________________
કરી હતી તેમાં તેમના સાધુ અને હું હતો. મોભાદાર કોઈ સાક્ષી ન હતા. જો આપને રૂબરૂ તે વાત કરી પાકી | Jથાય તો આગળ વધવામાં વાંધો ન આવે.
તેમણે કહ્યું આજે રવિવાર છે, ડાયવર હાજર નથી, મુશ્કેલી છે. મેં કહ્યું આ કામ અતિ ઉત્તમ છે. ' iગમે તેમ કરી આપ અવશ્ય પધારો. તેઓ ૨-૩૦ વાગ્યે મારે ઘેર આવ્યા. તે દરમ્યાન મેં કુમુદભાઈ વેલચંદને | પણ બોલાવી લીધા. અમે ત્રણેય જણા લક્ષ્મીવર્ધકના ઉપાશ્રયે પૂ.આ. મ. પાસે ગયા. મહારાજે શ્રેણિકભાઈને | જોયા, આશ્ચર્ય પામ્યા. અમે બધા એક રૂમમાં એકાંતમાં બેઠા. મેં વાત છેડી કે સાહેબ હું શ્રેણિકભાઈને એટલા! માટે લાવ્યો છું કે આપણે કાલે જે વાત થઈ તેના તે સાક્ષીરૂપ રહે. ' મેં કહ્યું, આપણે કાલે નીચે મુજબ વાત થઈ હતી તે બરાબર છે. “બાર પર્વ તિથિ-અખંડ રાખવી. '
પંચાંગમાં પાંચમ કે આઠમ વ. ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરી લખવી, અને જ્યારે પંચાંગમાં | lભા.સુ. પની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈ છુંઠની ક્ષયવૃદ્ધિ કરવી અને ચોથની સંવત્સરી | કરવી. પંચાંગો વિ.સં. ૧૯૯૨ પહેલાં વીરશાસન વિ.પત્રોમાં છપાતાં હતાં તે પ્રમાણ છાપવાં. તેમજ જો ! તે ન બને તો ભા.સુ. પના રોજ સંવત્સરી કરવી. બાર પર્વ તિથિ અખંડ રાખવી અને પૂર્વની પેઠે પંચાંગ
છાપવાં.”
આ વાત બરાબર છે કે કાંઈ ફેર છે? તેમણે કહ્યું કે વાત બરાબર છે. આ વાત થઈ હતી.
તો પછી આપણે એક પટ્ટક કરીએ અને એ પટ્ટકનો મુસદો મારી પાસે તૈયાર છે. આપ સહી કરો.' બીજા બધા અમારા-તમારાની હું સહીઓ લઈ આવીશ.
મહારાજશ્રીએ કહ્યું, “એમ નહીં. પટ્ટક નવેસરથી વિચારી કરવો પડે. વિ.સં. ૨૦૨૦માં ગુરુ ! મહારાજનો પટ્ટક પિંડવાડા મુકામે કર્યો, ત્યારે અમે અમારા પક્ષના તમામ પદવીધરો આચાર્યો, ઉપાધ્યાય, 'પન્યાસ, ગણી વિ.ની સંમતિ અને સહીઓ લીધી હતી. એટલે હું કાંતિલાલ ચુનીલાલને કોલ કરાવી કાલે સિવારે બોલાવું છું. અને તેમના દ્વારા બધા પાસેથી એવી સંમતિ મેળવાવું છું કે મહારાજ તિથિચર્ચાનું સમાધાન | પંડિત મફતલાલ દ્વારા કરવા તૈયાર છે અને તેઓ જે સમાધાન કરે તેની તેમાં અમારી બધાની સંમતિ છે. અને |
એ સંમતિ બાદ આપણે મુસદ્દો તૈયાર કરી આગળ કામ ચલાવીએ.” ' વધુમાં તેમણે કહ્યું કે “મારી એવી ઈચ્છા ખરી કે બંને પક્ષો પોતપોતાના મંતવ્યોના સમર્થનના શાસ્ત્ર jપાઠો લખે અને પછી એમ લખે કે અમારી આ માન્યતા હોવા છતાં સંઘની શાંતિની ખાતર અમે નીચે પ્રમાણે તું પિટ્ટક કરીએ છીએ.”
મેં કહ્યું કે “સાહેબ, આ પાઠો લખવામાં અને તેના અર્થ કરવામાં વિસંવાદ ઊભો થશે. કારણકે જ પાઠો તમે લખશો તે પાઠો અમે પણ લખીશું અને તેના અર્થ અમે કાંઇક કરીશું અને તમે પણ કાંઈક કરશો.' ક્ષયે પૂર્વના અર્થમાં આજે ૫૦ વર્ષ થયાં સંમતિ સધાઈ નથી તો તેમાં કઈ રીતે સંમતિ સધાય? વાત ડહોળાશે !
અને ઠેકાણું પડશે નહિ માટે સૌ સૌએ પોતાની માન્યતા સાપેક્ષભાવે કરી છે અને સંઘની શાંતિ ખાતર આપણે નિીચે પ્રમાણેનો નિર્ણય કરીએ છીએ તેમ લખવું વધુ સારું રહેશે.” 1 શ્રેણિકભાઈએ પણ મારી વાતમાં સંમતિ આપી અને કહ્યું કે “પંડિતજી જે કહે છે તે બરાબર છે. આ બધું લખવામાં ડહોળાશે.” મહારાજે ફરી કહ્યું કે “હું કાંતિલાલને કાલે બોલાવું છું. તે અમારાવાળાની !
====================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
[૯]
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-