________________
મુંબઈ જતો ત્યારે અચૂક તેમને તેમની ઓફિસે કે ઘેર મળવાનું રાખતો. એક વખત એવું બન્યું કે એમણે મને... તેમને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. આ આમંત્રણ બેત્રણ દિવસ પછી નક્કી કર્યું હતું. તેઓ અંધેરી ટેકરી ઉપર તેમના બંગલે રહેતા હતા. હું તે દિવસે માણસાવાળા મૂળચંદ વાડીલાલને ત્યાં ગયો. તેમનો બંગલો તેમની ટેકરીની નીચેના ભાગમાં હતો. મૂળચંદભાઈ સાથે ઘનિષ્ઠ સંબધ હોવાના કારણે હું તેમના ત્યાં વાતે વળગ્યો. અગિયાર-સાડા અગિયાર થયા એટલે મૂળચંદભાઈએ મને કહ્યું, “તમે અહીં જમી લો. તમને ત્રણ ।દિવસ પહેલા આમંત્રણ આપ્યું છે. કદાચ ભોગીભાઈ શેઠ ભૂલી ગયા હશે. માટે ત્યાં નહિ જાઓ તો ચાલશે.| |કેમકે તેઓ તો અનાજની વાનગી જમતા નથી. કદાચ તે હાજર હશે કે નહિ હોય. અને તેમના માણસને I પણ ખબર હશે કે નહિ હોય”. આ વાત ચાલતી હતી ત્યાં ભોગીભાઈ શેઠનો ટેલિફોન આવ્યો. તેમણે કહ્યું, ‘‘હું તમારી રાહ જોઉં છું. તમે જમવા આવો”. ભોગીભાઈ શેઠ જાણતા હતા કે મફતલાલ મૂળચંદભાઈને ત્યાં બેઠા છે એટલે તેમણે મને ટેલિફોન કર્યો હતો. હું ત્યાં ગયો. જમ્યો. અને કહ્યું, “મેં માનેલું કે કદાચ । આપ ભૂલી ગયા હશો. અને મૂળચંદભાઈનો આગ્રહ હતો એટલે હું ત્યાં જમી લેવાનો હતો”. શેઠે જવાબમાં કહ્યું, “અમેય પાટણના છીએ. અમદાવાદના નથી. આમંત્રણ આપ્યા પછી ભૂલી જઈએ એ અમારામાં ન| બને.”
તેમની નિખાલસતાને બીજો એક દાખલો તેમનો કહેલો કહું છું. એક વખત તેઓ ગોડીજીના ઉપાશ્રયે વલ્લભસૂરિજી મ. ને વંદન કરવા ગયા. તે અરસામાં મહારાજ આંખે દેખતા ન હતા. તેમના શિષ્ય | કહ્યું કે “ભોગીલાલ શેઠ આવ્યા છે.” મહારાજ કાંઈ ગણતા હતા. શિષ્યે બેથી ચાર વાર થોડા થોડા સમયને| ! આંતરે ભોગીલાલ શેઠ આવ્યાનું મહારાજને કહ્યું. મહારાજે કહ્યું, “તેમને સ્થિરતા હોય તો બેસે અને સ્થિરતા ન હોય તો જવું હોય તો જાય.” ભોગીલાલ શેઠ પંદર મિનિટ બેઠા. પછી મહારાજે વાત કરી. ભોગીલાલ શેઠને આ પ્રસંગથી મહારાજની નિસ્પૃહતા ઉપર આદર ઉપજ્યો અને મહારાજને કહ્યું કે “મારે જરાય ઉતાવળ નથી. આપ જે ગણતા હોય તે પૂરું કરો. હું નિરાંતે બેઠો છું.”
તેમણે તેમના જીવનના કેટલાક પ્રસંગો મને કહેલા. તેમાંનો એક પ્રસંગ કહેતાં મને જણાવેલું “મારો ધંધો ઝવેરાતનો. હીરા-મોતીનાં પડીકાં લઈ અમારે ગ્રાહકને બતાવવા જવું પડે. એક પ્રસંગ એવો બન્યો કે મુંબઈના એક માળામાં બનારસ તરફ રહેતા એક શ્રીમંતને ત્યાં હું ઝવેરાતનાં પડીકાં બતાવવા ગયો. પડીકાં બતાવ્યા પછી મને ખબર પડી કે આ એક બનાવટી ટોળી છે. હું ફસાયો છું. ઝવેરાત જશે તે સાથે । જીવ પણ જશે. એવી ગંધ મને તેમની વાત અને રીતરસમ ઉપરથી લાગી. તે સહેજ આધા-પાછા થયા એટલે શું |હું રૂમમાંથી બહાર નીકળી ગટરની જે સિમેન્ટની પાઇપો હોય છે જે રોડ ઉપર પડતી હોય તેને પકડી ' સડસડાટ નીચે ઊતરી ગયો અને જીવ બચાવ્યો.'
“એક વખત હું મારા બાપા સાથે હીરા અને મોતી વગેરેનું ઝવેરાત બતાવતો હતો ત્યારે જોનાર વ્યક્તિમાંથી એક વ્યક્તિએ પોતાના ગાલફોરામાં (મોઢાનાં) બે કિંમતી મોતી ભરાવ્યાં. અમે અમારાં મોતી ગણ્યાં, તો તેમાં બે મોતી ઓછાં હતાં. પેલી વ્યક્તિએ કહ્યું કે તમારો માલ છે. અહીં જે કાંઈક પડ્યુ હોય । તે જોઈ લો. અમે બધે તપાસ કરી પણ બે મોતી ઓછા હતાં. મને ખ્યાલ આવી ગયો કે સામી વ્યક્તિએ | ગાલફો૨ામાં મોતી ભરાવ્યાં હતાં. મારા બાપા વિચાર કરતા રહ્યા, અને મેં ઊઠીને સામેની વ્યક્તિને બેI તમાચા ચોડી દીધા. મોતી તરત બહાર નીકળ્યાં. અમે અમારો માલ લઈ વિદાય થયા.”
જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય]
[૧૯૫