________________
આમ તેઓના ઘર સાથે અને તેમને લઈ તેમના સગાઓ સાથે પણ મારો ગાઢ પરિચય હતો. તેમને ત્યાં વાર તહેવારે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે તેમના કુટુંબીની પેઠે બોલાવતા. અને કોઈને કોઈ સારી વાનગી તેમને ત્યાં થઈ હોય તો મારે ઘેર મોકલતા. આ કુટુંબના કર્તા હર્તા જગાભાઈ શેઠ હતા. તેમનો બોલ આખું કુટુંબ ઝીલતું. મને યાદ છે તે મુજબ નૂતન મિલ શરૂ કર્યા બાદ પણ એમને ત્યાં કોઈ દિવસ રાત્રિ ભોજન થતું ન હતું. પણ મિલનાં વ્યવહારના કારણે રાત્રિભોજનની શરૂઆત થઈ. આ વસ્તુ તેમનાં માતુશ્રી જાસુદબાને ન ગમી. તેમણે એક દિવસ રસોઈયા અને નોકરને કહ્યું કે તમે કાલથી તમારા શેઠિયા આ| Iછોકરાઓને કહી દેજો કે રાત્રે જમવાનું આ રસોડામાં હું જીવું છું ત્યાં સુધી નહિ બને. તમારે રાત્રે જમવું.
હોય તો તમારી વહુઓને કહી દેજો કે તમારું ભાણું તેમના રૂમમાં લઈ જાય. આ ઘરના રસોડે રાત્રિ-ભોજન. 'નહિ થાય. | નોકરોએ જાસુદબાનો ઓર્ડર શેઠિયાઓને કહ્યો અને બ્રીજે દિવસથી જ રાત્રિ-ભોજન બંધ થયું. 1
તેમનું રસોડું સાધુ-સાધ્વીઓ માટે, વહોરાવવાનું અને ઉકાળેલા પાણી માટે, અભંગ દ્વાર હતું.' 1 જાસુદના ખૂબ જ ધર્મિષ્ઠ અને મક્કમ હતાં.
(૧૨) આ કુટુંબના શેઠિયાઓ આબુવાળા શાંતિસૂરિના ખૂબ જ ભક્ત હતા. તેઓ અવારનવાર આબુI 1જતા. ત્યાં થોડા દિવસ રહેતા અને જે કાંઈ પોતાની મુશ્કેલી હોય તે મહારાજ પાસે રજૂ કરી તેમની પાસેથી!
જયોતિષ, નિમિત્ત વિગેરે દ્વારા પ્રત્યુત્તર મેળવી આનંદ પામતા. | દિવાળીના વેકેશનના દિવસ હતા. બોર્ડિંગ વિગેરેમાં રજાઓ હતી. જગાભાઈ શેઠે મને કેહ્યું, | T“પંડિતજી ! હું આબુ જાઉં છું. તમે મારી સાથે આબુ પધારો. આનંદ આવશે. યોગી શાંતિસૂરિજીને મળશો,T Jતો તમને ઘણુંઘણું જાણવાનું મળશે”. મેં હા પાડી અને સારા દિવસે તેમની સાથે જવાનું નક્કી કર્યું. | હું તેમની સાથે તે વખતનાં જૂના અમદાવાદ સ્ટેશને ગયો. તેમણે તેમની ટિકિટ ફર્સ્ટ ક્લાસની jકરાવી અને ફર્સ્ટક્લાસની જોડે સર્વન્ટનો રૂમ ગાડીમાં રહેતો, તેમાં મારી વ્યવસ્થા કરી. આ સર્વન્ટ રૂમમાં Jપાણી, પથારી વિગેરેની બધી વ્યવસ્થા હતી. પણ મને તેમનું આ મારી સાથેનું અંતર ગયું નહિ. !
અમે આબુ ગયા. શાંતિસૂરિ મ. દેલવાડાના દેરાસરમાં પેસતાં નાકા પરના ઉપાશ્રયમાં બિરાજતા હતા. તેમની પાસે તે વખતના લીંબડીના ઠાકોર અને રજવાડાના બીજા દરબારો તથા મુંબઈ, અમદાવાદના મોટા શેઠિયાઓ ઘણા આવતા. તે કહે ત્યાં સુધી તેઓ રહેતા. અને મ. ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખતા. |
મહારાજને મળ્યો. તેમની સાથે ખૂબ જ ભળી ગયો. તેમણે મને ચન્દ્રોન્મીલન વિગેરે ગ્રંથોની! પૃચ્છા કરી. મેં તે સંબધી જે લખ્યું હતું તે મને બતાવ્યું. મ.મારી સાથે ખૂબ ભળી ગયા અને બધાને બહાર
કાઢી મારી સાથે વાતો કરતા. તેમની એક ખાસિયત હતી કે બધાને બહાર કાઢવા હોય ત્યારે ઓમ શાંતિ ! | ઓમ શાંતિ ! કહી હાથ હલાવે એટલે બધા ચાલ્યા જાય. લોકો કહે છે તે મુજબ તેઓ ભરવાડ જ્ઞાતિના હતા. પણ રાજસ્થાનના આસપાસના પ્રદેશમાં તેમની ખૂબ સુંદર છાયા હતી અને કેટલાક ભક્તો તો તેમનેT પ્રભુ જેવા માનતા.
===== ૧૫૦]
== = = == = = === = = === = ==
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - -