________________
પોતપોતાનાં પંચાંગમાં જણાવ્યું. આમ એક તિથિ પક્ષની સંવત્સરી આગળના દિવસે થાય અને બે તિથિપક્ષની Iબીજા દિવસે સંવત્સરી થાય. આ સંવત્સરી એક દિવસે થાય તે માટે ખૂબ હિલચાલ ચાલી. બે તિથિ પક્ષી તરફથી એવો પ્રપોઝલ આવ્યો કે “એકતિથિ પક્ષની જે દિવસે સંવત્સરી છે તે દિવસે સકલ સંઘમાં એક | સંવત્સરી કરવી હોય તો જન્મભૂમિ પંચાંગ સ્વીકારી લઈએ તો એક દિવસે સકળ સંઘની સંવત્સરી થાય.” સકળ સંઘની એક સંવત્સરી કરવા માટે કસ્તુરભાઈ શેઠે આગેવાની લીધી અને બધા સમુદાયોના આચાર્યોને jજન્મભૂમિ પંચાંગ સ્વીકારવાનું જણાવ્યું. તે મુજબ બધા આચાર્યો તરફથી સંમતિ મેળવી. અને વિક્રમ સંવત | l૨૦૧૪માં જન્મભૂમિ પંચાંગ સ્વીકારવાથી એક દિવસે સંવત્સરી થઈ. વર્ષો સુધી સ્વીકારેલ ચંડાશુગંડૂ પંચાંગનો ! ત્યાર પછી ત્યાગ થયો.
જો કે જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું પણ મતભેદ તો ન જ ટળ્યો. કેમ કે તેમાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ : |આવે ત્યારે એકતિથિ પક્ષ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતો. અને પર્વનંતર પર્વની | lષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વ-પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતો. અને રામચંદ્રસૂરિનો પક્ષ જન્મભૂમિમાં આવતી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિને યથાતથ્ય રાખતો. ક્ષય વખતે ચોથ+ પાંચમ, સાતમ + આઠમ એમ લખતો ! અને વૃદ્ધિ વખતે પાંચ પાંચ લખી બીજી તિથિને આરાધ્ય જણાવતો આમ પંચાંગ બદલ્યું, પણ મતભેદ તો ! તેનો તે જ રહ્યો.
જન્મભૂમિએ પણ એના પંચાંગમાં બન્ને પક્ષની માન્યતા શું છે તે જણાવતા બે કોઠા આપવા માંડ્યા, I જે આજ સુધી છપાય છે.
(૧૮) i વિક્રમ સંવત ૨૦૧૪ની સંવત્સરી પછી કસ્તુરભાઈ શેઠે બન્નેને એક કરવા તેમના પાનકોર નાકાના 1 બિંગલે બધા આગેવાનોની મિટિંગ બોલાવી. તેમાં હું પણ હતો. શેઠે ખૂબ દર્દભરી રીતે વાત કરી. પણT 'રામચંદ્રસૂરિ પક્ષના ભક્તો તરફથી સહકાર નહિ મળતાં તે વાત પડતી મૂકાઈ.
આમ વિ. સં. ૨૦૧૪માં એક દિવસે સંવત્સરી જન્મભૂમિ પંચાંગનો આશરો લેવાથી થઈ, પણ jમતભેદ ટળ્યો નહિ. ! આ ભાંજગડ ચાલતી હતી ત્યારે પ્રેમસૂરિ મ. કાળુશીની પોળે બિરાજતા હતા. તેમને કોઈ પણ રીતે ! તિથિનું સમાધાન કરવું હતું. પણ કસ્તુરભાઈ શેઠને ત્યાં જે મિટિંગ મળી તે મિટિંગમાં એવી વાત થઈ કે શેઠ! સમાધાનની ભૂમિકા રજૂ કરે અને અમદાવાદનો સંઘ વધાવી લે. પણ તેમાં બકુભાઈનાં પુત્ર ચંદ્રકાંતે વિરોધ ઉઠાવ્યો કે તમે જે ફોર્મ્યુલા નક્કી કરો તે પહેલાં અમને જણાવો. ત્યારે શેઠે કહ્યું કે એ રીતે થઈ શકે નહિ. 1 અને વાત પડતી મૂકાઈ. આથી પ્રેમસૂરિ મહારાજને ખૂબ ખોટું લાગ્યું. | તેમણે મને કાળશાની પોળે બોલાવ્યો અને કહ્યું કે “પંડિત ! તમે કસ્તુરભાઈ શેઠને મળો અને કહો !
કે તેઓ જાહેર કરે કે કોઈ પણ હિસાબે આ તિથિનું સમાધાન કરવું છે અને તે અમદાવાદનાં સંઘ દ્વારા જ ; jકરવું છે અને જો તે ન થાય તો હું પેઢીમાં પણ રહેવા તૈયાર નથી. આમ થશે તો આ લોકો ઢીલા પડશે. i અને કામ પતી જશે.”
તિથિ ચર્ચા].
-
[૮૫
-
-
-
-