________________
|એકબીજા પક્ષના શ્રાવકોનો દ્વેષ કેળવાયો છે. જે સાધુને દેખી સહેજે સહેજે નમન થવું જોઈએ તેને બદલે બીજા |પક્ષના સાધુને દેખી દુર્ભાવ થાય તેવું નિમિત્ત તિથિના પ્રશ્ને શાસનમાં ઊભું કર્યું છે.
મારી દૃષ્ટિએ પૂનમઅમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય તે રીતે ભાદરવા સુદ ૫ ની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ થાય તે બરાબર છે. આમ છતાં સકળસંઘ શાસનની એકતા ખાતર પાંચમની ક્ષયવૃદ્ધિએ İછઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરે કે પાંચમની સંવત્સરી કરે તો તેમાં કશું ખોટું નથી. સંઘની એકતા મુખ્ય છે. પંચાગો |આપણાં નથી. ઉદયની દૃષ્ટિએ કોઇ રીતે એકતા સધાતી નથી. જે કાંઈ કરાય તે સર્વસંમતિપૂર્વક થવું જોઇએ. મેં !આ પ્રશ્નમાં એ થાય તો શાસનને કોઇ મોટું નુકસાન થાય તેમ નથી.
આ વિખવાદનું સુખદ સમાધાન તો પાંચમની સંવત્સરી કરવાથી આવે તેમ લાગે છે. તેમ કરવામાં કોઇ શાસ્રબાધ કે શાસન પ્રણાલિકાનો વિરોધ નથી. વિ.સં. ૨૦૦૪માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો |ત્યારે મોટા ભાગે ભાદરવા સુદ છઠ્ઠનો ક્ષય કર્યો હતો...---
વિ.સં. ૨૦૦૩માં હું પૂ. આ. પ્રેમસૂરિ મ. ના આગ્રહથી સુરત સાગરજી મ. પાસે ગયો હતો. તેમની આગળ એવી વાત મૂકી હતી કે પ્રેમસૂરિજી મ. તરફથી એમ કહેવામાં આવ્યુ છે કે વિ.સં. ૨૦૦૪માં આપે વિ.સં. ૧૯૬૧માં કપડવંજમા કર્યું હતું, તેમ સંવત્સરી કરવાનું રાખો તો અમે હંમેશ માટે પર્વતિથિની ક્ષયવૃદ્ધિનો આગ્રહ છોડી દઈએ અને જે કઇ કર્યું છે તેનો મિચ્છામિ દુક્કડમ દઈએ અને પ્રાયશ્ચિત્ત પણ લઈએ. હું |આ માટે સાગરજી મ. ની અને લબ્ધિસૂરિ મ.ની સહી સાથે બહાર પાડવામાં આવે. સાગરજી મ. પોતાની I 1માન્યતામાં દૃઢ હોવા છતા સંઘની એકતા ખાતર સંઘમાં મતભેદ ન પડે તેથી તે સ્વીકારવા તૈયાર થયા હતા. પણ કમનસીબે રામચંદ્રસૂરિજીના ભક્તોએ ધમાલ કરી અને આ કાંઈ થવા દીધુ નહીં.
મને તો આજે પણ લાગે છે કે આ પ્રશ્ન નજીવો છે. સંઘની એકતા ખાતર જે કાંઇ કરવું ઘટે તે İકરી ઉકેલવા જેવો છે. પૂ.આ. વિ. નેમિસૂરિ મ. તો આ પ્રશ્ન અંગે કહેતા કે અમે આમાં કોઇ બાબતમાં | પડવા માંગતા નથી. ડહેલાનો ઉપાશ્રય જે જાહેર કરે તે કરવું છે. હું આને નજીવો પ્રશ્ન માનું છું”. અને પતે માટે તેમણે ખંભાત વિગેરેમાં પ્રયત્ન કરેલો પણ ફળ ન આવ્યું.
દુર્ભાગ્ય છે કે ભક્તિશીલ અને ડાહ્યા ગણાતા જૈન સંઘમાં આનો ઉકેલ શોધાતો નથી.
,
પૂ. આ. રામચંદ્રસૂરિ મહારાજને વિ.સં. ૨૦૪૭ના જેઠ વદમાં દશાપોરવાડની આયંબિલશાળામાં | હું મળ્યો ત્યારે આ સંબંધમાં ખૂબ નિખાલસભાવે વાત થઈ અને તેમણે આપણે સાથે મળી કાંઇક ઉકેલ લાવીએ ! તેમ પણ કહ્યું. પરંતુ તે વખતે એમ કહ્યું કે ‘‘હું ૧૧૧ વર્ષ સુધી જીવવાનો છું, તેમ જ્યોતિષીઓ કહે છે’. મેં જણાવ્યું કે ‘‘જ્યોતિષીઓનો ભરોસો રખાય નહિ. પણ આપ, આપના જીવનકાળ દરમ્યાન સંધમાં સંપૂર્ણ સમાધાન થાય તેવું કાંઇક કરતા જાઓ”. તેમણે કહ્યું કે ‘‘તમે લખીને આપો.'' મેં કહ્યું, મ. લખવાનો અર્થ |નથી. આપના હૃદયમાં નક્કી થવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે ‘‘તમે જે કાંઇ લખાણ લખ્યું હોય, તે મને [વાંચવા આપો”. મેં કહ્યું કે ‘‘મહારાજ, મારા લખાણમાં આપનાથી વિરુદ્ધમાં હશે”. તેમણે કહ્યું કે ‘ભલે વિરુદ્ધમાં હોય, હું સ્વસ્થ રીતે વાંચી જઈશ”. હું મૌન રહ્યો. ભવિતવ્યતાએ થોડા જ વખતમાં આ.મ. કાળધર્મ પામ્યા અને અમે મળી શક્યા નહિ. શાસનમાં હંમેશા બનતું આવ્યું છે તેમ મતભેદના મૂળનાયકના ગયા પછી તેના પરિવાર દ્વારા સમાધાન થવું અશક્ય છે. તેમ અત્યારે તો તે અશક્ય લાગે છે, પણ દુઃશક્ય નથી.
૨૨૬]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા