SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નેમુભાઈની વાડીના ઉપાશ્રયમાં મહારાજ હતા તેના ત્રીજે માળે રહેતો. અમદાવાદથી સુરત ઘર વસાવ્યું નહોતું. જો કે ઘર ભાડે લેવાનું નક્કી કર્યું હતું. પણ સુરતમાં રહેવું કે અમદાવાદમાં રહેવું તેની દ્વિધામાં હતો. મારી પાસે જે પુસ્તકો જયાનંદ કેવળી ચરિત્ર, પ્રમાણનયતત્ત્વ |લોકાલંકાર વિગેરે છપાયેલા હતા તે બધાં મેં પૂજ્ય આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજને પાંચથી છ હજારમાં | |આપી દીધા હતા. પુસ્તકના ધંધામાંથી ફારગત થઈ ગયો હતો. સુરત જવાનું લગભગ નક્કી કર્યું હતું. પણ ત્યાં મચ્છરનો ત્રાસ હોવાથી આ વિચાર નિશ્ચિત થતો ન હતો. હું સુરતથી અમદાવાદ આવ્યો. મેં મારાં ધર્મપત્નીને સુરત જવાની વાત કરી. તે તેમને ન રૂચ્યું હું સુરત ગયો અને મહારાજશ્રીને કહ્યું કે તમે મારી ચિંતા ના કરશો. હું ભણેલ માણસ છું એટલે મને ભણાવવાનું મળી રહેશે. મહારાજને દુઃખ હતું કે ગૃહસ્થોએ ।કશું કર્યું નથી, અને આને નોકરી છોડાવી દીધી છે તે વાજબી કર્યું નથી. હું નિશ્ર્ચિત હતો. અમદાવાદ આવ્યો 1અને ટ્યુશનો વિગેરે શરૂ કર્યાં. મારો પર્વતિથિ નિર્ણય પુસ્તકના પ્રકાશન અને તે અંગે થયેલા કેસમાં અનુભવ એ થયો કે સાધુ |મહારાજના ઘણાખરા ભક્તો ગમે તેવા ધર્મી હોય પણ તેમના અમદાવાદના ભક્તોમાં તો ખરેખરા અમદાવાદી Iલાગ્યા છે. ચીમનભાઈ, ગિરધરભાઈ અને મોહનભાઈ આ ત્રણે સાગરજી મહારાજના ખાસ ભક્તો ગણાતા હતા, અને આ બધા કામમાં સક્રિય રસ લેતા હતા. તેમના ભરોસે કોઈ સાધારણ શક્તિવાળાએ કામ કર્યું હોત તો તે દુ:ખી દુ:ખી થઈ જાત. મારી પાસે ભણતર હતું અને આ સિવાય બીજા ઘણા સારા સંબંધો હતા, તેથી ખાસ વાંધો ના આવ્યો. પણ તિથિચર્ચા અને પર્વતિથિ નિર્ણયના કેસ પછી ભણવા-ભણાવવાની જે લાઈન હતી તે ધીમે ધીમે છૂટી ગઈ. અને વિક્રમ સંવત ૨૦૦૪ પછી પ્રેસની લાઈનમાં પડ્યો. આ પ્રેસની લાઈન |લીધા છતાં અને મહારાજશ્રીના ભક્તો દ્વારા કશું કારગત નથી તેવું જાણ્યા છતાં આ તિથિનો રસ છૂટ્યો નહિ. |અને હું સતત તેમાં ગળાબૂડ રહ્યો. પરિણામે પછીના દસથી બાર વર્ષ આડા અવળા ગુમાવ્યાં. પછી ભાન થયું કે પોતાના ધંધાને નુકસાન પહોંચાડીને કાંઈ કામ કરવું નહિ. અને જે કાંઈ કામ કરવું હોય તે અમદાવાદમાં રહી કરવું. સાધુ મહારાજના કાગળ આવે કે તાર આવે ત્યારે દોડી ન જવું. આથી મેં વિક્રમ સંવત ૨૦૧૮ પછી આનો અમલ કર્યો. અને ત્યારથી જ આર્થિક સ્થિતિ સુધરી. ત્યાં સુધી તો સાધુઓ પાછળ ફર્યા જ કરું છું. (૧૩) વિક્રમ સંવત ૨૦૦૪માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. હવે આ વખતે સંઘમાં શી વ્યવસ્થા થશે તેની સૌ વિચારણામાં હતા. કેમકે વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં જેમણે ભાદરવા સુદ ૬ નો ક્ષય કર્યો હતો તેઓમાંના મોટા ભાગે ૧૯૯૨ અને ૧૯૯૩માં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ વખતે [છઠની વૃદ્ધિ ન કરતાં આરાધ્ય પંચમીના આગળના દિવસે ચોથ અગર ત્રીજની વૃદ્ધિ કરી રવિવારે અને I ગુરૂવારે સંવત્સરી કરી હતી. તેઓ આ વખતે કદાચ ભાદરવા સુદ છઠનો ક્ષય નહિ કરે તેવી ભીતિ આચાર્ય ! વિજય પ્રેમસૂરિ વિગેરે બે તિથિ પક્ષના આચાર્યને હતી. અને તેમ થાય તો હંમેશને માટે પર્વતિથિઓ અને સંવત્સરીમાં કાયમનો ભેદ રહે. અને આપણો પક્ષ (પ્રેમસૂરિજીનો પક્ષ) હંમેશને માટે નાનો રહે. ૭૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy