________________
સમાલોચના
મારા જીવનમાં વિદ્યાર્થીકાળ પછી અધ્યાપનકાળ દરમ્યાન અને પછીના સમયમાં શાસનમાં ઘણા ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આ બધામાં મેં થોડો ઘણો રસ લીધો છે તેની વિગત અગાઉ જણાવી છે. તે માત્ર હકીકત રૂપે જણાવી છે. પરંતુ તે અંગે મારું મંતવ્ય જણાવ્યું નથી.
જ્યારે હું ભણતો હતો ત્યારે શંત્રુજ્યની યાત્રા બંધ હતી અને તે અંગે કેટલીક સભાઓ યોજાતી હતી તે મેં જોઈ છે. અભ્યાસકાળ દરમ્યાન વિક્રમ સંવત ૧૯૮૧માં પાંચ આચાર્ય થયા. તે વખતે આ આચાર્યપદનો વિવાદ પેપરોમાં આવતો તે વાંચ્યો હતો. આ બધા પ્રશ્નો અભ્યાસકાળ દરમ્યાનના હતા. પણ |પછી અધ્યાપનકાળમાં પ્રવેશ કર્યા બાદ અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં આવ્યા બાદ શાસનમાં જે જે । İપ્રશ્નો ઊભા થયા તેમાં થોડો ઘણો મેં રસ દાખવ્યો છે. આ પ્રશ્નોમાં આઠ વર્ષ પૂર્ણ થયા બાદ કે આઠમા વર્ષે દીક્ષા આપવી, તે પ્રશ્ન, યુવક સંઘ અને યંગમેન્ટ્સ જૈન સોસાયટીનું પ્રચાર કાર્ય, ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક કાયદો, વિ.સં. ૧૯૯૦નું મુનિ સંમેલન, પરમાનંદ પ્રકરણ, વિ.સં. ૧૯૯૨માં ઉત્પન્ન થયેલ તિથિ પ્રશ્ન, બામ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ, ભગવાન મહાવીર પરમાત્માનો ૨૫૦૦ વર્ષનો નિર્વાણકાળ, કેસરીયાજી પ્રકરણ, ૨૦૧૪નું મુનિ સંમેલન, રતલામ પ્રકરણ, શ્રીશંત્રુજ્ય તીર્થની પ્રતિષ્ઠા, અખાત્રીજના | શેરડીના પ્રક્ષાલનો પ્રશ્ન, વિ.સં. ૨૦૪૨ના પટ્ટક, અને વિ.સં. ૨૦૪૪નું મુનિ સંમેલન, વિગેરે...
૧. આઠ વર્ષ કે આઠમા વર્ષે દીક્ષા આપવી તે વિષેનું મંતવ્ય
પૂ. સાગરજી મહારાજ આઠમા વર્ષે એટલે કે બાળકનો જન્મ થયા બાદ સવા છ વર્ષ પછીનો થાય ત્યારે દીક્ષા આપવામાં માનતા હતા. તેમની ગણતરી એવી હતી કે સવા છ વર્ષ જન્મ બાદનાં, નવ મહિના |ગર્ભાવાસના, એટલે સાત વર્ષ પૂરાં થાય. બાદ આઠમું વર્ષ શરૂ થાય. એમ માની આઠમા વર્ષે દીક્ષા અપાય | તેમ માનતા હતા. જ્યારે દાનસૂરિ વિગેરે મહારાજો જન્મ થયા પછી આઠ વર્ષ પૂર્ણ થયા બાદ દીક્ષા ! આપવામાં માનતા હતા. આ ભેદ તે બે વચ્ચેનો હતો. બીજા આચાર્યોને આમાં કોઇ રસ ન હતો. સાગરજી મહારાજ પોતાના મંતવ્યનું સમર્થન સિદ્ધચક્ર પેપરમાં કરતા હતા, અને દાનસૂરિ વિગેરે મહારાજનાં મંતવ્યોનું સમર્થન વીરશાસન પેપરમાં આવતું હતું.
, આ પ્રશ્નની ઝીણવટમાં હું ઊતર્યો ન હતો. પણ મને પૂજ્ય સાગરજી મહારાજે મારી લખેલ પંચનિગ્રંથી પ્રકરણની પ્રસ્તાવનામાં આ નિગ્રંથો આઠ વર્ષ પૂર્ણ થયા બાદ દીક્ષા લેનારા હોય છે તે વાત તરફ
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૨૨૨]