________________
-
મળવું જોઈએ. કારણ કે ધર્મઅનુષ્ઠાનમાં સાધુ ભગવંતોનું માર્ગદર્શન અને નિર્ણય એ જ આખરી છે. તમે સાધુઓ સાથે ઘનિષ્ઠ પરિચય ધરાવો છો. તો સાધુ મહારાજ તરફથી શેરડીનો પ્રક્ષાલ બંધ કરવાનું સૂચવવામાં
આવે તેવો કાંઈક પ્રયત્ન કરો. દાદાના ગભારામાં ભગવાનની પૂજાના સ્થળે આ કીડીઓની થતી હિંસા જોઈ | મારું હૃદય કંપી ઊઠે છે. તમે કાંઈક પ્રયત્ન કરો”.
મેં આ માટે વિચાર કર્યો કે અમારા પક્ષના સાધુ મહારાજો પાસેથી આ માટે સહીઓ મેળવવી બહુ | મુશ્કેલ નથી, પણ બે તિથિ પક્ષના સાધુ મહારાજો અને તેમાંય ખાસ કરીને તેના આગેવાન વિજય રામચંદ્રસૂરિ.
મ. પાસેથી સહી મેળવાય તો આ કામ પતી જાય. પણ તેમની સાથેનો મારો સંબંધ મીઠો નથી. એટલે આ 1 કામ મારાથી કરવું અશક્ય છે. આમ છતાં સારું કામ છે, જીવહિંસાને અટકાવવાનું કામ છે. માટે પ્રયત્ન i તો કરવો, એમ માની મેં પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો.
(૪)
| સારા દિવસે કુમુદભાઈ વેલચંદ રાયચંદને મેં બોલાવ્યા. મેં કહ્યું, “મારે રામચંદ્રસૂરિને ખાસ મળવું! ' છે. તે એકલા હોય ત્યારે તેમનો ટાઈમ લઈ લો.” તે રામચંદ્રસૂરિજી મ. ને મળ્યા. અને મને ટાઈમ લઈ, ' કહ્યું, “તમે કાલે બપોરે ત્રણ વાગ્યા પછી જ્ઞાનમંદિર આવો”. હું, કુમુદભાઈ જ્ઞાનમંદિર ગયા. પૂ. મહારાજ 1 સાથે આડીઅવળી વાત કર્યા પછી વર્ષીતપનાં પારણાં પ્રસંગે શેરડીના રસની પ્રક્ષાલની વાત કરી અને કહ્યું, |“શેરડીના રસથી અસંખ્ય કીડીઓ ઊભરાય છે અને તેની હિંસા થાય છે. આ માટે કાંઈક કરવું જોઈએ. તેj
કરવા માટે બધા સાધુઓનો આદેશ પેઢીને થાય તો આ કામ પેઢી બંધ કરવા ઇચ્છે છે. આપ તેમાં સંમતી | થાઓ તો તમારા પછી બીજા બધા સાધુ મહારાજોની સહી મેળવી પેઢીને હું આપું. અને તેને લઈ પેઢી! - શેરડીના રસનો પ્રક્ષાલ બંધ કરે”.
મ.શ્રીએ કહ્યું “આ કેટલા વરસથી થાય છે ?” મેં કહ્યું, “૬૦ વર્ષથી તો પેઢીમાં દાખલો છે." તેમણે કહ્યું, “તો આજ સુધી કેમ કોઈએ અટકાવ્યું નહિ ?” મેં કહ્યું, “કોઈએ સક્રિય પ્રયત્ન નહિ કર્યો; Tહોય.” તેમણે આગળ વધતાં કહ્યું, “આ માટે મારે શાસ્ત્ર અને બીજું સાહિત્ય જોવું જોઈએ. પછી હું તમને | નિશ્ચિત જવાબ આપું.” મેં કહ્યું, “ભલે ! આપ જુઓ. અઠવાડિયા પછી હું આવું !” તેમણે કહ્યું, “સારું,! , અઠવાડિયા પછી મળજો.”
| દસ દિવસ બાદ ફરી કુમુદભાઈ દ્વારા મહારાજનો સમય માંગી હું તેમને જ્ઞાનમંદિરમાં મળ્યો. તેમણે I કહ્યું, “શાસ્ત્રમાં શેરડીના રસનો પ્રક્ષાલ કરવાનું વિધાન છે.” મેં કહ્યું, “ભલે વિધાન હોય, પણ અહીં તો! | આદેશ્વર ભગવાને શેરડીના રસથી પારણું કર્યું છે. શેરડીના રસથી ભગવાનને નવરાવ્યા નથી. જયારે 1 વર્ષીતપનાં પારણાંમાં તો ભગવાનને શેરડીનો રસનો પ્રક્ષાલ કરવામાં આવે છે તે કોઈ રીતે યોગ્ય નથી.
શાસ્ત્રમાં ભગવાનનાં પારણાના બદલે ભગવાનનો પ્રક્ષાલ કરવાનું વિધાન હોય તો બતાવો”. તે વિચારમાં i પડ્યા. તેમણે મને કહ્યું, “તમારા પક્ષના સાધુઓની સહીઓ લો. પછી હું આ સંબધી વિચારીશ.” મેં કહ્યું,
======= ================ ========= અખાત્રીજનાં પારણાં
[૧૪૭
-
-