________________
વિભાગ - ૫
હરિજન પ્રકરણ
(૧)
સરકાર તરફથી હરિજન પ્રવેશનું બિલ આવ્યું. આ બિલનાં પરિણામે હિંદુ મંદિરો, જૈન મંદિરો ' વિગેરેમાં હરિજનો સાથે સંઘર્ષ ઊભો થયો. જો કે ખરી રીતે હરિજનોને જૈન મંદિરો સાથે કોઈ ખાસ નિસ્બત i હતી નહિ. હિંદુ મંદિરો સાથે જ નિસ્બત હતી. છતાં હુંસાતુંસીના પરિણામે અને હરિજન પ્રવેશ બિલનાડું સિમર્થકો તરફથી કેટલાક સ્થળોએ જૈનોમાં પણ ખળભળાટ મચાવ્યો હતો. આ ખળભળાટ પ્રસિદ્ધ સ્થાનો! પૂરતો હતો. શ્રી શત્રુંજય તીર્થ, સૌરાષ્ટ્રમાં આવેલ પ્રસિદ્ધ જૈન તીર્થ છે. ત્યાં કેટલાક હરિજન પ્રવેશના આગ્રહી માણસો હરિજનોને લઈ જવા પ્રચાર કરતા હતા. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી! ; પાસે હતો. એટલે તેનો કોઈને કોઈ નિર્ણય પેઢીને કરવાનો હતો.
પેઢીની એક મિટિંગ કસ્તુરભાઈ શેઠના પ્રમુખ પદ નીચે મળી. તેમાં આની ચર્ચા ચાલી. એવું નક્કી. થયું કે નાહી ધોઈ ચોખ્ખા થઈ હરિજનો આવે તો તેમને દર્શન કરવા દેવામાં વાંધો લેવો નહિ. આની પાછળ] . શેઠનો આશય એવો હતો કે કોઈ આવવાનું નથી. છતાં ના કહીશું તો હરિજન પ્રવેશના સમર્થકો જિદમાં 1 ચડશે અને સંઘર્ષમાં ઊતરશે. તેથી આ ઠરાવ કરવો. અને એ રીતે આ ઠરાવ કર્યો. I પરંતુ આ ઠરાવથી સાધુ સંસ્થાનું દિલ દુભાવ્યું. તેઓએ આ પેઢીના ઠરાવનો વિરોધ કર્યો. ઠેરઠેર પેઢીની વિરુદ્ધ ભાષણો થયાં. ઠરાવો થયા અને વાતાવરણ બગડ્યું.
(૨)
આ અરસામાં પાલિતાણામાં ન્યાયસૂરિ, મંગલપ્રભસૂરિ વિગેરે બિરાજતા હતા અને બીજા સાધુઓ j પણ પાલિતાણામાં હતા. આ બધા તળેટી પાસેના ગિરિવિહારમાં ભેગા થયા. તેમાં મનમોહન વિજયજી અને
વલ્લભસૂરિજીના સમુદાયના એક સાધુ, પ્રાયઃ પ્રીતિવિજયજીએ પેઢીના આ ઠરાવ વિરુદ્ધ આમરણાંત ઉપવાસી I શરૂ કર્યા. પૂ. ધર્મસાગરજી મહારાજે ટ્રસ્ટ એક્ટ વખતે એક “સંસ્કૃતિ રક્ષક સભા' નામની સંસ્થા સ્થાપી હતી
======== હરિજન પ્રકરણ
[૧૨૫|
-
-
-
-
-
-