________________
પેઢીના ઠરાવની વિરુદ્ધની સહીઓ કરવાનું જે કામ મને સોંપાયું હતું તેમાથી હું છૂટો થાઉં છું. આપ જેની| પાસે ઠીક લાગે તેની પાસે કામ કરજો અને કરાવજો. હું આમાં પડવા માગતો નથી”. આ પછી બાપાલાલ! ચુનીલાલ મારી પાસે આવ્યા. મને ઘણું સમજાવ્યો. પણ મેં હરગીઝ આ કામ કરવાની ના પાડી. j. આ પછી તેમણે રમણલાલ દલસુખભાઈ વિગેરે દ્વારા આ કામ કરવાનો પ્રયત્ન કર્યો. પણ તે બધાએ Iકહ્યું કે આ કામ અમારું નથી. કેમકે એકતિથિ પક્ષવાળા અમને સહી કરી આપે નહિ. આમ, આ પેઢીનાાં lઠરાવ વિરુદ્ધ કામ કરવાનું અટક્યું, તે પછી થયું જ નહિ.
ઉપરનું જે કાંઈ બન્યું હતું તે બધી વાત મેં કસ્તુરભાઈ શેઠને કરી અને કહ્યું કે પાલિતાણામાં થયેલ jમુસદ્દાની હવે ચિંતા કરવાની નથી. ! આ રીતે હરિજન-પ્રવેશ બંધી અંગે જે હિલચાલ થઈ તેમાં જે બાબતમાં હું સક્રિય હતો તે વાત! સંક્ષિપ્તમાં જણાવી છે.
૧૩૦]
====================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા