SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 1કરીને કસ્તુરભાઈ શેઠનાં બહેન ડાહીબહેને શેઠને કહ્યુ હતું કે તમે આ પ્રવૃત્તિમાં પડ્યા છો તે વાજબી નથી. I કોઈ સાધુનો દેહોત્સર્ગ થશે તો વાતાવરણ ખરાબ થશે અને આજ સુધી તમે કરેલ શાસન સેવા ગૌણ બની | I જશે. મુસ્લિમોની જેમ ધર્મઝનૂન જૈનોમાં પણ પ્રસરશે. અને સારા ખોટાનો વિચાર નહિ આવે. શેઠ પણ આ બધાથી ચિંતિત હતાં. પારણાં થતાં તે નિશ્ચિત બન્યા. (૭) પાલિતાણાથી અમે અમદાવાદ આવ્યા. પેઢીના પ્રતિનિધિઓ શેઠને મળ્યા. તેમને વસવસો હતો કે કરેલું સમાધાન શેઠને નહિ ગમશે, અને આપણને ઠપકો મળશે. પણ શેઠે કહ્યું, ‘“જે કર્યું તે સારું કર્યું”. હું। |પણ પછી શેઠને મળ્યો. શેઠે મને કહ્યું, ‘‘સમાધાન કર્યું તે સારું કર્યું. અમે જે કાંઈ ઠરાવ કર્યો તે શાસનનું -હિત રાખીને કર્યો છે. છતાં બધાને ગમે તે કરવામાં અમને વાંધો નથી”. આ જ અરસામાં કલકત્તાથી પૂ. આ વિજય રામચંદ્રસૂરિ મ.નો શેઠ ઉપર તાર આવ્યો. તેમાં જણાવ્યું હતું કે પાલિતાણામાં ઉપવાસ પર ઉતરેલા સાધુઓની તબિયત નાજુક છે, અને તેઓને કાંઈ થશે તો તેના જવાબદાર તમે છો. જૈન સંઘ તમારી પાસે જવાબ માગશે. શેઠે જવાબ આપ્યો “MADE PARANA” પારણાં થઈ ગયાં છે. ચિંતા કરશો નહિ.” રામચંદ્રસૂરિ મ.એ તાર કર્યો ત્યારે પાલિતાણામાં પારણાં થયાં છે તેની ખબર ન હતી. તેથી તેમણે તાર કરેલો. તેમના ખાસ ભક્ત શ્રીકાંત મને મળ્યા. તેમણે મને કહ્યું, “પંડિત મફતલાલ ! તમે પારણાં કરાવવામાં ઉતાવળ કરી. બે ત્રણ દિવસ વધુ ખેંચ્યું હોત તો ઠીક થાત.” મેં કહ્યું, “આ ઉપવાસ કરનારા |અમારા પક્ષના સાધુ હતા. તમે ઉપવાસ કરો. અમે પારણાં કરાવવા માટે મહેનત નહિ કરીએ. અમારા સાધુ | |ઉપવાસ કરે અને કૂદાકૂદ તમે કરો તે કેમ પાલવે ?” તે મૌન રહ્યા. (c). પૂ. ધર્મસાગરજી મ. નાગપુર હતા, તેમણે પહેલાં મને આ પતાવવા કાગળ લખ્યો હતો. પણ પતાવ્યા પછી રામચંદ્રસૂરિજી મ. તરફથી તેમને કાંઈ જણાવવામાં આવેલું. તેથી તેમણે મને લખ્યું કે ‘થોડું ખેંચાયું હોત તો ઠીક થાત. ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાતાવરણ કેવું જામ્યું હતું, તેની મને ખબર ન હતી. એટલે મેં તમને જણાવેલું કે પતાવો. પણ મને બીજાઓ તરફથી એવા સમાચાર મળ્યા છે કે આ પતાવવામાં Iઉતાવળ થઈ છે. થોડો વિલંબ કર્યો હોત તો કસ્તુરભાઈ શેઠમાં જે અહમ હતો તે હેઠો પડત. તમે એક વાર નાગપુર આવો. આપણે મળીએ અને હવે જે સમાધાન થયું છે તેનાં સંબધમાં વિચાર કરીએ”. હું નાગપુર ગયો. મહારાજને મળ્યો. નાગપુરમાં ધર્મસાગરજી મ. સાથે રામચંદ્રસૂરિજીને પત્ર વ્યવહાર થયેલો તેથી તે એ મતના હતા કે બધા સાધુઓ તરફથી હરિજન પ્રવેશ અંગે પેઢીએ જે ઠરાવ કર્યો છે તેના વિરુદ્ધ એક મુસદ્દો તૈયાર કરી પેઢીને મોકલવો. અને તેમાં બધા સાધુઓની સંમતિ લેવી. આ કામ મારે આપણા પક્ષ તરફથી |કરવાનું અને રામચંદ્રસૂરિજીએ તેમના પક્ષ તરફથી કરવાનું. તે માટે મને લકત્તા જવાનું જણાવ્યું. કારણ | |કે તે વખતે રામચંદ્રસૂરિજી મ. કલકત્તામાં બિરાજતા હતા. ૧૨૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy