SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજે લહિયાઓ પાસે લખાવી ભંડારમાં મૂકી છે. બાપજી મ.ના ભદ્રિકપણાનો એક દાખલો રજૂ કરું છું. ખેતરપાળની પોળમાં બાલાભાઈ મફતલાલ રહેતા હતા. તેમણે કોલ્હાપુરમાં એક મુનિસુવ્રતસ્વામીની એક પ્રતિમા આરસમાં ભરાવી હતી. તેની અંજનશલાકા કરાવી હતી. આ પ્રતિમાનો પ્રવેશ ખેતરપાળની પોળના દેરાસરમાં કરવાનો હતો. તે વખતે İદેરાસરના વહીવટદારોએ બાપજી મ.ને કહ્યું કે ‘સાહેબ ! અમારા ત્યાં સાધારણનો બહુ તોટો છે. તો આ | પ્રવેશ પ્રસંગે એવું કાંઈક કરીએ કે સાધારણની આવક થાય”. મ.ની સંમતિ લઈ અમુક બોલીના પૈસા I સાધારણમાં જશે તેવું જાહેર કરી બોલી બોલાઈ. અને તે પૈસા સાધારણમાં લેવાનું નક્કી કર્યું. 1 હું ત્યારે ખેતરપાળની પોળમાં રહેતો હતો. મારા ઘરની નજીક જ પોપટલાલ જેશીંગભાઈ ૨હેતા | હતા. તે ૧૯૯૦ નું મુનિસંમેલનનો પટ્ટક લઈ આવ્યા. તેમાં દેવદ્રવ્યની બોલી કઈ કઈ ગણાય તે બધું લઈ I મ. શ્રી પાસે ગયા અને કહ્યું કે “સાહેબ ! આપે કહ્યું તેથી વહીવટદારો બોલીના પૈસા સાધારણમાં લઈ જાય તે ખોટું કરે છે”. મહારાજે તેમની વાત ગણતરી નહિ. અને તેમને તરછોડી કહ્યું કે તમારા કહેવાથી વહીવટદારો તમારું માને તો તેમ કરો. આ ભાઈ પટ્ટક લઈ મારી પાસે આવ્યા. હું મ.શ્રી પાસે ગયો. તે ।વખતે કનકસૂરિ અને મૃગાંકવિજયજી હાજર હતા. મેં મ.શ્રીને તેમની હાજરીમાં કહ્યું કે ‘‘મહારાજ ! આપના કહેવાથી અનર્થ થશે”. મ.ને તરત ખ્યાલ આવી ગયો અને ‘‘વહીવટદારોને મારી પાસે મોકલજો’'. એવું કહ્યું. વહીવટદારો તેમની પાસે ગયા. મહારાજે કહ્યું કે ‘‘ભગવાનના નિમિત્તની બધી બોલીના પૈસા દેવદ્રવ્યમાં લઈ જાઓ”. આવો બીજો પ્રસંગ : વીરના ઉપાશ્રયે ચરણવિજયજી બિરાજતા હતા. તેમણે અગિયાર અંગ વિગેરેની ચોમાસા દરમ્યાન તપશ્ચર્યા કરાવી. આ તપશ્ચર્યા દરમ્યાન મોતીશા કચૂકીના પુત્રે વાંધો લીધો કે આગમ અંગો ખંડિત ન થાય. ૪૫ આગમની તપશ્ચર્યા કરાવવી જોઈએ. વધુમાં તે સિદ્ધિસૂરિ મ. પાસે ગયા. હું İઅને તેમનો હવાલો આપી એવો પ્રચાર કર્યો કે “બાપજી મ. કહે છે કે આવી તપશ્ચર્યા ન થાય'. | ચિરણવિજયજી ગભરાયા. તપ કરનારાઓમાં દ્વૈધીભાવ થયો. તેમણે સાગરજી મ.ને પૂછાવ્યું, તો સાગરજી મહારાજે જવાબ આપ્યો કે ‘આ બધી તપશ્ચર્યા તો કોઈને કોઈ નિમિત્તને અવલંબીને છે. એટલે અગિયાર અંગની તપશ્ચર્યા કરાવવામાં વાંધો નથી'. કચૂકીને તેમણે સાગરજી મ.નો કાગળ વંચાવ્યો. આ વાત બાપજી મ.ના કાને પહોંચાડી. તેમણે I જવાબમાં કહ્યું કે “મેં આ ન થાય તેવું કહ્યું નથી. પણ આવા પેટા ભેદની તપશ્ચર્યા જોઈ નથી. મેં જોયું ન હોય એટલે ન થાય એવું મનાય નહિ. સાગરજીએ જે લખ્યું અને કહ્યું તે બરાબર છે’. અર્થાત્ આ મહાત્મા એવા ભદ્રિક હતા કે કોઈ પણ જાતનો હઠાગ્રહ રાખતા નહિ. એક પ્રસંગે એમની સાથે સાગરજી મ. સંબધી વાત નીકળતાં તેમણે મને કહેલું કે ‘‘સાગરજીના સ્વભાવની આ લોકોને જાણ નથી. સાગરજી જે નિશ્ચિત કરે તે મુજબ કરે તેવા પહેલેથી જ છે. જ્યારે તે પાંચ-વર્ષના દીક્ષિત હતા ત્યારથી તેમનો આ સ્વભાવ છે”. બાપજી મ. ઘણા સાધુ ભગવંતોના પ્રીતિપાત્ર હતા. નીતિસૂરિ મ., સાગરજી મ. આ મોટા પુરૂષો પણ તેમને પૂજ્ય ગણતા. અને તેમનું માન સાચવતા. તે જૂના પુરૂષ હોવા છતા ખૂબ સમયબદ્ધ હતા. ૨૧૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy