________________
| ચિંતા કરશો નહિ. મારી હાજરીમાં જ બીજાને તૈયાર થવા દો.' બધાયે ખૂબ વિરોધ કર્યો. પણ શેઠ મક્કમ| હોવાથી તેમણે રાજીનામું આપ્યું.
(૧૭)
આ બધું થયા પછી શ્રીયુત રતિલાલ દીપચંદે એવી વાત મૂકી કે પાલિતાણા ગિરિરાજ ઉપરનો નૂતન | મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ ઘણા વર્ષે થયો છે અને તે ઘણા વાવંટોળમાંથી પસાર થઈ યાદગાર બન્યો છે. તો Iતેના અહેવાલનું એક પુસ્તક તૈયાર થાય તો વધુ સારું. જતે દિવસે આ બધું વિસરાઈ જશે. પુસ્તક હશે તો! તે યાદગાર રહેશે. શેઠને આ વાત કરી. શેઠે તેની સંમતિ આપી. પેઢી પાસે અને બીજા પાસે જે વિગત હતી તેનો સંગ્રહ કરી રતિલાલે ગિરિરાજ ઉપરનાં નૂતન મંદિરના પ્રતિષ્ઠાના અહેવાલનું એક પુસ્તક છપાવ્યું જેમાં પ્રાસ્તાવિક તરીકે લખવાનું મને સોંપવામાં આવ્યું. આ રીતે ગિરિરાજ ઉપરનાં નૂતન મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ એ જૈન સંઘમાં યાદગાર રીતે ઊજવાયો.
પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ]
11
"I
II
[૧૪૫