________________
-
-
-
-
-
-
-
-
-
-
-
5
આ પછી મારી અને તેમની વચ્ચે ૧૯૯૦ના મુનિ સંમેલનથી માંડીને આજ સુધીના બનેલા બનાવો! સંબંધી ઘણી ઘણી વાતો થઈ. ૫. આ. નેમિસુરિ મ. સંબંધી. સાગરાનંદ સ. મ. સંબંધી, સિદ્ધિસરિ મ. સંબંધી | Iવિ. ઘણી વાતો થઈ. વચ્ચે વચ્ચે તેમણે સિદ્ધચક્ર પેપરના તેમના સમર્થનમાં આવે તેવા સાગરજી મ.નાં ! 'અવતરણો આપ્યા. તે સંબંધમાં મેં જણાવ્યું કે સાહેબ છેલ્લો અભિપ્રાય એ આખરી અભિપ્રાય ગણાય. એટલે ;
સાગરજી મ. ને આપ માન્ય કરતા હો તો તેમનો છેલ્લો અભિપ્રાય માન્ય કરવો જોઇએ. સિદ્ધચક્રમાં આમ jકહ્યું છે અને તેમ કહ્યું છે તે વાત બરાબર નથી. છેલ્લો સાગરજી મ. નો અભિપ્રાય તો સ્પષ્ટ છે કે પૂનમ-1 Jઅમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી અને ભા. સુ. ૫ ની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી. બાર ! પર્વતિથિ અખંડ રાખવી. આ તેમનો અભિપ્રાય છે. આથી સિદ્ધચક્રના પેરેગ્રાફો રજૂ કરવાનો કાંઈ અર્થ નથી.'
આ વખતે તેમણે ૧૯૯૦ના મુનિ સંમેલન વખતે થયેલી ઘણી વાતચીતો કરી. તેમાં મેં તેમને કહ્યું : કે આપને માટે તે વખતે નેમિસૂરિ મ.નો અભિપ્રાય બહુ સારો ન હતો. તે વાતમાં તે પણ કબૂલ થયા કે મારી | કોઈ વાત નેમિસૂરિ મ. સ્વીકારવા તૈયાર જ ન હતા. અને ખરી રીતે મને સાંભળવા અને સહકાર આપવામાં તિયાર ન હતા. આ ઔપચારિક મનમેળની કેટલીક વાતો બાદ તેમણે કહ્યું કે “તિથિચર્ચાથી ઘણું નુકસાન થયું !
છે. હવે પતી જાય તો સારું છે. બે આઠમને બદલે બે સાતમ કરો તો મને કાંઈ વાંધો લાગતો નથી. તેમજ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ અમે પ્રેમસૂરિ મ.ના પટ્ટકને અનુસરી તેરસની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ. ભા. સુ. 1 i૫ ની ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરો તો મને કાંઈ વાંધો નથી. અને ભા. સુ. ૫ ની સંવત્સરી થાય તો
પણ વાંધો નથી. હું પણ ઈચ્છું છું કે આ બધું પતી જાય તો સારું.” મેં કહ્યું જો તેમ હોય તો મને પતી જવામાં કિશો વાંધો લાગતો નથી. કારણ કે આપ બધી રીતે પતાવવા તૈયાર છો અને આપના પક્ષના સાધુઓ બધી! રીતે પતાવવા તૈયાર છે. અને અમારા પક્ષના સાધુઓને મનાવવામાં મને કાંઈ વાંધો આવશે નહિ. કારણ ! કે તેઓ ખોટી પકડવાળા નથી. આમ ખૂબ ખૂબ આનંદભેર અમે છૂટા પડ્યા અને મને લાગ્યું કે મહારાજ | તો ખૂબ સરળ છે અને બધી રીતે પતાવવા તૈયાર છે. કાળ ખૂબ યોગ્ય છે, આ પછી હું નારણપુરા બિરાજતા દેવેન્દ્રસાગરસૂરિ મ. ને તે જ દિવસે શનિવારે રાતે મળ્યો અને શ્રેણિકભાઈને પણ તેમના બંગલે મળ્યો. તેઓ | Jપણ મારી વાતથી ખુશ થયા. આમ વાતાવરણ ખૂબ સરસ થયું.
રાત્રે હું ખૂબ વિચારે ચડ્યો. મને લાગ્યું કે આટલાં વર્ષોની પકડવાળા અને તેના માટે બધી રીતે ? ઝઝૂમેલા આ મહારાજ કેમ આટલા સરળ બની ગયા? પછી મેં વિચાર્યું કે આ બધી વાત અમારી ખાનગી થઈ છે. તેમાં કોઈ પ્રતિષ્ઠિત સાક્ષી નથી. કાલે આગળ વધીએ અને છેવટે કહેવામાં આવે કે આવું મેં કાંઈ | Iકહ્યું નથી તો શું થાય? આ માટે કોઈ પ્રતિષ્ઠિત સાક્ષીને રાખવો જોઈએ.
આથી વિચાર્યું કે શ્રેણિકભાઈ શેઠને કાલે રવિવારે આ. મ. પાસે લઈ જવા અને જે વાત મારી | સમક્ષ આ. મ. કહી છે તે વાત તેમની સમક્ષ કરાવવી. જેથી વાત પાકી થાય અને આગળ વધવામાં વાંધો | ન આવે. આમ રાતે મેં મનોમન નિર્ણય કર્યો.
રવિવારે સવારે શ્રેણિકભાઈ શેઠને ફોન કર્યો કે આજે બપોરે ર-૩૦ થી ૩-૦૦ ના સુમારે મારે ત્યાં ! પધારો. આપ મારે ત્યાં પધારો ત્યાર પછી આપણે વિજય રામચંદ્ર સૂ. પાસે જવાનું છે. તે એટલા માટે કે : મેં આપને કાલ વાત કરી હતી તે તિથિ સંબંધીની બધી વાતમાં આપને સાક્ષી રાખવા. કેમકે અમે જે વાત
I
=
=
= = = તિથિ ચર્ચા]
|