________________
[નિર્માણ તેમના પરિશ્રમનું પરિણામ છે.
આ બધું છતાં પાછળના વખતમાં તેઓને રામચંદ્રસૂરિજી મ. સાથે મતભેદ પડ્યો. છેવટના કાળે. તે મતભેદ એટલો બધો તીવ્ર બન્યો કે એકબીજાનાં દૂષણો તરફ વળ્યો. છેલ્લા વખતે તેમને કેન્સરની બિમારી jથઈ. આ બિમારી વખતે શાસનનાં જે કાંઈ કાર્યો કર્યાં હતાં, તેમાં સાહસ અને ઉત્સાહથી જે કાંઈ ખોટું થયું lહતું તેનો સંભાળી સંભાળીને મિચ્છામિ દુક્કડમ તેમણે દીધો હતો. પરમાનંદભાઈ જેવાને કાગળ લખી. મિચ્છામિ દુક્કડમ દીધો હતો. રામચંદ્રસૂરિજી કે જેમની સાથે વર્ષો ગાળ્યાં, પણ પાછળથી પડેલ મતભેદને!
લીધે જે વૈમનસ્ય થયું, તેનો પણ તેમણે મિચ્છામિ દુક્કડમ દીધો. 1 કડિયાએ તેમનાં યુવાનીનાં વર્ષો શાસનની સેવામાં ગાળ્યાં હતાં. તે કેટલીક બાબતમાં એકપક્ષીય
હોવા છતાં તેમનું હૃદય મલિન ન હતું. દરેકનાં કાર્યમાં તે ઊભા રહ્યા હતા. યુવક સંઘ સાથેની લડતમાં, 'સુધારકો તરફથી તેમણે ઘણું સહન કર્યું હતું.
એકંદરે કડિયા જેવા આગેવાન કાર્યકરોની જૈન શાસનને ન પૂરી શકાય તેવી ખોટ છે.
તેમના સ્વર્ગવાસ પછી શોકસભાનો વિચાર થયો. આ શોકસભા આયંબિલશાળામાં રાખવાનું વિચાર્યું.T આ માટે પ્રમુખ તરીકે શેઠ કેશવલાલ લલ્લુભાઈનું નામ શ્રીયુત રતિલાલ નાથાલાલે સૂચવ્યું. પણ કેશુભાઈ! શેઠે કહ્યું, “શ્રીયુત કડિયા માટે સકલ સંઘની સભા ન હોય”. આ વાત મને તેમનાં કુટુંબી તરફથી કહેવામાં આવી. કેશુભાઈ શેઠને મળ્યો અને કહ્યું, “કડિયાએ જે છેલ્લા પંદર-વીસ વર્ષમાં જે કામ કર્યું છે તે ખૂબ jઅનુમોદન માગી લે તેમ છે. આવો કાર્યકર આપણને મળવો મુશ્કેલ છે. તેથી તમારે ના ન પાડવી”. શેઠેj
મારી વાત સ્વીકારી અને આયંબીલશાળામાં તેમની શોકસભા યોજાઈ. આ સભા બોલાવવામાં અમદાવાદના! 'તેમના જીવનકાળ દરમ્યાન ઘણા વખત સુધી વિપરીત રહેલા મોહનલાલ છોટાલાલ વિગેરે ગૃહસ્થોની મેં! સહીઓ લીધી. અને તે સભાને અનુમોદન આપ્યું. શ્રીયુત કડિયા જીવનકાળ દરમ્યાન ઘણા સાધુઓના સંઘર્ષમાં આવ્યા હતા. છતાં તે વીસરી જઈ તેમનાં કાર્યની રીતને બીરદાવી તેમના જીવનમાં થયેલા શાસનના હિતસ્વી કાર્યોની અનુમોદના આચાર્ય ભગવંતો તરફથી તે સભામાં મળી હતી.
(૨) શ્રીયુત કડિયા યુવક સંઘ વિગેરે પ્રવૃત્તિઓ અંગે, અને ત્યારબાદ રામચંદ્રસૂરિજીના એકપક્ષીય થયા પછી પણ, યંગમેન્સ સોસાયટીની ઓફિસ રતનપોળમાં ચલાવતા હતા. હું તે વખતે નાગજી ભુદરની પોળમાં jરહેતો હતો. આ સાલ પ્રાયઃ વિ.સં. ૧૯૯૦-૯૧ની હોવા સંભવ છે. તે વખતે હું વિદ્યાશાળામાં ભણાવતો
હતો. અને મારે વિદ્યાશાળામાં ભણાવવાને લઈ પ્રેમસૂરિજી મ., જબુસૂરિજી મ., ક્ષમાભદ્રસૂરિજી મ.T 1વિગેરેનો સારો પરિચય થયો. એ દરમ્યાન જૈન અભ્યદય પ્રિન્ટિંગ પ્રેસ પણ હું ચલાવતો હતો. 1
જબુસૂરિ મહારાજે મને પંચનિગ્રંથી પ્રકરણનું ભાષાંતર કરી છાપવાનું સોપ્યું. આ પુસ્તક છાણીવાળા jનગીનદાસ ગરબડદાસની આર્થિક સહાયથી છપાતું હતું. આ પુસ્તકની પ્રસ્તાવના મેં લખી હતી. આj પ્રસ્તાવનામાં એક જગ્યાએ “આ નિગ્રંથ ગર્ભ અને જન્મથી આઠ વર્ષ પૂર્ણ થયા બાદ દીક્ષા લેનાર હોય છે તેવું છપાયું હતું. આ લખાણ સંબધમાં તે વખતે સાગરજી મ.ને વાંધો હતો. કારણ કે સાગરજી મ. એમ.
=============================== ૧૯૮]
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
|