________________
વિગેરે બાળદીક્ષિતો થયા હતા. પણ વધુ પડતાં લાડ અને યોગ્ય સંભાળના અભાવે તે દીક્ષામાંથી ચલિત થયા. | Iઆમ છતાં, જેના પિતા વૈરાગ્યવાસિત હોય તેમની દીક્ષાઓનું સુંદર પરિણામ આવ્યું છે.
હંમેશાં પ્રવાહનો વેગ ચાલે છે ત્યારે યોગ્યાયોગ્યતાનો વિચાર રહેતો નથી. યુવક સંઘે સાધુ સંસ્થા સામે બેફામ અઘટિત પ્રચાર આરંભ્યો તેમ દીક્ષાના સમર્થકોએ તેમને ટેકો ન આપનારા, તટસ્થ રહેનારા સાધુઓને પણ વગોવ્યા. તટસ્થોને અવટસ્થ કરીને ભાંડ્યા છે. આવું જ્યારે પક્ષો પડે છે ત્યારે વાજબી |અવાજબીપણાનો વિચાર રહેતો નથી. તેવું યુવક સંઘ અને યંગમેન્ટ્સ સોસાયટીમાં પણ બનવા પામ્યું હતું. | ૩. ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક કાયદો.
ગાયકવાડ સરકારના દીક્ષા પ્રતિબંધક કાયદાનો વિરોધ યંગમેન્સ સોસાયટીએ પ્રબળ રીતે કર્યો. તે I માટે પૂ. સાગરજી મ., રામચંદ્રસૂરિ મ. વિગેરેએ જોરદાર દલીલો સરકાર સમક્ષ રજૂ કરી. આ સમુદાયો પહેલાં પરસ્પર એકમેક ન હતા. આ પ્રકરણોને લઈને અલ્પકાળ માટે એકમેક થયા. પરંતુ તે નિમિત્તને લઇ એકઠા થયા હોવાથી તે નિમિત્ત મોળું પડતાં એકબીજાથી વિખૂટા પડવામાં વાર લાગી નહિ.
સામાન્ય રીતે મોટા માણસોની રીત એવી હોય છે કે સાથે બેઠા પછી બને ત્યાં સુધી એકબીજાનો ! સાથ ન છોડે. મતભેદ હોય તો વાતચીતથી મિટાવી દેતા હોય. પણ આમાં એવું બન્યું નહિ. કાયદાના વિરોધ પૂરતાં તેઓ સાથે રહ્યા, પણ પછી નહિ જેવા નયસાર પ્રકરણ વિગેરેને લઈને જુદા પડ્યા.
શાસનમાન્ય પ્રણાલિકાના જોરદાર હિમાયતી ગણાતા આ બે મહાત્માઓના જુદા પડવાથી શાસનને [ઘણું નુકસાન થયું છે.
૪. વિ.સં. ૧૯૯૦નું મુનિ સંમેલન
વિ.સં. ૧૯૯૦નું મુનિ સંમેલન, દીક્ષાપ્રકરણ, દેવદ્રવ્ય, વિગેરે પ્રશ્નોને લઈને ડહોળાયેલ વાતાવરણને શું શુદ્ધ કરવાના આશયે પૂ.આ. વિ. નેમિસૂરીશ્વરજી મ. અને નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ બંનેની રાહબરી તળે યોજાયું હતું. આ સંમેલનમાં દૂરદૂરથી જુદા જુદા સંપ્રદાયના જુદા જુદા મત ધરાવતા મૂર્તિપૂજક સંપ્રદાયના બધા ગચ્છના સાધુઓને બોલાવાયા હતા. સૌને ડર હતો કે આ ભેગા થયેલા મુનિપુંગવો જુદી જુદી વિચારશ્રેણીવાળા હોવાથી સમાધાનપૂર્વક આ સંમેલનને સફળ કરશે નહિ. પણ નેમિસૂરિ મ.ની કુનેહ અને |સાગરજી મ.નું દરેક પ્રશ્નોનો શાસ્ત્રાધાર પૂર્વકનો પ્રત્યુત્તર, સાથે સાથે તેમની ઉદારતાએ આ મુનિસંમેલનને |સફળ બનાવ્યું હતું.
આ સંમેલનમાં પૂ.વિ. વલ્લભસૂરિ મહારાજ, પૂ. માણેકસિંહ સૂરિ મ., પૂ. વિદ્યાવિજયજી મ., વિગેરે તેજસ્વી પુરૂષોએ અનેક પ્રશ્ન રજૂ કર્યા. પણ તે બધા પ્રશ્નોને પૂ.આ. નેમિસૂરિ મ.ની પ્રેરણાથી | Iસાગરજી મહારાજે સુંદર જવાબ આપ્યો. અને છેલ્લે પૂર્ણાતિનાં સમયે પડેલી મડાગાંઠને ખૂબ જ બુદ્ધિપૂર્વક ઉકેલી આ સંમેલનને સફળ બનાવ્યું.
ડાહ્યા માણસો ગમે તેટલા મતભેદવાળા હોય તો પણ છેવટે સારો ઉકેલ કરીને ઊભા થાય તેનો દાખલો ૧૯૯૦ના મુનિસંમેલને પૂરો પાડ્યો છે.
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૨૨૪]