________________
તમે ગયા હતા. મહારાજે વાત કાઢી નહિ તેથી પતી જાય છે. તમારા જવાથી અને કહેવાથી મહારાજ માનેj તેિમ લાગતું નથી” શેઠે કહ્યું, “જવાનું માંડી વાળીએ એ જ ઠીક લાગે છે.” બીજે દિવસે સવારે હું શેઠની! સાથે અમદાવાદ આવ્યો અને કૈલાસસાગરજી મ.ની વાત પડતી મૂકાઈ.
(૧૧) આ ચાલતું હતું ત્યારે તેમસાગરસૂરિ મ.ભાવનગર હતા. પ્રતિષ્ઠાની કંકોત્રીઓ મારે ત્યાં છપાતી] Tહતી. મેં શેઠને કહ્યું કે કોઈ ગમે તે એક પ્રોગ્રામમાં તેમસાગરસૂરિને આપણે સંકલિત કરી લેવા જોઈએ.. તેમની નિશ્રામાં કુંભસ્થાપના વિગેરે કરાવવાનું નક્કી કર્યું. હું તેમની સંમતિ લઈ આવ્યો. મને બીક હતી! કે કદાચ કૈલાસસાગરસૂરિ મ. ભાવનગર જાય અને હેમસાગરસૂરિ મને ભોળવે તો સાગર સમુદાયમાં નવી! મુશ્કેલી ઊભી થાય. એટલે આ માટે તેમની સંમતિ લઈ કંકોત્રીમાં તેમનું નામ દાખલ કર્યું અને કૈલાસસાગરસૂરિ jમને મેં કહ્યું કે “તમે તમારો વિરોધ તમારા પૂરતો રાખજો, પણ સુબોધસાગરસૂરિ વિગેરેને આમાં ભેળવશો
નહિ”. તે કબૂલ થયા. આ દરમ્યાન પધસાગરસૂરિને પણ હું ખંભાત વિગેરે ઠેકાણે મળ્યો હતો. આમાં પાલિતાણા ગિરિરાજના નૂતન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગમાં આપણા એકતિથિ પક્ષમાં ગાબડું ન પડે તેની/ પૂરેપૂરી કાળજી રાખી હતી.
(૧૨) આ પ્રતિષ્ઠાનો પ્રસંગ ખૂબ સારી રીતે યોજાય તેવી શેઠશ્રીની ભાવના હતી. પણ પેઢીનો મોટા Iભાગનો કારોબાર કેશુભાઈ શેઠ સંભાળતા હતા. તે ગણતરીબાજ અને કરકસરવાળા માણસ હતા. એટલે |આ પ્રતિષ્ઠા પ્રસંગમાં બહુ ખર્ચ થાય તે તેમની ભાવના ન હતી. તે તો એમ ઇચ્છતા હતા કે પ્રતિષ્ઠાના દિવસેT
અને આગલા એક બે દિવસે પાલિતાણા ભોજનશાળા દ્વારા ફ્રી જમવાની વ્યવસ્થા કરાવવી. મારી ઇચ્છા અને કલ્યાણભાઈ ફડિયાની ઈચ્છા ખૂબ શાનદાર રીતે આ ઉત્સવ ઊજવાય તેવી હતી. તેથી મેં શેઠને વાત કરી કે ગિરિરાજ ઉપરની આ પ્રતિષ્ઠા ખૂબ શાનદાર રીતે યોજાવી જોઈએ. શેઠે મને કહ્યું કે તમે લખીને લાવો, શું શું કરવું જોઈએ અને કેટલો ખર્ચ થાય. હું કલ્યાણભાઈને મળ્યો અને તેમની સાથે બેસીને નક્કી કર્યું કેj કેવી રીતે પ્રતિષ્ઠા ઊજવવી. આ માટે જુદી જુદી કમિટીઓની રચના કરવી. જેમકે સાધુસાધ્વીઓની વૈયાવચ્ચની! 1 કમિટી, ઊતારાની વ્યવસ્થા, પ્રતિષ્ઠાના દિવસો દરમ્યાન રોજ નવકારશી વિગેરે. આનો કાચો કાફ્ટ કરી | શેઠને આપ્યો. અને તેનો અંદાજિત ખર્ચ પણ કેટલો થાય તે પણ લખી શેઠને આપ્યો. શેઠે કહ્યું, “આ બધું કરવાનું. કશી કચાશ નહિ રાખવાની. ખર્ચની વ્યવસ્થા બધી થઈ જશે.” શેઠે આણંદજી કલ્યાણજી પેઢીમાં
અમદાવાદના આગેવાનોની મિટિંગ બોલાવી અને પ્રતિષ્ઠામાં ખર્ચ કરવાની રકમ જણાવી. જુદી જુદી વ્યક્તિઓને jઅમુક અમુક પૈસા ભેગા કરવાનું અને ખૂટતા પૈસા પોતે આપવાનું નક્કી કર્યું.
આ મુજબ વિધિકારકો, રસોઈયાઓ, કામ કરનારાઓ, આ બધાની વ્યવસ્થાની તડામાર તૈયારીઓ! ચાલી. એટલું જ નહિ, જે વિધિકારકો સંદિગ્ધ એટલે પ્રતિષ્ઠા પ્રસંગના વિરોધી લાગ્યા તેમને બદલે બીજી ટુકડીઓની પણ વ્યવસ્થા રાખી. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં પત્રકારોની મિટિંગ બોલાવી તેમને પ્રતિષ્ઠા વિગેરેનો અહેવાલ જણાવ્યો. પેપરોમાં સારા પ્રમાણમાં પ્રચાર થયો. શેઠ પોતે પ્રતિષ્ઠાના પહેલા દિવસે હાજર jરહ્યા. પેઢીના પ્રતિનિધિઓ તથા મુંબઈ અમદાવાદના આગેવાનો બધા પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સાધુ ભગવંતોનું
=============================== ૧૪૨]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા