________________
(૧૫)
પ્રતિષ્ઠાના દિવસે ટાઈમ્સ ઑફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર, સંદેશ વિગેરેના ખબરપત્રીઓ પાલિતાણા ગિરિરાજ ઉપર આવ્યા હતા. પેપરોમાં પ્રકાશિત કરવાનું કાર્ય મહેન્દ્રભાઈ ફડિયા અને રમણલાલ ગાંધીને સોંપાયું હતું. તેઓએ આ ખબરપત્રીઓને શેઠની સાથે મેળવી ગિરિરાજની બધી વિગતો પ્રાપ્ત કરી હતી અને |આંખે દેખ્યો બધો અહેવાલ પોતપોતાનાં પેપરોમાં પ્રસિદ્ધ કર્યો હતો.
પ્રતિષ્ઠા અગાઉ જે ઊહાપોહ થયો હતો અને તેને લઈને બીક હતી કે ઊહાપોહ કરનારા કાંઈને કાઈ વિઘ્ન નાખશે. તેની સાવચેતી રાખવા માટે શેઠે સરકાર તરફથી આ તોફાન કરનારાઓને પકડવા માટે કો૨ા વોરંટો કઢાવી રાખ્યાં હતાં. અને પોલિસની વ્યવસ્થા ઉપરાંત સાધ્વીઓ વિગેરે કોઈપણ જાતનો અંતરાય કરે તો સ્ત્રી પોલિસની પણ વ્યવસ્થા રાખી હતી. એટલું જ નહિ, પણ કોઈ ડ્રિસ્ટ્રીકટ કોર્ટમાંથી મનાઈ હુકમ લઈશું |આવે તો તેના આગોતરા પ્રતિકાર માટે ખાસ ખાસ કોર્ટોમાં કીોને પણ રોક્યા હતા. પરંતુ શાસનના સદ્ભાગ્યે આવું કશું બન્યું નહિ. વિરોધ કરનારા સમજી ગયા કે આપણા વિરોધના પ્રતિકાર માટે જડબેસલાક વ્યવસ્થા છે. એથી કાંઈ બન્યું નહિ. પ્રતિષ્ઠા સાંગોપાંગ સારી રીતે ઊજવાઈ.
આ પ્રતિષ્ઠા સારી રીતે ઊજવાયાથી શેઠને ખૂબ આનંદ થયો. તેમને પોતાનાં આ પચાસ વર્ષમાં| પેઢીના વહીવટ દરમ્યાનના ગાળામાં આ એક કપરી પરીક્ષા હતી. તેઓ પેઢીમાંથી નિવૃત્ત થવા ઇચ્છતા હતા. પણ આ કાર્ય સંપન્ન કરીને જ નિવૃત્ત થવાનું રાખ્યું હતું.
(૧૬)
ગિરિરાજ ઉપરનાં નવા મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગને અનુરૂપ એક સંસ્કૃત ભાષામાં લેખ તૈયાર કરવામાં |આવ્યો. આ લેખ નેમિસૂરિ મ.ના યુવાન સાધુઓએ તૈયાર કર્યો હતો. અને તે નૂતન પ્રાસાદમાં પેસતાં I જમણી બાજુઓ ચોંટાડવામાં આવ્યો. આજે પણ તે ચોંટાડેલ છે. આ લેખની એક કેપ્સુલ તૈયાર કરી જમીનમાં પણ દાટવામાં આવી, જે કાળાંતરે કામ આવે.
પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા બાદ શેઠે અમદાવાદમાં ઑલ ઈન્ડિયાના પ્રતિનિધિઓની એક મિટિંગ |પાનકોર નાકે બોલાવી. આ મિટિંગમાં જેઓએ પ્રતિષ્ઠાના કાર્યમાં સાદ્યંત (આદિથી અંત સુધી) ભોગ આપ્યો હતો તેને અભિનંદનપત્ર આપવાનું રાખ્યું. આ બધાને અભિનંદન પત્ર આપવાનું લખાણ કરવાનું મને સોંપવામાં આવ્યું. મેં કલ્યાણભાઈ ફડિયા, ફુલચંદભાઈ કારીગર વિ.વિ.નાં અભિનંદન પત્રોનું લખાણ તૈયાર કર્યું અને શેઠને વંચાવ્યું. શેઠે મને કહ્યું, મારે તમને સૌથી પહેલાં અભિનંદન પત્ર આપવાનું છે. કેમકે તમે પહેલેથી છેક સુધી મારી સાથે આ કામમાં મદદરૂપ રહ્યા છો. માટે તમારું અભિનંદન પત્ર મારી પાસે ।લખનાર કોઈ નથી, તો તમે જ લખો. મેં કહ્યું, એ કદાપિ ન બને. શેઠે કહ્યું, “હું કોઈને કહીશ નહિ.” །મેં કહ્યું, “તમે કહો કે ના કહો, પણ મારાથી તે લખાય જ નહિ.” છેવટે તે કામ તેમણે રતિલાલ દીપચંદ ! દેસાઈને સોંપ્યું. તેમણે મારું અભિનંદન પત્ર લખ્યું. આમ હું અને મારી સાથેના બીજા બધાને શેઠના હસ્તક આણંદજી કલ્યાણજીની જનરલ મિટિંગમાં અભિનંદન પત્રો મળ્યાં.
।
આ જ મિટિંગ વખતે શેઠે પોતાના પેઢીમાંથી પ્રમુખપદના રાજીનામાની વાત છેડી. બધાયે ખૂબ વિરોધ કર્યો. શેઠે કહ્યું, “ભલે હું રાજીનામું આપીશ, પણ પેઢીના કામમાં હું રસ લેતો બંધ નહિ થાઉં તેની|
૧૪૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા