________________
I અને તેના સેક્રેટરી તરીકે રાધનપુરવાળા લક્ષ્મીચંદ પ્રેમચંદ હતા. તેઓ આ સાધુના ઉપવાસ વિગેરેના આંદોલનમાં | Iસક્રિય હતા, અને ધર્મસાગરજીની પ્રેરણાથી જુદા જુદા હેન્ડબિલો બહાર પાડતા હતા. સાધુઓની તબિયત દિવસો જતાં ગંભીર થતાં જૈન સંઘમાં તેનો પ્રચાર કરી પેઢી અને કસ્તુરભાઈ સામે વાતાવરણ ગરમ ઊભું
કરતા હતા.
હું પહેલાં સંસ્કૃતિ રક્ષક સભામાં ખૂબ રસ લેતો હતો, પણ પછીથી મેં રસ ઓછો કરી પ્રેસમાં ધ્યાન 1આપવા માંડ્યું હતું. શ્રીશેઠ ભગુભાઈએ આ વાતાવરણને સમેટવા અને મનમોહનવિજયજીને સમજાવવા અમૃતલાલ જેશીંગભાઈ વિગેરેને પાલિતાણા મોકલ્યા પણ પરિણામ ન આવ્યું. ત્યારે મને ભગુભાઈ શેઠે કહ્યું કે પંડિત, તમે પાલિતાણા જાઓ અને સાધુઓને સમજાવો. મેં કહ્યું, તમે કહો છો કે કસ્તુરભાઈ શેઠ કહે છે ? તમારા ખાનગી પ્રયત્નથી હું જવા માંગતો નથી. શેઠે સારું કહી માંડી વાળ્યું. થોડા દિવસ થયા ને |વાતાવરણ વધુ ખરાબ થવા લાગ્યું.
(૩)
આ અરસામાં સાબરમતીમાં ચંદ્રોદયસાગરજીના જ્ઞાનમંદિરનું ઉદ્ઘાટન હતું. આ ઉદ્ઘાટન કસ્તુરભાઈ શેઠના હસ્તે હતું. ઉદ્ઘાટન કર્યા બાદ શેઠે મને ઊભો રાખી કહ્યું, “તમે પાલિતાણા જાવ અને સાધુઓ સાથે જે રીતે વાત પતે તેમ પતાવો. કોઈ સાધુ કાળધર્મ પામશે તો વાતાવરણ ઘણું ખરાબ બનશે.” મેં સારું કહી પતાવ્યું. આ પછી હું ભગુભાઈ શેઠને મળ્યો. અને તેમની સાથે નક્કી થયા મુજબ પાલિતાણા જવાનું નક્કી ।કર્યું. હું, કેશુભાઈ શેઠ, કાંતિલાલ ભોગીલાલ વિગેરે પાલિતાણા ગયા. સોનગઢ મુકામે પેઢી તરફથી ગાડી | Iલેવા આવી. પાલિતાણામાં અમો બધા જીવાભાઈ શેઠના બંગલે ઊતરવાના હતા. મેં કહ્યું કે તમે જીવાભાઈ શેઠને ત્યાં જાઓ. હું જુદો ઊતરીશ. તેઓ બધા જીવાભાઈ શેઠને ત્યાં ગયા. હું વંડે ઊતર્યો અને લક્ષ્મીચંદ પ્રેમચંદને મેં બોલાવ્યા. આ દરમ્યાન ધર્મસાગરજી મ.નો એક કાગળ મારી ઉપર આવ્યો હતો. તેઓ તે વખતે નાગપુર હતા. તેઓએ જણાવ્યું હતું કે “પંડિત ! તમે પાલિતાણા જાઓ અને આ જે સાધુઓ ઉપવાસ પર ઊતર્યા છે તે પતાવો.” લક્ષ્મીચંદને મારો કાગળ હું લખી આપું છું તે આપજો. અને તે કોઈ માથાકૂટ |ન કરે અને તમે કહો તે રીતે પતાવવું. આ કાગળ મેં લક્ષ્મીચંદને આપ્યો. અને કહ્યું કે આપણે કોઈ રીતે આ કામ પતાવી નાખવાનું છે. આગળ ચલાવવું નથી. કારણ કે આ આગળ ચલાવવામાં ઘણાં ભયસ્થાન છે. લક્ષ્મીચંદ સંમત થયા.
(૪)
હું ગિરિવિહાર, કે જ્યાં સાધુઓ ભેગા થયા હતા ત્યાં ગયો. ત્યારે સાધુઓ સાથે શ્રીશેઠ કેશુભાઈ, | કાંતિલાલ ભોગીલાલ વિગેરે વાતો કરતા હતા. મેં જતાંવેંત કહ્યું, “સાહેબ ! તમારી ખાનગી વાત ચાલતી| |હોય તો હું પછી મળીશ.” તેઓએ કહ્યું કે “આવો, અમારે કાંઈ ખાનગી નથી. તમારી ખાસ જરૂર છે.” I મેં જાણે આ પેઢીવાળા સાથે કોઈ સંબધ ન હોય તે રીતે કહ્યું, “પેઢીવાળાને ખૂબ અભિમાન છે. કોઈ સાધુઓને પૂછતા નથી. ફાવે તેવા ઠરાવો કરે છે. ભલે એક-બે સાધુ ખપી જાય. પણ એમને ખબર પડવી જોઈએ કે સંઘ સાધુઓ સાથે છે તમારી સાથે નહિ.” આનું પરિણામ એ આવ્યું કે ન્યાયસૂરિએ કેશુભાઈને કહ્યું, “ઊઠો, અમારે તમારી સાથે કાંઈ વાત કરવી નથી.” કેશુભાઈ શેઠ, કાંતિભાઈ વગેરે જીવાભાઈના
૧૨૬]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા