________________
iદોર્યું ત્યારે મેં તેમને કહ્યું કે, “મહારાજ ! મને ૨૫ વર્ષ થયા દીક્ષાનો ઉદય આવ્યો નથી. આઠ અનેT Jઆઠમાની ચર્ચા મારા માટે નકામી છે”. એમ કહી વાતને ઉડાડી દીધી. ખરી રીતે આવી ચર્ચા સાધુભગવંતોએT સાથે બેસી વિનિમયપૂર્વક કરવી જોઇએ. તે માટે પેપરોમાં લખાણ લખી જે લોકો તદન અનભિજ્ઞ છે એમને ચર્ચાના ક્ષેત્રમાં ઉતારી પરસ્પર દુર્ભાવ ન કરાવવો જોઈએ. આવું આ પ્રશ્નમાં પણ બન્યું અને આ ચર્ચા ; એમની સાથે જ વિલય પામી.
૨. યુવક સંઘ અને યંગમેન્સ જૈન સોસાયટીનું પ્રચાર કાર્ય પૂજ્ય આચાર્ય વિજય વલ્લભસૂરિ, પૂ. આ. બુદ્ધિસાગરસૂરિ, પૂ.આ. વિ. ધર્મસૂરિ, આ ત્રણે આચાર્યો જમાનાને અનુરૂપ ફેરફારમાં માનનારા હતા. તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવાની માન્યતા ધરાવતા હતા.' iવલ્લભસરિ મહારાજે મહાવીર વિદ્યાલય, શ્રી વકાણા વિદ્યાલય, અને ગુજરાનવાલા ગુરૂકુળ વિગેરે કેળવણીની
સંસ્થાઓ સ્થાપી હતી. તેને અનુરૂપ ઉપદેશ આપી નાણાંભંડોળ એકઠું કરાવ્યું હતું. તેમજ જમાનાને અનુરૂપI જૈિન ધર્મને પ્રોત્સાહિત કરે તેવા કાર્યમાં તેઓ માનતા હતા. પૂ. બુદ્ધિસાગરસૂરિ મહારાજ જૈનો ઉપરાંત! જૈનેતરો પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાય તે માટે લોકભોગ્ય ભજનોની રચના કરનારા હતા. જૈનધર્મનાં તત્ત્વોને લોકભોગ્ય બનાવવામાં તેમનો વિશેષ ફાળો હતો. j પૂ.આ.વિ. ધર્મસૂરિ મ. જમાનાને અનુરૂપ વિદ્વાનો તૈયાર કરવામાં માનતા હોવાથી તેમણે કાશીમાં |એક પ્રાચીન સાહિત્યનું પઠન-પાઠન કરનાર સંસ્થા સ્થાપી હતી. તેમજ ન્યાય, વ્યાકરણ વિગેરેનાં સંશોધનમાં Jપૂર્વકના સારા ગ્રંથો પ્રકાશિત કરવા ઉપરાંત પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મમાં રસ લેતાં કરવાનું અપૂર્વ કાર્યT કર્યું હતું.
વિ.સં. ૧૯૮૦ના ગાળા બાદ વિ. રામચંદ્રસૂરિજી અને સાગરજી મ. વિગેરે દ્વારા દીક્ષાનો પ્રવાહ iફૂંકાતા અને તેમાં પણ નાના બાળકોની દીક્ષા થતાં દીક્ષા પ્રત્યેનો વિરોધ ફેલાયો. અને તેમાંથી યુવક સંઘની |
સ્થાપના થઈ. આ યુવક સંઘે ઠેરઠેર મોટાં શહેરોમાં તેની ઓફિસો સ્થાપી. અને દીક્ષા પ્રત્યેનો વિરોધ જાહેરા કર્યો. આ યુવક સંઘને વલ્લભસૂરિજી મ. નું પીઠબળ મળ્યું. જેને લીધે યુવક સંઘની સામે યંગ મેન્સ! સોસાયટીની સ્થાપના થઈ. આમ, ગામેગામ યુવક સંઘ અને યંગમેન્સ સોસાયટીનાં મંડળો સ્થપાયાં. આના;
પરિણામે જ્ઞાતિઓમાં ભેદ પડયા. ભાઈ યુવક સંઘમાં તો બહેન યંગમેન્સ સોસાયટીમાં જવા લાગ્યા. ઉપાશ્રયો jપણ જુદી જુદી માન્યતાવાળા થયા. યુવક સંઘે બાળકોનો પ્રશ્ન આગળ કરી રાજ્યોમાં ફરિયાદો નોંધાવી.
આને પરિણામે વડોદરા રાજયમાં દીક્ષા પ્રતિબંધક કાયદો થયો. ! આના લીધે સાગરજી મ., રામચંદ્રસૂરિજી મ. વિગેરેએ એક થઈ આ કાર્ય સામે લડત આપી. જયારે. પૂ. આ. નેમિસૂરિ, નીતિસૂરિ મ., વિગેરે તટસ્થ રહ્યા. સામાન્ય નિયમ એવો છે કે જેનો વિરોધ થાય તે વસ્તુ વધુ પ્રસરે. તે મુજબ દીક્ષાઓ પહેલાં થતી હતી તેના કરતાં વધુ પ્રમાણમાં થઈ. વિ.સં. ૧૯૮૦ થી i૨૦૦૦ સુધી ૨૦ વર્ષના ગાળામાં દીક્ષાનું પ્રમાણ ખૂબ વધ્યું. અને આ ગાળામાં બાળદીક્ષિતો પણ સારા પ્રિમાણમાં થયા. પૂ. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મ. અને ઉપાધ્યાય યશોવિજય મ.નો દાખલો લઈ Jબાળદીક્ષાનો વેગ વધાર્યો પરંતુ તેની પાછળ સારસંભાળ ઓછી રહેવાના લીધે તેમજ યોગ્યાયોગ્યતાનો! વિચાર કર્યા વગર બાળ દીક્ષાઓ થવાથી તે વધુ સફળ થઈ નહિ. વાચસ્પતિવિજય, કનકવિજય, મનકવિજ્ય, ; ============= ==================1 સમાલોચના]
[૨૩]
_