________________
|આપું છું કે હું જરાપણ દુર્ભાવ નહિ રાખું.” પણ તેઓ તરફથી મને મળવા બોલાવવાનું કહેણ આવશે તો | !હું તેમને મળવા જઇશ. સામે પગલે મળવા નહિ જઉં. તેમણે કહ્યું, ‘‘હું તમને કહેણ આવે તેવી વ્યવસ્થા કરીશ.’” સાથે સાથે કહ્યું કે ‘મને ભાસ થયો છે કે મહેનત કરવામાં આવશે તો પતી જશે.’’ મેં કહ્યું : ‘‘હું મારાથી બનતી બધી મહેનત કરીશ. મારા તરફથી કોઈ અંતરાય થાય તેવું નહિ કરું.'
થોડા દિવસ બાદ મુંબઈથી અમને કહેણ આવ્યું કે તમે આ. વિ. રામચંદ્રસૂરિજીને પૂ. પંન્યાસ | ભદ્રંકરવિજયજીએ કહ્યું છે તે મુજબ મળવા આવો. આ મળવા જતાં પહેલાં હું ઊંઝા ધર્મસાગરજી વિગેરેને મળ્યો. અને તેમની સાથે નક્કી કર્યું કે “તેઓ બાર પર્વી અખંડ રાખતા હોય તો સંવત્સરી બાબતમાં પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવી. બાંધછોડ કરવી.” આમ સાગરજી મહારાજના સમુદાયનો તેમના દ્વારા અભિપ્રાય જાણી લીધો. ત્યારબાદ હું શેઠ કસ્તુરભાઈને મળ્યો અને તેમની સલાહ મુજબ કલ્યાણભાઈ ફડિયાને લઇ એરોપ્લેન દ્વારા મુંબઇ ગયો. અમે લાલચંદ છગનલાલને ત્યાં ઉતર્યા. ત્યાં જમ્યા પછી સાંજના બે ત્રણ | [ગાડીઓ કરી આ. રામચંદ્રસૂરિજી મુંબઈ પાસેના કસારા સ્ટેશનના મકાનમાં બિરાજતા હતા ત્યાં પહોંચ્યા. વચ્ચે વિક્રમસૂરિ હતા. તેમને મળ્યા. તેમણે કહ્યું, બધું પતી જશે. વાંધો નહિ આવે. છતાં મારી જરૂર પડે ! તો કહેજો. અમે કસારા ગયા તે વખતે અમારી સાથે લાલચંદ છગનલાલ, બાલચંદ કોચર, પાટણવાળા કાંતિલાલ, ફડિયા વિગેરે હતા.
પડિક્કમણું પૂરું થયા બાદ અમે આચાર્ય વિજય રામચંદ્રસૂરિને મળ્યા. તેમની સાથે વાત શરૂ કરી. I તેમણે કહ્યું, આપણે એકલા મળીએ. બીજા ગૃહસ્થોનું કામ નથી. અમે એકલા બેઠા. હું, તેઓ અને તેઓની ! સાથેના એક આચાર્ય મહારાજ હતા. મેં કહ્યું, અમારાવાળા કોઇને કાંઈ પડી નથી. સૌ પોતપોતાનામાં મસ્ત છે. પણ ભદ્રંકર વિજયજીગણિએ મને ઘાણેરાવ બોલાવ્યો અને વાત કરી તેથી હું અહીં આવ્યો છું. અને આપની સાથે વાત કરતાં કાંઈ મેળ પડે તો આગળ વધીએ”. તેમણે કહ્યું, ‘‘તમે આ સંબંધી શું વિચારો | İછો?” મેં ક્યું, ‘‘સંવત્સરીનો પ્રશ્ન હંમેશના સમાધાનપૂર્વક ઉકેલાય તેને માટે આપણે બધા પાંચમની | |સંવત્સરી કરીએ તો બધું પતી જાય. કોઈ કલેશ કંકાશ રહે નહિ. બીજો માર્ગ ભા. શુદ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ! છઠની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે. તમારે બાર પર્વતિથિ અખંડ રાખવી અને કલ્યાણકની વ્યવસ્થા પૂર્વવત્ રાખવી તો ઠેકાણું પડે”. તેમણે જવાબમાં કહ્યું, ‘‘આ બરાબર નથી”. ‘‘તો આપ સર્વસંમત થાય તેવો આના ઉકેલનો માર્ગ બતાવો”. તેમણે કહ્યું, ‘“આપણે સાથે બેસી શાસ્રીય ચર્ચા કરીએ અને સાથે બેસીને નિર્ણય થાય તે કરીએ મેં કહ્યું આ તો પહેલા કરી જોયું પણ કંઇ પરિણામ આવ્યું નહિ. દરેક સમુદાયના સાધુઓ | 1બીજું કાંઈ નહિ વિચારે. અમારા ગુરુએ કહ્યું તે સાચું તેમજ કહેશે અને કરશે. આપ છો ત્યાં સુધી આપના સમુદાયનું પણ ઠેકાણું પડશે. આપ નહિ હો ત્યારે તે પણ એમ જ કહેશે કે અમારા મહારાજે કર્યું તે સાચું”. આ પછી આડીઅવળી વાતો કરી. બીજા ભાઈઓ જે બહાર હતા તેમને બોલાવ્યા. તેમની આગળ અમારી પૂર્વની થયેલી વાત કરી. પછી કલ્યાણભાઈ ફડિયાએ કહ્યું, ‘‘મહારાજ ! પંડિતજી કહે છે તે વાત છોડી દો, પણ આપ અનુભવી અને શાસ્ત્રના જાણ છો તો સમાધાન થાય તેવો કોઈ માર્ગ કાઢો’”. તેમણે કહ્યું, ‘‘શાસ્ત્રીય İચર્ચા સિવાય બીજો કોઈ માર્ગ મને લાગતો નથી”. ત્યાર બાદ લાલચંદ છગનલાલે કહ્યું, ‘‘અમારે ત્યાં લેણ- I દણમાં વાંધો પડે ત્યારે વચલો માર્ગ કાઢી પતાવીએ છીએ. તેમ આમાં પણ બીજો ઉકેલ ન આવે તો વચલો I માર્ગ કાઢી પતાવો'. જવાબમાં, તમારે ત્યાં છૂટછાટ મૂકાય. અમારે ત્યાં કશું છૂટછાટ મૂકાય નહિ, એવું
તિથિ ચર્ચા]
[૮૭