________________
। હેતુ નથી. પણ તેમની ખોટી પ્રવૃત્તિથી બીજા ફસાય નહિ તે જ માત્ર આશય છે”.
આ બાબુભાઈ બે વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયા. તેમનો પાછળના વખતનો મારી સાથે સારો સંબંધ રહ્યો. રામચંદ્રસૂરિજી મ.ના ઘણા વર્ષો સુધી ભક્ત હતા, છતાં છેલ્લા સમયે તેઓનો પરસ્પર મિચ્છામિ દુક્કડમ થઈ શક્યો નહિ.
(૭/૧૨)
શંખેશ્વર આગમમંદિરનું બાંધકામ તે કેસ નીકળી ગયા પછી ખૂબ ત્વરિત ગતિએ ચાલ્યું. મુંબઈ, ! અમદાવાદ અને બીજાં સ્થળોના ટ્રસ્ટોએ તેમજ વ્યક્તિગત માણસોએ પણ સારા પૈસા લખાવ્યા. અને શંખેશ્વરમાં ભવ્ય જિનમંદિરની સાથે આગમમંદિર ઊભું થયું. આ આગમમંદિરના ફાળા માટે હું અનુભાઈની સાથે મુંબઈ, ઊંઝા, ચાણસ્મા વગેરે ઠેકાણે ફર્યો છું. પણ અનુભાઈના પ્રયત્નથી આગમમંદિરને સારી રકમ ।મળી છે. આ આગમમંદિર સાથે એક ધર્મશાળા પણ બનાવવામાં આવી. આ ધર્મશાળાનો ઉપયોગ ખૂબ |સરસ રીતે થાય છે અને મૂળ દાદાના દેરાસરની ધર્મશાળા કરતાં પણ યાત્રિકો અહીં રહેવાનું વધુ પસંદ કરેI છે. કારણ કે એટેચ બાથરૂમ સંડાસની વ્યવસ્થા આ ધર્મશાળામાં છે અને સાથે જેને રસોડું કરવું હોય તેને માટે સુંદર વ્યવસ્થા છે. આજે તો આ સ્થળ ખૂબ રમણીય બન્યું છે.
આ આગમ મંદિરની પ્રતિષ્ઠા વખતે મને આગમ મંદિર તરફથી અભિનંદન પત્ર આપવામાં આવ્યો । હતો. આ આગમ મંદિરની પ્રતિષ્ઠા શાનદાર રીતે ઊજવાઈ હતી. હજારોની સંખ્યામાં યાત્રિકોએ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠા દેવેન્દ્રસાગર સૂરિ મ.ની નિશ્રામાં થઈ હતી. તે વખતે સાગર સમુદાયનાં સાધુ સાધ્વીઓ છેક માળવાથી વિહાર કરી પધાર્યા હતા. હેમસાગરસૂરિ રાજકોટ હતા, તે આવી શક્યા ન હતા.
(૭/૧૩)
પૂ. દોલતસાગર સૂરિ મ. હસ્તક પૂનામાં આગમમંદિર કરાવવાની પણ હિલચાલ શરૂ થઈ ગઈ છે. |આ માટે જમીન ખરીદાઈ ગઈ છે. અને તેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. આ જગ્યા ખૂબ રળિયામણી છે. I આમ, સાગરજી મહારાજે પોતાની હયાતીમાં પાલિતાણામાં આગમમંદિર ઊભું કર્યું. તેમના શિષ્યોએ તેમના | ગુરુને અનુસરી સૂરત, પ્રભાસપાટણ, શંખેશ્વર, વિગેરે ઠેકાણે આગમમંદિરો ઊભાં કર્યાં છે.
જૈન સંઘમાં એવું બને છે કે ગુરૂ જે પ્રવૃત્તિ કરતાં હોય તેને અનુરૂપ શિષ્યો તે પ્રવૃત્તિને વિસ્તારતા હોય છે. બુદ્ધિશાળી અને વિદ્વાન શિષ્યો હોય તો ગુરૂની તે-તે પ્રવૃત્તિઓમાં સવિશેષ પ્રગતિ કરતા હોય છે. સાગરજી મહારાજે આગમમંદિર કર્યું એટલે તેમના શક્તિશાળી શિષ્યોએ જુદે જુદે ઠેકાણે આગમમંદિરો ઊભાં |કર્યાં, પણ સાગરજી મહારાજે આગમોનું સંશોધન કરી ૪૫ આગમ ગ્રંથો એકલહાથે બહાર પાડ્યાં, તે! આગમ ગ્રંથોનું વિશિષ્ટ સંસ્કરણ કે આગમોના અભ્યાસમાં કોઈ સવિશેષ પ્રગતિ કરી નથી. માત્ર તેમણે શિલા ઉપર કોરાયેલાં આગમોની કોપી જ બધા આગમમંદિરોમાં કરી છે. ખરી રીતે તો સાગરજી મહારાજે છપાવેલાં આગમોનું વિશિષ્ટ સંસ્કરણ અને અભ્યાસનો ફેલાવો કરવો જોઈતો હતો. તેમાનું કાંઈ કર્યું નથી. તેમને મળેલા વારસાને વધુ ઉજ્જવલ કરવો જોઈતો હતો, અને સાગરજી મહારાજે તેમની હયાતીમાં કરેલી આગમો ઉ૫૨ની ટિપ્પણીઓ વિગેરેને ચાલુ રાખી પ્રકાશિત કરવી જોઈતી હતી. તેવું કશું થયું નથી.
•*••*••*•
આગમ મંદિર]
[૧૬૭|