________________
Iઉપર બધાની સહીઓ થઈ હતી. તેમને લાગ્યું કે સૌથી મોટો હું હોવા છતાં મને પૂછ્યા વગર, મારી દરકાર | lરાખ્યા વિના બધાએ સહીઓ કરી છે તે જોઈ માઠું લાગ્યું અને કહ્યું કે “હું સહી નહીં કરું, પણ તમે જે કરશો!
તે કબૂલ કરીશ”. શ્રા. વ. અમાસની રાતે મારા કાકાના દીકરાનું પથરણું પતાવી હું સુરત ગુયોમુંબઈથી 'રજનીકાંત આવ્યા. અમે બંને નવસારી ગયા અને સુબોધસાગરજીને મળ્યા. તે દિવસ ભા. સુ. ૧ નો હતો.'
સુબોધસાગર સૂ. ને અમે વાત કરી. તેમણે સહી કરી આપી. એટલું જ નહિ, પણ વ્યાખ્યાનમાં બોલ્યા કે lહવે તિથિ ચર્ચાનું બંધ થાય છે, અને શાસનમાં જય જયકાર થાય છે. આમ લગભગ બધાની સહીઓ થઈj ગિઈ, અને હું અમદાવાદ આવ્યો. નક્કી થયા મુજબ આ કાગળ શ્રેણિકભાઈને મોકલવામાં આવ્યો અને તેમનામાં દ્વારા આ પટ્ટકને જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ જાહેરાત સંવત્સરીના દિવસે કરાવવી તેમ નક્કી ! થયું. પરંતુ રમણલાલ વજેચંદ વિ. શ્રેણિકભાઈને મળ્યા અને કહ્યું કે “બે-ત્રણ દિવસ સબૂર કરો. અમે અને મુંબઈવાળા રામચંદ્ર સૂ.ને દબાવીશું અને તેમની સંમતિ મેળવી આપીશું. બેત્રણ દિવસ માટે ખોટો વિખવાદ ; iઊભો ન કરો”. શ્રેણિકભાઈની ઓફિસમાં રમણલાલ વજેચંદ સાથે મારી બેઠક થઈ અને મને કહેવામાં આવ્યું કે આ પટ્ટક બહાર પાડવા માટે આઠમ સુધી રાહ જુઓ. અને તે મુજબ આઠમ સુધી રાહ જોઈ.
(૨૫) શ્રીયુત શ્રેણિકબાઈ પાસે એક જ મુસદ્દા ઉપર બંને પક્ષના આચાર્યોની સહીઓવાળો કાગળ આવ્યો. અને તેમના દ્વારા જાહેર કરવાનું કહેવામાં આવ્યું. પણ આમાં ડહેલાવાળા રામસૂરિ મહારાજની સહી ન હોવાથી પૂજ્ય દેવેન્દ્રસાગર સૂરિ તથા આચાર્ય મેરૂપ્રભ સૂરિને લાગ્યું કે વર્ષો સુધી આપણી સાથે રહેલા અને | આપણી સાથે બેઠેલા તે સહી ન કરે તે વાજબી નથી. આથી દેવેન્દ્રસાગર સૂરિ મહારાજે રામસૂરિ મહારાજના! lભત્રીજા જે ઝવેરીપાર્કમાં રહે છે તે ગુણવંતભાઈને બોલાવી કહ્યું કે તમે રામસૂરિ મહારાજ પાસે એરોપ્લેનમાં ! જાવ અને તેમની સહી લઈ આવો. તેમની સાથે રામસૂરિ મહારાજ ઉપરનો એક કાગળ આચાર્ય દેવેન્દ્રસાગર;
સૂરિ અને મેરૂપ્રભસૂરિએ લખ્યો. તેમાં એવી મતલબ હતી કે ““શાસન ઐક્ય થાય છે, આપણું ઘણું સચવાય jછે. આપ સહી ન કરો તે ઠીક નથી. આપ સહી કરશો અને શાસન ઐક્યમાં આપ આપનો સહકાર | |આપશો”.
આ કાગળ લઈ ગુણવંતભાઈ મુંબઈ ગયા. અને રામસૂરિને તે કાગળ આપ્યો. પણ તેમણે સહી ; કિરવાને બદલે તેમણે નરેન્દ્રસાગરજી, કંચનસાગરસૂરિજી અને અભયસાગરજી વિ.ને તાર કરી જણાવ્યું કે “મેંj પિટ્ટકમાં સહી કરી નથી. પટ્ટકમાં મારો વિરોધ છે. અને દેવેન્દ્રસાગરસૂરિ આમાં સંમત ન થાય તેમ તમે કરો.'
પરિણામે દેવેન્દ્રસાગરસૂરિએ સહી કરી હતી છતાં તે ઢીલા પડ્યા. અને ભા.સુ. આઠમ સુધી રાહ જોઈ. પટ્ટકI બહાર પાડવાનો હતો તે બહાર પાડવાનો મોકૂફ રહ્યો.
પર્યુષણ બાદ ભા.સુ. આઠમ પછી મુંબઈના આગેવાનો તથા શ્રેણિકભાઈ શેઠ તથા હું ડહેલાવાળા | રામસૂરિને શાંતાક્રુઝમાં મળ્યા. પ્રારંભમાં શેઠ અને મહારાજ બંનેએ વાત કરી. ત્યારે મહારાજનું કહેવું થયું. કે “આમાં સામા પક્ષનું બધું સચવાય છે. આ પટ્ટકમાં ભા. સુ. ૫ ની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવાનું ! લખ્યું છે. તેને બદલે આ બે ક્ષયવૃદ્ધિમાંથી ગમે તે એક અમારું રાખો”. શ્રેણિકભાઈએ કહ્યું, “બધાંની સહીઓ થઈ ગઈ છે અને હવે તે કેમ બને ? વધુમાં આપે અગાઉ બે પટ્ટકના મુસદ્દા કર્યા હતા તેમાં તો સહી કરી ! ===============================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૧૦૦]
---------
–