________________
પરિશ્રમથી ગ્રંથ બેસાડતો, અને ન સમજાય તેવું હોય તે બીજા વિદ્વાન સાધુને પૂછીને લેતો. આના પરિણામેT તિલકશ્રીજી મહારાજ દ્વારા વિદ્યાશાળાની નોકરી મળી.
આ વિદ્યાશાળામાં હું ત્રણ કલાક ભણાવતો અને મને તે પેટે રૂપિયા પાંત્રીસ (૩૫/-) પગાર; આપવામાં આવતો. આ પગાર મારે માકુભાઈ શેઠના બંગલેથી લઈ આવવાનો રહેતો. આ પછી મારી સાથે |
અંબાલાલ પ્રેમચંદ પંડિતને પણ રાખવામાં આવ્યા. તેનો પગાર ત્રણ કલાકના રૂપિયા પચીસ (૨૫/-) હતો. Jતે શરૂઆતમાં પાંજરાપોળ સાધ્વીજીના ઉપાશ્રયે ભણાવતા અને પછી શાંતિસાગરના ઉપાશ્રયે બેસતા. !
વિ.સં. ૧૯૮૭-૮૮ ના ગાળામાં મેં અભ્યાસ સંબંધી ખૂબ જ પરિશ્રમ કર્યો. વિદ્યાશાળામાં બેઠા ; પછી પૂ. આ. પ્રેમસૂરિજી, પન્યાસ જમ્બવિજયજી અને ક્ષમાભદ્રવિજ્યજી મહારાજનો સવિશેષ પરિચય થતાંj જમ્બવિજયજી મહારાજ તરફથી પંચનિર્ચથી પ્રકરણ ભાષાંતર સાથે લખવાનું કામ મને સોંપવામાં આવ્યું. આ| પુસ્તકનું પ્રકાશન છાણીવાળા નગીનદાસ ગરબડદાસની આર્થિક સહાયથી થયું.
સૌ પ્રથમ પ્રમાણનયતત્વ લોકાલંકારનો અનુવાદ લખ્યો. અને બીજા પુસ્તક તરીકે પંચ નિગ્રંથી ; પ્રકરણનો અનુવાદ કર્યો. આ બંને પુસ્તકો વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલન પહેલાં લખાયાં છે, અને તેj વખતે મારી ઉંમર બાવીસ-ત્રેવીસ વર્ષની હતી.
આ દરમ્યાન પૂ. પન્યાસ ધર્મવિજયજી મહારાજ ડહેલાવાળાના કહેવાથી તેમના ભંડારની હસ્તલિખિત પ્રતોનું હું લિસ્ટ તૈયાર કરતો અને તે લિસ્ટમાં ગ્રંથની પુષ્પિકા વિગેરે અને કર્તા તથા લેખનકાર વિગેરે નોંધતો. આને લઈ મને હસ્તલિખિત પ્રતોનો વાંચવાનો મહાવરો પડ્યો.
૩૦. પૂ. ધર્મવિજયજીના પ્રસંગો પન્યાસ ધર્મવિજ્યજી મહારાજ ખૂબ જ નિસ્પૃહ અને પ્રભુભક્તિમાં મસ્ત રહેનાર મહાત્મા હતા. તેઓ અષ્ટાપદના દેરાસર જાય ત્યારે કલાકોના કલાકો તેમાં વિતાવે.
મને એક પ્રસંગ યાદ છે કે બપોરનો સમય હતો. તે વખતે ડહેલાના ઉપાશ્રયના વહીવટદાર મંગળભાઈ શેઠને ત્યાંથી તેમનાં પત્ની બે-ત્રણ બેનો સાથે વંદન કરવા આવ્યાં. ત્યારે મહારાજે તેમને કહી ; iદીધેલું કે તમે હેઠા ઊતરી જાવ, વ્યાખ્યાન વખતે આવજો.
બીજો પ્રસંગ કસ્તુરભાઈ શેઠના કાકા જગાભાઈ મહારાજ પાસે આવેલા. તેમની આર્થિક સ્થિતિ! કથળી હોવાથી મહારાજને કહ્યું કે મને કાંઇક ગણવાનું આપો. મહારાજશ્રીએ એક નાની લિખિત પ્રત આપી!
અને એમાંથી ગણવાનું કહ્યું. જગાભાઈએ તે પ્રત સાચવીને કોટના અંદરના ગજવામાં મૂકી. આ જોઈ, iમહારાજને લાગ્યું કે આને ગ્રંથ ઉપર આદર નથી. એટલે ઊભા થતા શેઠને થોભાવી પ્રત પાછી માગી લીધી i
અને કહ્યું કે તમે યોગ્ય નથી. પ્રત કેમ રખાય તે તમને આવડતું નથી અને તેની પ્રત્યે તમને આદરભાવી નથી. શેઠ વિલખા પડ્યા. મારે ઘેર આવ્યા. કહ્યું કે મને ખબર નહીં. તમે મહારાજને સમજાવો મને ગણવાનું! આપે. મેં મહારાજને વિનંતી કરી. ખૂબ ખૂબ કરગરી કહ્યું ત્યારે તેમણે તે પ્રત તેમને આપી.
ત્રીજો પ્રસંગ : આજના નૂતન મિલ વાળા જગાભાઈ ભોગીલાલ અને તેમનું કુટુંબ મહારાજશ્રીનું Tખૂબ ભક્ત હતું. જગાભાઈ શેઠ કસ્તુરભાઈ શેઠના બનેવી થાય. તે શેર બજારનો ધંધો કરતા હતા. શેઠેT
== ============= ==== ======= ====== પૂ. ધર્મવિજયજીના પ્રસંગો]
––––––––
II
૪િ૧
–
T