાઈ શેઠ અકળાયા. તેમણે કસ્તુરભાઈ શેઠને વાત! ' કરી. કસ્તુરભાઈ શેઠે આ ડેપ્યુટી મેનેજરને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે “તમારી તબિયત બરાબર, રહેતી નથી, તેથી પેઢીનાં કામમાં મહત્ત્વનું કામ હોય તો પણ જઈ શકતા નથી. તબિયત સાચવો. આજથી તમને પેઢીમાંથી છૂટા કરવામાં આવે છે”. પેઢીમાં માણસ મોકલી તેમનો પગાર હક્ક વગેરે તે જ વખતેj ચૂકવી દીધું. ડેપ્યુટી મેનેજરે કહ્યું, “હું ચાર્જ તમે કહો તે માણસને સોંપું”. શેઠે કહ્યું, “તમારે પેઢીમાં જવાની
જરૂર નથી. માણસો એ બધુ સંભાળી લેશે.” | ટૂંકમાં કોઈ પણ માણસ પોતાની જાતને મહત્ત્વની માની માલિકોને દબડાવે અગર તેમને અવગણે jતો શેઠ ગમે તેટલું નુકસાન થાય તો પણ તેને છૂટો કરતા.
(૪) ઝવેરીવાડમાં આયંબિલ શાળાની જોડે એક જ્ઞાનમંદિર છે. આ જ્ઞાનમંદિર આચાર્ય દેવસૂરિએ! બનાવેલ છે. અને તેનો વહીવટ એક ટ્રસ્ટ બનાવી પોતાને અનુકૂળ ટ્રસ્ટીઓ રાખી કરતા હતા. દેવસૂરિના કાળધર્મ પછી તેમના શિષ્ય અને તેમના શિષ્યોને અનુકુળ એવા સાધુઓ રહેતા હતા. આ સાધુઓ ચારિત્રથી | શિથિલ હતા. તેમનું વર્તન સાધુઓને અનુરૂપ ન હતું. પણ તેમને કોઈ કહી શકતું ન હતું. કારણ કે તે જ્ઞાનમંદિર તેમની માલિકીનું હતું. સંઘ સાથે સંબંધ ન હતો. તે જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓમાં શેઠની જ્ઞાતિનાં એકી
વૃદ્ધ ટ્રસ્ટી હતા. તેમણે આ સાધુઓને બે-ત્રણ વખત ચેતવણી આપી હતી, પણ તે ગણકારતા ન હતા. ટ્રસ્ટી) - શેઠ પાસે ગયા. શેઠને કહ્યું કે “ઝવેરીવાડમાં જૈનોની વસ્તી છે. આ વસ્તીમાં આ સાધુઓ સાધુઓને ન છાજે,
તેવી રીતે રહે છે. મારું માનતા નથી. આપ કાંઈક કરો.” શેઠે કહ્યું, “મારાથી કાંઈ ન થઈ શકે. આનો | વહીવટ તમે મને એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપો તો વિચારી શકાય.” તેમણે લખીને
જ્ઞાનમંદિરનો વહીવટ પેઢીને આપ્યો. 1 પેઢીને વહીવટ આપ્યા બાદ શેઠે તે વખતના પેઢીના મેનેજર નાગરદાસને કહ્યું કે “એક ગુરખા! ' ચોકિયાતને જ્ઞાનમંદિરને દરવાજે બેસાડો. તેણે કાંઈ કરવાનું નથી. માત્ર બેસી રહેવાનું છે”. શેઠના હુકમથી;
=============================== ૧૭૬]
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - -
I
|
-
-
-
-
-
-