________________
of Recous-eye
વિભાગ - ૬
ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ પૂરા થતાં હતાં. તે પહેલાં બે વર્ષ અગાઉથી ૨૫૦૦ વર્ષનો ઉત્સવ શાનદાર રીતે ઊજવવો. તેનો પ્રચાર જૈન સંઘમાં અને ભારતના | રાજયકર્તાઓમાં સારા પ્રમાણમાં ચાલ્યો હતો.
“ભારતમાં અહિંસાનું જે કોઈ વાતાવરણ છે તે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના ઉપદેશ અનેT . સિદ્ધાંતને આભારી છે. શ્ર.ભ. મહાવીર અને બુદ્ધ ભગવાન આ બંનેનો ભારતની સંસ્કૃતિમાં મહાન ફાળો છે,” તેમ ભારતના રાજપુરુષો માનતા હતા. આને લઈ ૨૫૦૦ વર્ષનો નિર્વાણ મહોત્સવ ભારતના ખૂણેખૂણે; ખૂબ જોરદાર રીતે ઊજવાય તે માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને પ્રાંતિક સરકારો ઉદ્યત હતી. તે તે સરકારોએ પોતાના બજેટમાં આના ખર્ચની વ્યવસ્થા પણ કરી હતી. | દિગમ્બર અને શ્વેતાંબર જૈનો પણ આ ૨૫૦૦ વર્ષનો ઉત્સવ ખૂબ સારી રીતે ઊજવાય તે માટે તુ તેમણે પોતપોતાનાં ફિરકાઓનાં ગામ અને શહેરોમાં સારી તૈયારી કરવા માંડી હતી. આ અંગે જે કાંઈ jખર્ચ કરવો પડે તે ખર્ચ તે-તે ફિરકાઓના સંયો અને સંપ્રદાયો કરવા તૈયાર હતા. આ અંગે નાના-મોટા |
અનેક ગ્રંથો પ્રકાશિત થતા હતા અને ભ. મહાવીર પરમાત્માના ઉપદેશને અનુરૂપ સંસ્થાઓ વિગેરેનો પ્રારંભ થયો હતો.
જ આ બધુ ચાલતું હતું તે વખતે એક નાનો વર્ગ અને તે પણ ખાસ કરીને પ્રભુદાસ બેચરદાસ પંડિતના વિચારોને અનુસરતો વર્ગ આના વિરોધમાં હતો. પ્રભુદાસભાઈ એમ માનતા હતા કે મહાવીર પરમાત્માના | ૨૫00 વર્ષની ઉજવણી પાછળ સરકારનો જે ટેકો છે તેમાં અંગ્રેજોની ભેદી ચાલ છે. તે માનતા હતા કે, |મહાવીર ભગવાન અને બુદ્ધ ભગવાનની આવી ઊજવણી પછી ઈસુની ઉજવણી સમગ્ર દુનિયાના ધોરણે મોટા! Jવ્યાપક રૂપે કરવી એના પગથાર રૂપે આ ઉજવણીને સરકારનો ટેકો છે. કેમકે ભગવાન મહાવીરની ઊજવણી. - આ રીતે કરી હોય તો ઇસુની ઉજવણી સમગ્ર દુનિયાના ધોરણે કરી શકાય. આ વિચારને માનનારા અને
================================ ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ
-
-
-
-
-
-
-
-
-
-
-
|