________________
આ મુનિ-સંમેલનમાં પૂ.આ. નેમિસૂરિજી મહારાજે સાગરજી મહારાજનો જે સંપર્ક સાધ્યો તે મુદ્રારાક્ષસ | Iનાટકમાં ચાણક્યે નંદરાજાના પ્રધાન રાક્ષસનો જે સંપર્ક સાધ્યો હતો તેની યાદ અપાવે તેવો પ્રસંગ હતો. તેમજ આ સંમેલનમાં નેમિસૂરિ મહારાજે જે કુનેહથી કામ લઈ સંમેલનને સફળ રીતે પાર પાડ્યું તે તેમના દૂરંદેશીપણાને સૂચવતું હતું.
(૪)
વિ.સં. ૨૦૧૪નું મુનિ સંમેલન પૂ.આ. વિજય પ્રેમસૂરિ મહારાજને આભારી હતી. વિ.સં. ૧૯૯૨૯૩ માં સંવત્સરી અંગે મતભેદ પડયો. તેમાં તેઓ રામચંદ્રસૂરિ સાથે સહમત હતા. પણ નવાં પંચાગો કાઢ્યાં, પર્વતિથિની ક્ષયવૃદ્ધિઓ કરવાનું ચાલુ કર્યું, આ બધી વાતમાં તેમની સંમતિ ન હતી, એમ તેમનું કહેવું હતું. છતાં પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ પ્રાચીન તેરસની ક્ષય વૃદ્ધિ થતી હતી તે બદલી પૂનમના ક્ષયે İચૌદશના દિવસે ચૌદશ-પૂનમ બે કરવાનું અને પૂનમની વૃદ્ધિએ ચૌદશ પછી પહેલી પૂનમને ફલ્ગુ અને બીજી | પૂનમને આરાધ્ય કરવાની જે પ્રવૃત્તિ રામચંદ્રસૂરિએ કરી તેમાં જોડાયા એટલે તેમનો રામચંદ્રસૂરિજીની તિથિપ્રવૃત્તિ સાથે વિરોધ હતો તે વાત ગૌણ બની જાય છે. જો કે, ત્યાર પછીનાં (૧૯૯૩ પછીનાં) વર્ષોમાં પ્રેમસૂરિ મ. બધા સારા સારા માણસોને કહેતા ફરતા હતા કે, ‘‘પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થતી હતી તે ખોટી હોય તો પણ સર્વ સંઘ સંમત ના હોય તો તેને ફેરવવી વાજબી નથી. ફેરવવાની ।જે પ્રવૃત્તિ થઈ છે તે ખોટી થઈ છે. મારો સમુદાય ઉપરનો કાબૂ ન હોવાને કારણે હું તેનો વિરોધ કરી શક્યો Iનથી, પણ ખોટું તે ખોટું જ કહેવું પડે. વળી, પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ ઉદયનો આગ્રહ રાખવામાં બીજી પણ ઘણી મુશ્કેલીઓ છે. જેમકે, કારતક સુદ પૂનમનો ક્ષય આવે ત્યારે ચૌદશના દિવસે ચૌદશ-પૂનમની આરાધના કરવામાં ડિકકમણું, યાત્રા અને ચાતુર્માસ બદલવું આ બધામાં મુશ્કેલી આવે તેમ છે. તેમજ કારતક સુદ પૂનમની વૃદ્ધિ વખતે ચોમાસીના પડિકકમણા પછી પહેલી પૂનમનો દિવસ ખાલી રાખવો અને બીજી પૂનમે આરાધના કરવી તેમાં પણ ચાતુર્માસ બદલવા વિગેરેમાં મુશ્કેલી પડે તેમ છે. આથી પૂનમ|અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થતી હતી, તે ઉથાપવામાં ઘણી ભૂલ થઈ છે. અને શાસનનો | |અપરાધ થયો છે. આ ભૂલ કોઈ રીતે સુધારવી જોઈએ”. આ વાત તેઓ ઠેરઠેર કરતા હતા. પણ સમુદાય ઉપરનો કાબૂ ન હોવાને કારણે કશું કરી શકતા નહીં અને ઇચ્છાએ કે અનિચ્છાએ પણ પોતે અને પોતાના શિષ્યો આની પાછળ ઘસડાતા હતા. પણ હ્રદયમાં ખૂબ રંજ હતો. આને લઈ તેઓએ ૧૯૯૩થી ૨૦૧૪ સુધીમાં ઘણા પ્રયત્નો કર્યા, પણ કાંઈ ફળ આવ્યું નહિ. આ માટે મુનિ-સંમેલન જેવું કાંઈ થાય તો કંઈક ઠેકાણું પડે. આ મુનિ-સંમેલનમાં સંવત્સરી પૂરતો ઉદયનો પોતાનો આગ્રહ સચવાય તો, બાર-પર્વતિથિ | Iઅખંડ રાખવાનું અને નવું પંચાંગ જે કાઢતા હતા તે બંધ કરવાનું ઇચ્છતા હતા. આ માટે તેમણે ૨૦૧૪ની I સાલ પહેલા શ્રીયુત શેઠ કેશવલાલ લલ્લુભાઈ વિગેરેનો સંપર્ક સાધી મુનિ-સંમેલન બોલાવવાનું નક્કી કર્યું.
શ્રીકેશવલાલ શેઠે પૂ.આ. દેવેન્દ્રસાગરસૂરિજી વિગેરે જે ઉજમફઈના ઉપાશ્રયે બિરાજતા હતા, તેનો । Iઅને બીજા સમુદાયોનો સંપર્ક સાધ્યો. અમદાવાદના આગેવાનોની આ માટે કમિટિ નીમી અને તેના કન્વિનર I તરીકે પોતે રહી શેઠ કેશુભાઈએ બહારગામ બિરાજતા બધા મુનિ-ભગવંતોનો સંપર્ક સાધ્યો. અને મુનિસંમેલન બોલાવવાનું નક્કી કર્યું. આ વખતે રામચંદ્રસૂરિજી મ.કલકત્તા તરફ બિરાજતા હતા. તેઓની સાથે
૧૧૨]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા