________________
| ‘મહારાજ ! અમારા સાધુ મહારાજો અને તમારા વચ્ચે ખૂબ અંતર છે. એટલે ઠેકાણું પાડવું હોય અને આ ' કરવા યોગ્ય લાગે તો એક મુસદ્દો કરી આપ સહી કરો. અમારે ત્યાં સહી કરાવવાની ખાસ મહેનત નહિ! પડે,” આ વાત તેમને ગળે ઊતરી અને તેમના જ હસ્તાક્ષરમાં એક મુસદ્દો તૈયાર કર્યો. તે મુસદ્દો એવો હતો કે શેરડીના રસના પ્રક્ષાલથી અસંખ્ય કીડીઓની હિંસા થાય છે. તો આથી એવું કરવું ઉચિત લાગે છે કે પહેલી બોલી બોલનાર મંગલ ખાતર સો ગ્રામ જેવા શેરડીના રસનો પ્રક્ષાલ કરે, અને ત્યારબાદ મોટા । હું દેગડામાં પા કિલો કે અડધો કિલો શેરડીનો રસ નાખી પાણી અને દૂધનો પ્રક્ષાલ કરવો”. આવી મતલબનો | | એક મુસદ્દો ઘડ્યો. અને તેમાં તેમની સહી લીધી. ત્યારબાદ બીજા બધા આચાર્યોની પણ સહીઓ લીધી. એટલું | જ નહિ, ખરતરગચ્છ, અચલગચ્છ, ત્રિસ્તુતિક ગચ્છ વિગેરે બધાની સહીઓ લીધી. કારણ કે બધા કીડીઓની! હિંસા થાય તે ખોટું તો માનતા જ હતા. આ બધાની સહીઓ લઈ તે મુસદ્દો આણંદજી કલ્યાણજી પેઢીને સોંપ્યો.
1
(૬)
આણંદજી કલ્યાણજીની પેઢીએ આ મુસદ્દા પરની સહીઓ આવ્યા પછી પેપરમાં જાહેર કરવાનું | |રાખ્યું. તેમાં એવો વિચાર રાખ્યો કે સહીઓ સાથેનો મુસદ્દો છપાવીશું તો કોઈ આચાર્યની સહી નહિ આવી! હોય તો તેને ખોટું લાગશે. આથી તેણે એવું છપાવ્યું કે “જૈન સંઘનાં તમામ ગચ્છનાં આચાર્યોએ જે આજ સુધી શેરડીના રસનો પખાલ થતો હતો તે કીડીઓની હિંસા થવાને લીધે બંધ કરવાનો આદેશ કર્યો છે. અને માત્ર ઉપચાર માટે દૂધ અને પાણીના દેગડામાં થોડોક રસ ભેળવવો”. આ થવાથી પાલિતાણામાં દાદાના દરબારમાં શેરડીના રસનો પ્રખાલ થતો હતો તે બંધ થયો. પાલિતાણાના અનુકરણ રૂપે મુંબઈ, અમદાવાદ | વિગેરે ઠેકાણે પણ શેરડીના રસનો પ્રક્ષાલ થતો હતો તે બંધ થયો, અને કીડીઓની થતી હિંસા અટકી ગઈ. I આ કાર્યને હું મારા જીવનનું મહાન સુકૃત કાર્ય માનું છું.
(૭)
આ બધુ છતાં અખાત્રીજનો દિવસ નક્કી આવ્યો ત્યારે પાલિતાણામાં ભેગા થયેલા યાત્રિકો પૈકી | મુંબઈના કેટલાક ધનવાન યાત્રિકો, અને તેમાંય ખાસ કરીને રામચંદ્રસૂરિના ભક્ત યાત્રિઓએ ધાંધલ મચાવી| |કે અમે તો પહેલી બોલી બોલીશું તો અમારા કુટુંબનાં જેટલા સભ્યો હશે તેની પાસે શેરડીના રસનો પ્રક્ષાલ કરવાનો આગ્રહ રાખીશું. અમને કોણ રોકે છે તે જોઈશું. મને શ્રેણિકભાઈ શેઠ તરફથી કહેવામાં આવ્યું તમે પાલિતાણા જાઓ. હું પાલિતાણા ગયો. હસ્તગિરિમાં રામચંદ્રસૂરિજી મ. તે વખતે બિરાજતા હતા. તેમની પાસેથી ફરી આદેશ લઈ જાહેર કરાવ્યું કે શેરડીના રસનો પ્રક્ષાલ બંધ કરવાનો છે. મુંબઈવાળા જે । આદેશ લેવાની ઇચ્છાવાળા હતા તેમને આદેશ ન મળ્યો. એક મારવાડી ભાઈને મળ્યો. તેનો તો કોઈ આગ્રહ Iહતો જ નહિ. આમ, પહેલા વર્ષે શેરડીના રસનો પ્રક્ષાલ બંધ થયો. ત્યારબાદ પણ તે બંધ સતત ચાલ્યો અને I કીડીઓની હિંસા થતી અટકી. આનું અનુકરણ ગામેગામનાં સંઘોએ કર્યું.
૧૪૮]
܀܀܀
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા