________________
હું આબુ, બ્રાહ્મણવાડાજી વિગેરે ઠેકાણે ત્યારપછી બે ત્રણ વાર મળ્યો હોઈશ. તેમનું સર્કલ મોટું થતું ગયું અનેj Jતેમના બોલ ઉપર લોકો ખૂબ વિશ્વાસ રાખતા. મને યાદ છે તે મુજબ તે કોઈને કહે કે જો આ તમે નહિ કરો!
તો તમારું ભલું નહિ થાય, તો સામો માણસ શ્રાપ સમજી કંપતો અને તેમના બોલને સ્વીકારતો. તેનું મુખ્ય. કારણ તેમનું જીવન મૌનપ્રધાન હતું.
૨. પરમાનંદ પ્રકરણ
(૨/૧) વિ.સં૧૯૯૦નાં મુનિ સંમેલન પછી થોડા જ વખત બાદ યુવક સંઘે અમદાવાદમાં યુવક સંઘનું! સંમેલન બોલાવ્યું અને તેના મુખ્ય પ્રમુખ તરીકે પરમાનંદ કાપડિયાને બોલાવ્યા.
આ પરમાનંદ કુંવરજી કાપડિયા ભાવનગરના કુંવરજીભાઈ આણંદજીના સુપુત્ર હતા. તે લબ્ધપ્રતિષ્ઠ jશ્રીમંત હતા. કુંવરજીભાઈ દ્રવ્યાનુયોગના સારા અભ્યાસી હતા. ભાવનગરમાં આવતા સાધુ સાધ્વીઓને |
ભણાવતા. સારાયે જૈન સંઘમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. પણ તેમના પુત્ર પરમાનંદ સુધારક વિચારના હતા.' છતાં તે આમ તો પ્રમાણિક અને ચિંતક હતા. 1 યુવક સંઘે આ સંમેલનની બેઠક પાનકોર નાકા પાસે આવેલા રીગલ સિનેમામાં બોલાવી. આમાં jપ્રમુખપદ પરથી ભાષણ કરતાં પરમાનંદે નેમિસૂરીશ્વરજી મ. ઉપર ખૂબ ખરાબ આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું Iકે “આ ગાદીપતિ નેમિસૂરીશ્વરજી મહારાજનું અમદાવાદ છે વિગેરે”. અને ખૂબ સુધારક ઠરાવો કર્યા. આ | કામમાં ધીરજલાલ ટોકરશી, મૂળંચદ આશારામ વૈરાટી, શરાફ લલ્લું મનોરવાળા, શકરાભાઈ લલ્લુભાઈ !
વિગેરે મુખ્ય હતા. આ બધા યુવક સંઘની ટોળીના આગેવાનો હતા. 1 થોડા જ વખત પહેલાં મુનિ સંમેલન ગયું હતું અને ધીરજલાલ ટોકરશી વિગેરેએ યુવકસંઘની ટોળી
જમાવી હતી. આ ટોળી જૂનવાણી વિચારોનો અવારનવાર વિરોધ કરતી હતી. જો કે અમદાવાદની દૃષ્ટિએT Jઆ કામ કરનારા થોડા હતા પણ સક્રિય તો હતા જ.
પૂ.આ. વિજય નેમિસૂરિ મહારાજે નગરશેઠને બોલાવ્યા. તેમની સૂચનાથી નગરશેઠે પરમાનંદ કુંવરજી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. જે ઠરાવો ધર્મને બાધા કરનારા હતા, તેનો ખુલાસો માંગ્યો. આ lખુલાસો પરમાનંદભાઈ તરફથી સંતોષકારક ન મળ્યો. એટલે તેમણે અમદાવાદ સંઘની મિટિંગ બોલાવી અનેT 'પરમાનંદ કુંવરજીને સંઘ બહાર કરવાનો ઠરાવ કરવાનો નિર્ણય કર્યો. •
આ કાર્ય નગરશેઠ કસ્તુરભાઈએ આરંભ્ય. એક સારા દિવસે નગરશેઠના વડે સંઘ ભેગો થયો અને પરમાનંદ કુંવરજી ને સંઘ બહાર કરવાનો ઠરાવ રજૂ કર્યો. આ ઠરાવ સંઘે પાસ કર્યો. પણ તે વખતે | Tયુવકસંઘના મળતિયાઓએ તોફાન કર્યું. ચંપલો તથા જોડાઓ ઉછાળ્યા. પણ તેમનું કશું ચાલ્યું નહિ. ઠરાવી Jપાસ થયો.
આ ઠરાવ પાસ થયા બાદ યુવક સંઘવાળાઓ પાંજરાપોળના ઉપાશ્રયે પહોંચ્યા. તેમનું માનવું હતું, કે આની પાછળ નેમિસૂરીશ્વરજીનો હાથ છે. એટલે તેમણે ઉપાશ્રયે જઈ નેમિસૂરિજી મહારાજ વિરુદ્ધ સૂત્રો] ===== ========================== ૧૫૨]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - ----
I
]
-
-
-
---
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-