________________
(૯)
હું કલકત્તા ગયો. આ અરસામાં મારે બાપાલાલ ચુનીલાલ ઝવેરી સાથે સારો સંબધ હતો. તે રામચંદ્રસૂરિ મ.નાં અનન્ય ભક્ત હતા. તેમને મેં કલકત્તા આવવા જણાવ્યું. તે અમદાવાદથી કલકત્તા
આવ્યા. હું નાગપુરથી કલકત્તા ગયો. તે વખતે પંડિત પ્રભુદાસભાઈ કલકત્તામાં રહેતા હતા. હું તેમને ત્યાં iઊતર્યો હતો. રામચંદ્રસૂરિ મ. ૯૬ કૅનિંગ સ્ટ્રીટના ઉપાશ્રયે બિરાજતા હતા. શરૂઆતમાં પાલિતાણામાં જો
બન્યું, તે બધી વાતથી મેં તેમને વાકેફ કર્યા. આ પછી શ્રીકાંત, હું અને તેઓ એકાંતમાં મળ્યા અને તેમાં! ! એમ નક્કી થયું કે અમારા એક તિથિ પક્ષના સાધુઓની સહી, હરિજન પ્રવેશ અંગે પેઢીએ જે ઠરાવ કર્યો : છે તેની વિરુદ્ધમાં લેવી. અને પૂ.આ. રામચંદ્રસૂરિ મ. તેમના બે તિથિપક્ષના સાધુઓની સહી મેળવે. |
કલકત્તામાં હું ૩-૪ દિવસ રહ્યો, તે દરમ્યાન મહારાજનો ખૂબ સંપર્ક સધાયો. તેમના ભક્તોએ પણ | મારી સારી આગતા સ્વાગતા કરી.
આ પ્રસંગે એક વાત આ પ્રસંગની અપ્રસ્તુત છે છતા જણાવું કે રામચંદ્રસૂરિજી મ. મને કહ્યું, : “મફતલાલ ! સાગરજી મ. કાળધર્મ પામ્યા, તેમની છેલ્લી અવસ્થામાં પણ મારા પ્રત્યેનો તેમનો દુર્ભાવ i શમ્યો ન હતો”. તેમણે આ વાત કરતા કહ્યું, “હું સુરતમાં મોહનલાલજી મ.ના ઉપાશ્રયે હતો. સાગરજીનું
મ. ગોપીપુરા લીમડાના ઉપાશ્રયે હતા. તેમની તબિયત વધુ ખરાબ થઈ એટલે હું સાધુઓને લઈ લીમડાના Tઉપાશ્રયે ગયો. તે વખતે જયસાગરજીએ મને આસન આપ્યું. સાગરજી મ. મારી સામેથી મોઢું ફેરવી બીજી . | બાજુ વાળ્યું. હું બેઠો ત્યાં સુધી કશું કોઈ બોલ્યું નહિ. હું ચાલ્યો આવ્યો. આવું બે વાર બન્યું. એટલે કહું કે તેમના છેલ્લા સમયે પણ દુર્ભાવ તેમનો શમ્યો ન હતો”.
મેં જવાબ આપ્યો : “આ વાત મેં સાંભળી છે. મારું આપને કહેવું છે કે આપ ગયા ત્યારે મન્થણ વંદામિ કે મિચ્છામિ દુક્કડમ દીધું હતું?” તેમણે કહ્યું, ના. તો પછી જો મન્થણ વંદામિ કે મિચ્છામિ દુક્કડમ, દિવાની આપની તૈયારી ન હતી તો શાથી ગયા હતા? આનો તો એ અર્થ થાય કે એમનું ધ્યાન બગાડવા! એ જ ગયા હતા. મ. ચૂપ રહ્યા. આ વાત પ્રાસંગિક કહી.
કલકત્તા છોડ્યું ત્યારે રામચંદ્રસૂરિ મ. સાથે એવો નિર્ણય કરીને છોડ્યું કે અમારા પક્ષના સાધુઓની Jપેઢીના ઠરાવ વિરુદ્ધની મારે સહીઓ લેવી. તેમણે તેમના બે તિથિ પક્ષનાં સાધુઓની સહીઓ મેળવવી. આ| Iબંને ભેગી કરી કસ્તુરભાઈને આપવી. હું કલકત્તાથી નીકળી સુરત આવ્યો. સુરતમાં તે વખતે ભક્તિસૂરિ. | મ. બિરાજતા હતા. તેમની અને કેટલાક બીજાની સહીઓ લીધી. પછી હું અમદાવાદ આવ્યો.
(૧૦) અમદાવાદ આવ્યા પછી પેઢીના ઠરાવ વિરુદ્ધ સહીઓ લેવાની પ્રવૃત્તિ અંગે મારો રામચંદ્રસૂરિ મ.] સાથે પત્રવ્યવહાર શરૂ થયો. મારા પત્રમાં હું જે વિગત લખતો તેની નીચે મારી સહી કરતો. સ્થળ અનેT તારીખ લખતો. જયારે રામચંદ્રસૂરિજી મ. તરફથી તેનો ઉત્તર આવતો ત્યારે તેમાં તારીખ, સ્થળ કે તેમની! 'સહી આવતી ન હતી. આવો પત્રવ્યવહાર બે-ત્રણ વાર ચાલ્યા બાદ મને આ પત્રવ્યવહાર લંબા : ન લાગ્યો. અને મેં તેમને (રામચંદ્રસૂરિ મ.ને) જણાવ્યું કે “તમને મારા પર વિશ્વાસ નથી. જેને લઈ તમે, 1 તારીખ, સ્થળ અને સહી લખતા નથી. અને જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં કામ કરવું વાજબી નથી. આથી
================================ હરિજન પ્રકરણ
-
–
( [૧૬
—
—
—