________________
-
બીજો એક પ્રસંગ : આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓની મિટિંગ હતી. તે વખતે સાધુ-] Jસંસ્થાની વાત નીકળતાં ભોગીભાઈ શેઠે કહ્યું, “મોટા આચાર્ય અને મોટા સાધુઓ, આપણે જેમ નામું ' લખનાર, પરચૂરણ કામ કરનાર વિગેરે માણસો રાખીએ તેમ, તેઓ તેમની પાસે ટપાલ લખનારા, અને પરચૂરણ કામ કરનારા સાધુઓ રાખે છે”. આ વાત શેઠને ન ગમી. તેમણે ભોગીભાઈને કહ્યું, “આપ; વયોવૃદ્ધ આગેવાન છો. આવુ બોલવું ઠીક નથી”. ભોગીભાઈએ કહ્યું, “મને તો સાધુ-સંસ્થાનો નિકટનો jપરિચય નથી. પણ આ જીવાભાઈ શેઠ વગેરેએ મને કહ્યું હોય તે ઉપરથી કહું છું. બાકી અજુગતું બોલાયું lહોય તો મિચ્છામિ દુક્કડમ”.
આ બંને પ્રસંગ શેઠના વેવાઈ થયા પહેલાંના છે.
ભોગીભાઈ પાટણ, મુંબઈ વિગેરેની ઘણી સંસ્થાઓના ટ્રસ્ટી અને આગેવાન હતા. તે કોઈના ખાસT lભક્ત ન હતા, તેમ કોઈની પ્રત્યે અરૂચિ વાળા ન હતા. જે કોઈ પણ મુનિ-મહારાજનું કામ તેમને યોગ્યT
લાગે અને રૂચે તો તે કરતા. તેમના ઘરના અને કુટુંબના સંસ્કાર ખૂબ જ ખાનદાન ગૃહસ્થને શોભે તેવા હતા. તેઓએ લાંબું તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું અને ઘણાં વર્ષો સુધી માત્ર દૂધ અને ફળાહાર ઉપર રહ્યા. તેમનાં
સ્વર્ગવાસથી સમગ્ર જૈન સમાજ, પાટણ સંઘ અને મુંબઈ સંઘે નિર્મળ કાર્યકર્તાને ગુમાવ્યો છે અને તેની ખોટ | સદાને માટે રહી છે.
શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડિયા
ચીમનલાલ કેશવલાલ કડિયા અમદાવાદ વિશા ઓસવાલ જ્ઞાતિના હતા. તેઓ બહુ શ્રીમંત ન હતા jપણ કુશળ કાર્યકર હતા. જયારે યુવક સંઘ તરફથી દીક્ષાનો વિરોધ અને ધર્મવિરુદ્ધ કેટલીક પ્રવૃત્તિઓ ઉપડી
ત્યારે તેનો પ્રતિકાર કરવાનો સામાન્ય જનતા તરફથી થયો ત્યારે તે તેના અગ્રણી હતા. જયાં જ્યાં દીક્ષાનો, Iવિરોધ થયો ત્યાં ત્યાં શ્રીયુત કડિયા પહોંચી જતા અને દીક્ષાર્થી અને તેનાં કુટુંબને તેઓ બધી રીતે મદદ. | કરતા. અને દીક્ષિત થનારને કોઈ મુશ્કેલી ન પડે તેની પૂરી સંભાળ રાખવી, તથા આ અંગે કોર્ટમાં કેસ થાય! કે તોફાન થાય તો તેને પહોંચી વળવાની ક્ષમતા રાખતા. તેમણે ધંધો છોડી યુવાન વયે શાસનના કાર્યમાં રસ દાખવ્યો હતો. આવા પ્રસંગે પોતાનાં પુત્ર, પુત્રી અને પરિવારની માંદગી વિગેરેને પણ ગૌણ કરી આ Iકાર્યને તેમણે તેમના જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું હતું. વડોદરાનો દીક્ષા પ્રતિબંધક કાયદો, પરમાનંદj Jપ્રકરણ, કૉન્ફરન્સની સુધારક પ્રવૃત્તિ તેમજ યુવક સંઘની પ્રવૃત્તિઓ વિગેરેનો સામનો તેમણે રાત દિવસ જોયા! વગર કર્યો હતો. તેમનામાં મોટા ઉત્સવોને કેમ પાર પાડવા તેની સારી સૂઝ હતી. આ બધા કાર્યમાં! સહકાર્યકરોને એકઠા કરવા અને તેમની સંભાળ રાખી શાસનનાં કાર્યમાં જોડવા તેની સારી સૂઝ ધરાવતા | હતો. T વિ.સં. ૧૯૮૨ થી ૯૦-૯૨ સુધી શાસનનાં સર્વપક્ષીય કાર્યમાં તે જોડાયેલા હતા. પણ તિથિ વિગેરેT 'પ્રશ્નો પછી તે એકપક્ષીય થતા તેમના પ્રત્યે કેટલાક લોકોને અરૂચિ પેદા થઈ હતી. તિથિચર્ચામાં અને ખાસ કરીને રામચંદ્રસૂરિજી મ.ની દરેક પ્રવૃત્તિમાં તેમણે ખૂબ આનંદભેર રસ લીધો હતો. દાનસૂરિ જ્ઞાનમંદિરનું
=========================== ===== | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય)
[૧૯૭
-
-