________________
|મહારાજનો સમુદાય. અને તેની સામે ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ વિગેરેની | -સહીઓ લીધી. આ સહી કરાવ્યા પછી હું હર્ષસૂરિજી મહારાજ પાસે ગયો અને તેમની સહી નીતિસૂરિજી | મહારાજના સમુદાય સામે કરવાની માગણી કરી. તેમણે કહ્યું, સહી કરવાનો વાંધો નથી, પણ શાસનસમ્રાટ વિગેરે લખ્યું તે બરાબર નથી માટે હું સહી નહિ કરું. મેં વિચાર્યું કે હવે હું ઉદયસૂરિ મહારાજ પાસે જઇશ અને કહીશ કે શાસનસમ્રાટ શબ્દ કાઢી નાખો તો તે માનશે નહિ. અને આ સમાધાનનું કાંઠે આવેલું નાવ ડૂબી જશે. એટલે મેં તે કાગળ ઉપર સહી ઢોળી કાબરચીતરો કરી નાંખ્યો અને ફરી નવો કાગળ તૈયાર કર્યો. | |આ નવા કાગળમાં મેં (૧) પૂ. નેમિસૂરિ મહારાજનો સમુદાય (૨) પૂ. નીતિસૂરિ મહારાજનો સમુદાય, આમ | વિશેષણ વગર માત્ર નામો લખ્યાં. તે કાગળ ઉદયસૂરિ મહારાજ આગળ ધર્યો. તેમણે તથા નંદનસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ વિગેરેએ સહીઓ કરી. આ સહીઓ થયા પછી હું હર્ષસૂરિ પાસે ગયો અને તે કાગળ ધર્યો. આ કાગળ દેખી તે આશ્ચર્ય પામ્યા. અને સહી કર્યા પછી બોલ્યા : બહુ સરળ આત્મા. આ પછી આ મુસદ્દો સમગ્ર આચાર્યો વતી વિજયનંદનસૂરિની સહીથી પ્રગટ કરવામાં આવ્યો.
મારું કામ પૂરું થયું. આ બીજું સંમેલન મુનિ સંમેલન તરીકે ભલે નિષ્ફળ ગયું, પણ એકતિથિ પક્ષમાં જે પરસ્પર મતભેદ હતા તે ટળી ગયા, અને પછી બધાનાં પંચાંગો એક સરખાં સદા માટે થયા.
(૧૬)
આમ મુનિ સંમેલન નિષ્ફળ ગયું અને એક તિથિ પક્ષમાં સમાધાન થયું ત્યારે પ્રેમસૂરિ મહારાજને ખૂબ દુઃખ હતું. તેઓ બાર પર્વતિથિ અખંડ રાખવા અને પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ ।રાખવા ખૂબ આતુર હતા. આમાં રામચંદ્રસૂરિજી ન માને તો તેમને પડતા મૂકીને પણ ક૨વા માટે તેમની તત્પરતા હતી. આ માટે મને તે વખતે કોઠ મુકામે નંદનસૂરિજી મહારાજ પાસે મોકલ્યો. પણ નંદનસૂરિજી |મહારાજની ઇચ્છા પોતાના તરફથી તેમના સમુદાયમાં ભેદ પડે તેવી ન હતી. આથી કાંઈ બન્યું નહિ. પણ પ્રેમસૂરિજીને પોતાના સમુદાય દ્વારા તિથિ મતભેદ પડયો તેનું પૂરું દુઃખ હતું.
આ પછી પણ કાળુશીની પોળે મને બોલાવી નંદનસૂરિજી મહારાજ દ્વારા પ્રયત્નો કરવા સમજાવ્યો Iઅને એક કાગળ નંદનસૂરિજી ઉપર પણ તેમણે લખ્યો. આ કાગળ લઇ જવાની મેં ના પાડી એટલે ચીનુભાઈ I |સાંકળચંદ ભગત દ્વારા આ કાગળ પાલીતાણા મોકલ્યો. પણ તેમણે કહેવડાવ્યું કે “મારા કાગળનો અમલ થાય તો આ કાગળ તમારી પાસે રાખજો. અને અમલ ન થાય તો તે કાગળ પાછો આપજો.” નંદનસૂરિજી મહારાજે શરતી કાગળ લેવાની ના પાડી. અને કાગળ ચીનુભાઈને પાછો આપ્યો. નંદનસૂરિ મહારાજની એક જ વાત હતી કે અમારા દ્વારા તમારા સમુદાયમાં અમારે ભેદ પડાવવો નથી. તમે તમારે ત્યાં સર્વ સંમત થાવ તો |જ અમારે વાટાઘાટ કે વાત કરવી છે.
(૧૭)
વિક્રમ સંવત ૨૦૧૪માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. આ વખતે એક તિથિ પક્ષના બધા સમુદાયોએ જુદી જુદી રીતે પણ ભાદરવા શુદ પાંચમ અખંડ રાખીને એક જ દિવસે, ભાદરવા સુદ ચોથની |સંવત્સરી કરવી તેમ, અને રામચંદ્રસૂરિના પક્ષે ભાદરવા શુદ ચોથ-પાંચમ ભેગાં કરી સંવત્સરી કરવી એમ
૮૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા