________________
અમે મુંબઈમાં રહેતા હતા તે દરમ્યાન ધર્મસૂરિ મ. મુંબઈ આવ્યા. હું તેમના પરિચયમાં આવ્યો. । !અને મેં તેમની પાસે ભવિષ્યમાં બીજીવાર લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સમય એવો હતો કે ! સ્ત્રીઓના જાન સુવાવડમાં જોખમાતા હતા. મારી ઉંમર નાની હતી. મારા બાપાને આ મારી પ્રતિજ્ઞા ગમી નહિ. તેમણે ઘણો વિરોધ કર્યો. હું મક્કમ રહ્યો.”
(૨)
મારું મોતિયાનું ઓપરેશન થયું ત્યારે મારા ભાઈ મણિલાલ વાડીલાલ દોલતરામના ત્યાં નોકરી કરતા હતા. પછીથી તેમની પેઢી બંધ થતાં તે મારી ભલામણથી ભોગીલાલ શેઠ દ્વારા શ્રીરામ મિલમાં જોડાયા. અને તે રિટાયર્ડ થયા ત્યાં સુધી ત્યાં રહ્યા. આ બધાં કારણોને લઈ ભોગીભાઈ સાથે ઉત્તરોઉત્તર ગાઢ પરિચય થયો. તેમની દીકરી વિમળાબેનનું કસ્તુરભાઈ શેઠના દીકરા સિદ્ધાર્થ સાથે વેવિશાળ નક્કી થયું ત્યારે હું મુંબઈ હતો. આ સંબંધ પછી ભોગીભાઈ અમદાવાદ આવતાં ત્યારે હું તેમને અચૂક મળતો, અને તે પણ મને મળવાની [ઇચ્છા રાખતા. એમનો સંબંધ તે જીવ્યા ત્યાં સુધી રહ્યો. અને ત્યારબાદ તેમના પુત્ર પ્રતાપભાઈ સાથે ભાયખલ્લાના ટ્રસ્ટના લીધે પરિચય થયો અને આજે પણ તે ચાલુ છે.
(e)
ભોગીભાઈ સુધારક છતાં ધર્મપ્રેમી અને રાગી હતા. તેમનામાં ધનવાનપણાનું જરાય અભિમાન ન İહતું. ગમે તેવી મુશ્કેલીનાં પ્રસંગે પણ તે સ્પષ્ટબોલા હતા. મોટા શ્રીમંત હોવા છતાં નાનામાં નાના માણસ | Iસાથે સારી રીતે ભળી શકતા હતા. તેમની મહેમાનગતિ શુદ્ધ શ્રાવકને શોભાવે તેવી હતી. ક્રિયાકાંડમાં ઓછા હોવા છતાં ધર્મગ્રંથો અને પૂર્વાચાર્યોનાં જીવનચરિત્રો સાંભળવામાં તેમને ખૂબ રસ હતો. મોટી ઉંમરે પણ કાંઈ શીખવા જેવુ લાગે તો તે શીખવાની તેમની તૈયારી હતી. જે તેમના મનમાં તે જ તેમની વાણીમાં હતું. જીવન સરળ અને આગ્રહરહિત હતું. તે દાન આપવામાં કંજૂસ ન હતા, પણ પોતાનો આપેલો પૈસો બરાબર યોગ્ય ખર્ચાય છે કે કેમ તેમાં તેઓ પૂરું ધ્યાન આપતાં.
(૪)
અમદાવાદની આણદંજી કલ્યાણજીની પેઢીમાં તેઓ મુંબઈ તરફથી પ્રતિનિધિ હતા. તે વખતે કસ્તુરભાઈ શેઠ સાથે વેવાઈનો સંબંધ નહિ થયેલો. આબુના જીર્ણોદ્ધારની વાત નીકળી અને તેમાં વસ્તુપાલ- | તેજપાલે જ્યારે દેરાસર બંધાવ્યું, ત્યારે કારીગરો આરસને ઘડતા, ત્યારે આરસનો જેટલો ભૂકો પડે તેટલી | ચાંદી આપતા વિગેરે વાત કહી, વસ્તુપાલના દેરાસરના નિર્માણની પ્રશંસા કરી. આ દેરાસરના જીર્ણોદ્વારમાં | ગમે તેટલો ખર્ચ થાય તો ખર્ચ કરી તેને અનુરૂપ જીર્ણોદ્ધાર કરવો તેવું શેઠે પેઢીની મિટિંગમાં જણાવ્યું. ભોગીભાઈ શેઠે તે વખતે કહ્યું, “આ બધું બરાબર છે. પણ વસ્તુપાલ તેજપાલે પોતાના પૈસા ખર્ચી આ ।મંદિરનું નિર્માણ કર્યું છે. જ્યારે આપણે તો લોકોના એકઠા કરેલા પૈસા ખર્ચવાના છે. એટલે દેરાસરનાં યથાવત કામ થાય તે બરાબર, પણ ખર્ચ કરતાં પહેલાં આપણે પૈસો વેડફાય નહિ તેનું ધ્યાન તો રાખવું જ !
પડે".
૧૯૬]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા