________________
I દૂરદૂરથી વિહાર કરી પધાર્યા. તપગચ્છના સાધુઓ ઉપરાંત ખરતરગચ્છ વિ.ગચ્છના મુનિભગવંતો પણ પધાર્યા. સાધુ-સાધ્વીઓ માટે વૈયાવચ્ચની ખૂબ સુંદર વ્યવસ્થા થઈ. દરેક કમિટીના કન્વિનરોને કોઈ પણ
જાતની અગવડ ન પડે તે માટે શેઠે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રતિષ્ઠા પ્રસંગની એક લેટર પેપર 1 બુક આપી અને તે જે કાંઈ ખર્ચ કરે તેનાં નાણાં ચૂકવવાનો પેઢીનાં કેશિયરને ઓર્ડર કર્યો. પાલિતાણામાં 1 ખુરશી ટેબલ પૂર્વકની હજારો માણસો જમે તેવી વ્યવસ્થાપૂર્વકની નવકારશી થઈ. ગિરિરાજ ઉપર પણ દાદાના દરબારમાં પણ વ્યવસ્થિત પૂજા પ્રક્ષાલ થાય અને કોઈને કોઈ અડચણ ન પડે તેવી સંપૂર્ણ વ્યવસ્થા થઈ. આમ, આ ઉત્સવ યાદગાર ઊજવાયો.
(૧૩)
આ પ્રતિષ્ઠા પ્રસંગનો વરઘોડો નીકળ્યો તેમાં અમદાવાદ, મુંબઈ અને ગામેગામના સંઘો અને તેના! | આગેવાનો હતા. આ વરઘોડો ચાલતો હતો તે દરમ્યાન શેઠ ભોગીલાલ લહેરચંદ, શેઠ જીવાભાઈ વિગેરે
આગેવાનોએ કહ્યું કે આજે રાતે બોલીની ઉછામણી છે તે વખતે શેઠને આ પ્રસંગે ગામેગામના સંઘો તરફથી | અભિનંદન પત્ર અપાય તો સારું. આ વાત કરી ત્યારે સાંજના ૪-૩૦ કે પ-00 વાગ્યા હતા. મિટિંગ રાતના | આઠ વાગે મળવાની હતી. માનપત્ર લખવું, છપાવવું, એની ફેમ વિગેરે તૈયાર કરવી, શેઠની સંમતિ લઈ | આપવી, આ વિગેરે માટે સમય બહુ ઓછો હતો. છતાં મેં તે કરવાનું માથે લીધું. હું વરઘોડામાંથી નીકળી! | ગયો અને બહાદુરસિંગજી પ્રિન્ટિંગ પ્રેસની ઓફિસમાં બેસી માનપત્રનો પ્રાફટ તૈયાર કર્યો અને તે માનપત્ર! ; ભરત પ્રિન્ટરી વાળાને તાબડતોબ તૈયાર કરી છાપવાનું સોંપ્યું. સાથે સાથે તે પણ કહ્યું કે કોઈ સારી ફ્રેમથી; મઢાવી અમને સાડા આઠ વાગ્યા સુધીમાં મળી જાય તેમ કરો. તેણે તે મુજબ કરવાનું માથે લીધું.
(૧૪)
રાત્રે ૮-૦૦ વાગે પાલિતાણામાં ભેગા થયેલા ગામેગામના સંઘોની મિટિંગ મળી. તે મિટિંગમાં T ગિરિરાજ ઉપર જે દેરાસર (ભમતીવાળું) બંધાયું હતું તેના મુખ્ય મંદિરના મૂળનાયક વિગેરે ભગવંતોની!
બોલી બોલી આદેશ આપવાનું નક્કી થયું હતું તે મુજબ શ્રીયુત ફુલચંદભાઈ કારીગર બોલી બોલતા હતા.! ; તેમને મેં કહ્યું કે માન-પત્ર આવે ત્યાં સુધી તમે બોલી બોલવાનું થોડું લંબાવજો. તેમણે તે લંબાવ્યું અને [૯-૦૦ વાગ્યે માન-પત્ર આવ્યું.
આ માનપત્ર આવ્યું ત્યાં સુધી શેઠને કોઈ વાતથી વાકેફ કર્યા ન હતા. શેઠને તે જ વખતે કહ્યું કે | ગામેગામના સંઘો તરફથી આપને અભિનંદનપત્ર આપવાનો છે. માનપત્ર આવી ગયું છે. આ
. આપે આનાકાની કરવાની નથી. શેઠે આનાકાની કરી, પણ છેવટે અમારી વિનંતીનો વિજય થયો. શેઠને અભિનંદન પત્ર અપાયું. અને મુંબઈ અમદાવાદ વિગેરેના આગેવાનોએ તેને અનુલક્ષીને સુંદર શબ્દોમાં શેઠને નવાજયા. શેઠ ગળગળા થઈને આનો ઉત્તર આપ્યો. આ અભિનંદન પત્ર ટૂંક સમયમાં થયું હોવા છતા સારું થયું હતું અને | ગામેગામના સંઘોને તે ગમ્યું હતું.
========= ====== પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ
— — — — — — — — — —