________________
પહેલાં સાગરજી મહારાજ અમદાવાદ આવતાં ત્યારે વિદ્યાશાળાએ ઊતરતા. પણ હવે દાનસૂરિ | Iવિગેરે સાથે સંબંધ બગડવાથી અને તેઓ બધા વિદ્યાશાળાએ હોવાથી તેઓ ત્યાં ઊતરવાનાં ન હતા.' ગિરધરભાઈને બંગલે ગયા પછી ક્યાં ઊતરવું? નાગજી ભુદરની પોળે કે બીજે? તે નક્કી કરવાનું હતું.'
પૂ.નેમિસૂરિ મહારાજ આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હતા. તેમણે જોયું કે વિદ્યાશાળાનું ગ્રુપ અલગj હતું. તે ગ્રુપમાં સિદ્ધિસૂરિ, દાનસૂરિ, લબ્ધિસૂરિ વિગેરે હતા. બીજું ગ્રુપ નીતિસૂરિ મહારાજનું હતું. આ| ગ્રુપમાં વલ્લભસૂરિ, માણેકસિંહસૂરિ તથા બીજા છૂટક છૂટક સમુદાયો હતા. આ બધા દહેગામમાં ભેગા થયા ! હતા. જયારે નેમિસૂરિ મહારાજ પાસે પોતાનો સમુદાય અને મોહનસૂરિ વિગેરે હતા. તેમને મુનિ સંમેલન : બોલાવવાનું અને તેને સફળ કરવાની ભારે ચિંતા હતી. વાતાવરણ બરાબર ન હતું. સંઘની આબરૂનો પ્રશ્ન હતો. તેમણે સાગરજી મહારાજ તરફ નજર દોડાવી. તે રાજપુરથી વિહાર કરી એલિસબ્રીજના પુલ પર | આવ્યા ત્યારે તેમની સામે વિજ્ઞાનસૂરિ વિગેરેને મોકલ્યા અને તેમના દ્વારા કહેવડાવ્યું કે “મહારાજ તમને યાદ કરે છે અને આપે ત્યાં પધારવાનું છે”. સાગરજી મહારાજે જવાબમાં કહ્યું. “અમે હાલ ગિરધરભાઈનાં ! બંગલે જઈએ છીએ અને પછી મહારાજ સાહેબને મળશું.” પણ વિજ્ઞાનસૂરિએ કહ્યું કે ““આપે મહારાજ ! સાહેબને મળ્યા વગર આગળ જવાનું નથી”. સાગરજી મહારાજે કહ્યું, “જોઈશું !” ત્યાર પછી આગળ jચાલતાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પાસે લાવણ્યસૂરિ, અમૃતસૂરિ વિગેરે ઊભા હતા તે મળ્યા અને તું તેમણે પણ વિજ્ઞાનસૂરિની માફક કહ્યું. આનો જવાબ પણ સાગરજી મહારાજે “જોઈશું' કહી વાળ્યો. સાગરજી] મહારાજ આગળ ચાલતા ભગુભાઈ શેઠના બંગલા પાસેથી પસાર થાય તે અગાઉ ત્યાં આગળ ઉદયસૂરિ,I નિંદનસૂરિ વિગેરે ઊભા હતા. તેઓએ મર્થેણ વંદામિ કહી સાગરજી મહારાજને પૂજ્ય મહારાજ પાસે ! 'પધારવાનું કહ્યું. અહીં પણ સાગરજી મહારાજનો જવાબ ““પછી જોઈશું” એ હતો. પણ
પણ એ દરમ્યાન નેમિસૂરિ મહારાજે ગિરધરભાઈને ઉદ્દેશીને કહ્યું. ““પછી પછી શું કરો છો ? અંદર આવો !” સાગરજી : મહારાજ ભગુભાઈ શેઠના બંગલામાં દાખલ થયા. પૂ.નેમિસૂરિ મહારાજ સાથે પાટ પર બેઠા અને નેમિસૂરિ 1
સાગરજી મહારાજના સાધુઓને ઉપથિ છોડી નાખવા કહ્યું, અને સાથે નવકારશી કરી. અને જાણે જૂના મિત્રો ઘણા વર્ષે સાથે મળ્યા હોય એમ એકબીજા સાથે વાતે જોડાયા.
આ પછી દસેક વાગ્યાના સુમારે દાનસૂરિ, લબ્ધિસૂરિજી વિગેરે પૂ.નેમિસૂરિ મહારાજને મળવા નું Iઆવ્યા. તેઓ બંને આચાર્યોને સાથે બેઠેલા જોઈ આશ્ચર્ય પામ્યા. પરસ્પર સુખશાતા બાદ વાતનો પ્રારંભ થતાં પહેલાં નેમિસૂરિ મહારાજને આ લોકોએ કહ્યું કે “આપણે ખાનગીમાં વાત કરીએ.” નેમિસૂરિ મહારાજે! જવાબ આપ્યો : “આપણે મુનિ સંમેલનની વાત કરવાની છે. મારે કાંઈ કશું ખાનગી કરવાનું નથી. તમારે આપણા બધાની સાથે વાત કરવી હોય તો કરો. નહિતર તમને ઠીક લાગે તેમ કરો.” તેઓ આવ્યા હતા તેવા ચાલ્યા ગયા.
આ પછી અમદાવાદમાં ત્રણ મોટાં સામૈયાં થયાં. પૂ.આ. નેમિસૂરિ અને સાગરજી મહારાજનો ! સામૈયાપૂર્વક પાંજરાપોળના ઉપાશ્રયે પ્રવેશ થયો. પૂ.આ. નીતિસૂરિ, વલ્લભસૂરિ વિગેરેનો સામૈયાપૂર્વક ડહેલાના ઉપાશ્રયે પ્રવેશ થયો. અને ત્રીજો પ્રવેશ વિદ્યાશાળાનો હતો. આમ, ૧૯૯૦ નાં મુનિ-સંમેલનના 1 પ્રારંભમાં મોટા ત્રણ ગ્રુપ હતા.
I
II
=== મુનિ સંમેલન
IIT
|
|