________________
૫. પરમાનંદ પ્રકરણ પરમાનંદભાઈ કુંવરજી આણંદજીના પુત્ર થાય. તેઓના પિતા લબ્ધપ્રતિષ્ઠ, ધર્મનિષ્ઠ, ભાવનગરના વતની હતા, પરમાનંદભાઈને પણ નાનપણથી પિતાના સંસ્કાર મળ્યા હતા. પણ પાછળથી મુંબઈના વસવાટ iદરમ્યાન યુવક સંઘની પ્રવૃત્તિને લઈને તેઓ યુવક સંઘમાં જોડાયા અને સાધુમહારાજોની દીક્ષા વિગેરે પ્રવૃત્તિના વિરોધમાં તે યુવક સંઘના નાતે વધુ પડતા દોરાયા. યુવક સંઘે અમદાવાદમાં તેનું સંમેલન બોલાવ્યું. તેમાં! તેમણે સાધુ મહારાજો ઉપર અને પૂ. નેમિસૂરિ મહારાજ ઉપર અઘટિત આક્ષેપો કર્યા. આને લઈ અમદાવાદના સંઘે ભેગા થઇ પરમાનંદભાઈને સંઘ બહાર જાહેર કર્યા.
આ સંઘ બહાર કરવાની સભા નગરશેઠનાં વડે કસ્તુભાઈ નગરશેઠના પ્રમુખપણા નીચે યોજાઈ. આ| સભામાં ધીરજલાલ ટોકરશીની આગેવાની તળે કેટલાક લોકોએ ધાંધલ ધમાલ કરી. સભા બહાર જુદા જુદા જૈનજયોતિના વધારાઓ બહાર પાડી સંઘમાં કૈધીભાવ પેદા કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ વર્ગ ઘણો નાનો! હતો, અને તેની પાછળ પ્રતિષ્ઠિત માણસોનું બળ ન હોવાથી તે બહુ ચાલ્યું નહિ.
અમદાવાદ રૂઢિચુસ્ત જૈનસંઘ ધરાવતું શહેર છે. તેમાં સાધુ સમાજનું ખૂબ વર્ચસ્વ છે. જ્ઞાતિઓના! આગેવાનો, દહેરાસર-ઉપાશ્રયના ટ્રસ્ટીઓ વિગેરે જાહેર સંસ્થાના કાર્યકર્તાઓ સાધુસંસ્થાની પ્રેરણાપૂર્વક કામ; કરતાં હોવાથી આ તોફાનીઓએ થોડુંક તોફાન કર્યું પણ પછી તે શમી ગયા. ! આ પ્રકરણ પછી એક વાત નક્કી થઈ કે સંઘ દ્વારા સંઘ બહાર મૂકવાની પ્રવૃત્તિ કરવા જેવી નથી.! જેને લઈ પરમાનંદના કરતાં પણ વધુ આક્ષેપો કરનારા કેટલાક પત્રો અને વ્યક્તિઓની સંઘે ઉપેક્ષા કરી અને ખરી રીતે ઉપેક્ષા એ જ યોગ્ય રાહ છે.
૬. તિથિ પ્રશ્ન આ પ્રશ્નની વિસ્તારથી પહેલાં ચર્ચા કરી છે. આ અંગે મારે એક વાત જણાવવાની છે તે એ કેT સંઘમાં એકતા એ મુખ્ય વસ્તુ છે. કોઈ પણ માણસને સંઘમાં ચાલતી કોઈ પણ પ્રથા ગેરવાજબી પ્રથા લાગતી હોય તો તે માટે સંઘના મુખ્ય આગેવાનો સાથે વિચાર વિનિમય કરવો જોઇએ, અને પોતાની વાત જણાવવી; jજોઈએ. પણ સહસા સંઘમાં ભેદ પડે તેવું પગલું ન ભરવું જોઇએ. ! ખરી રીતે જોઈએ તો હજાર વર્ષ કરતાં વધુ વર્ષોથી આપણા પાસે આપણું પંચાંગ નથી. જૈનેતરોનાં! પંચાંગ ઉપર આપણે આધાર રાખીએ છીએ. ઉદયનો સિદ્ધાંત પણ એકતાને બાધ આવે તેવો તેનો આગ્રહ રાખી સ્વીકાર્ય ન કરવો જોઈએ. કલકત્તા અને ગુજરાતમાં બંને ઠેકાણે જૈનોની વસ્તી છે. અને ઉદયનો jઆગ્રહ રાખીએ તો કેટલીક વાર આપણે ત્યાં ચૌદસ હોય ત્યારે કલકત્તામાં ઉદય વાળી ચૌદસ ન પણ હોય.i
આ બધો વિચાર કરી સંઘે એકસરખી પ્રણાલિકા અજમાવી હોય તેમાં ભેદ કરવો તે ઘણું ખોટું કાર્ય છે.' માણસને જુદા જુદા તુક્કા સૂઝે તે પ્રમાણે ભેદ કરવાનું રાખે તો શાસન છિન્નભિન્ન થઈ જાય. ભાવપ્રધાન! આરાધના છે. તેમાં કટુતા ઉત્પન્ન કરી આખા સંઘની આરાધના બગડે તેવું કાર્ય શોભનીય નથી. 1 - તિથિચર્ચાના પ્રશ્ન અને આગ્રહ શાસનમાં ખૂબ ખૂબ કટુતા ઉત્પન્ન કરી છે. એકપક્ષની તિથિ ન માનનારને બીજા પક્ષે અનંત સંસારી સુધી કહેલું છે. અને આનું પરિણામ એ આવ્યું કે સાધુસંસ્થા પ્રત્યેનો! ================================ સમાલોચના]
TI
-