________________
વિભાગ - ૯
લગામ- 6)
૧. આબુવાળા શાંતિસૂરિ મ.ના સંબધી
હું પતાસાપોળ ભઠ્ઠીની બારીએ લક્ષ્મીચંદ ગગલદાસના મકાનમાં રહેતો હતો. તે સાલ પ્રાયઃ વિ.સં. i૧૯૯૧ની હતી. તે વખતે મારી ઉંમર ૨૬ વર્ષની હતી. અમદાવાદમાં બાલાભાઈ કકલની પાઠશાળા જે મહાવીર સ્વામીના દેરાસરના ઢાળ ઉતરતા આવેલી છે ત્યાં ત્રણ કલાક ભણાવતો હતો. તેમજ સાધુઓને
છૂટક-છૂટક ભણાવતો અને ટ્યુશન કરતો હતો. એ દરમ્યાન હું શરૂઆતમાં લલ્લુ રાયજીની બોર્ડિગમાં પણI : સવારે ધાર્મિક ભણાવતો હતો.
મને યાદ છે તે મુજબ ડૉ. દિનકરભાઈ કૉલેજમાં અર્ધમાગધી ભણતા હતા. તેમને સવારે પાંચથી Tછ ભણાવતો અને પરમ પૂજય પન્યાસ ધર્મવિજયજી મ.ની પ્રેરણાથી જગાભાઈ ભોગીલાલ નાણાવટીને ત્યાં
પણ સાંજે બે કલાક ભણાવતો. જગાભાઈ ભોગીલાલના ત્યાં શ્રીયુત કાંતિલાલ ભોગીલાલના પુત્રો તથા! . જગાભાઈ શેઠનાં પુત્ર-પુત્રી પરિવાર મારી પાસે ભણતાં હતાં. આમાં શશીકાંત, રમણકાંત, નલિનીકાંત,
અને નલિનીબેન ભણતાં હતાં. આ છોકરાઓ ધાર્મિક ભણતા હતા. અને નલિની કોલેજમાં ભણતી હોવાથી i મારી પાસે સંસ્કૃત ભણતી હતી. તે ઉપરાંત બપોરના ૪-૦૦ વાગ્યે જગાભાઈનાં માતુશ્રી જાસુદબા પણ મારી T પાસે ધાર્મિક કથા વાર્તા સાંભળતાં હતાં. ! શ્રીજગાભાઈ ભોગીલાલ પહેલાં મુંબઇમાં શેર બજારનો ધંધો કરતા હતા. તેઓ કસ્તુરભાઈ શેઠના!
બનેવી થાય. તે નાતે તેમણે પાછળથી નૂતન મિલ શરૂ કરી. આ નૂતન મિલના ખાત મુહૂર્ત વખતે પણ હું i તેમને ત્યાં ભણાવતો હોવાથી તેના ખાત મુહૂર્તમાં મેં રસ લીધેલો.
શ્રીજગાભાઈ શેઠના નાનાભાઈ પાંતિલાલને જ્યોતિષ તથા નિમિત્તશાસ્ત્રનો સારો શોખ હતો.T ! તેમની પાસે ચન્દ્રોન્ઝીલન વિગેરે ગ્રંથો હતા તે મને આપેલા. તેનું મેં મારી શક્તિ મુજબ ભાષાંતર વિગેરે.
કરેલું. તેમનો સંબંધ મારી સાથે મિત્ર જેવો થયેલો. તેઓ મારે ઘેર ઘણી વાર આવતા અને હું પણ તેમના; i ઘેર ઘણી વાર જતો. આ ઉપરાંત કાંતિભાઈ, શાંતિભાઈ અને પાંતિભાઈ આ ત્રણે ભાઈની પત્નીઓ પણ | મારી પાસે ભણતી. તેઓને હું ધાર્મિક ભણાવતો અને ધાર્મિક વાતો કહેતો.
====== === ============== === ====== (આબુવાળા શાંતિસૂરિ મ.ના સંબધી]
[૧૪૯ -- - - - - - - - - - - - –
|