________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શેઠનાં બંગલે વરંડામાં અમે બેઠા. સંઘવીએ વીરશાસનમાં આવેલી જાહેરાતની વાત કાઢી. પણ વાત, Iકરતાં બે અક્ષર બોલે અને “સાહેબ”, “સાહેબ” કીધા કરે. શેઠનો મિજાજ ગયો. તેમણે કહ્યું, “સાહેબ-I સાહેબ શું કરો છો? જે કહેવું હોય તે કહી દો. અહીં કોઈ સૌરાષ્ટ્રના દરબાર નથી.” સંઘવી એકદમ અટકી. ગયા. વાત ઉપાડી, અને કહ્યું કે “વીરશાસન આપના નામથી જે જાહેર કરે છે તેમાં આપની સંમતિ; 1 છે?” તેમણે કહ્યું, “તમે લાલભાઈ દલપતભાઈના નામથી જાહેર કરો. તે તો તમારા પ્રમાણે કરતા હતા Iને ! કસ્તુરભાઈ કરતાં તો તેના બાપ મોટા છે ને !” મેં જવાબમાં કહ્યું, “અમારે તો કસ્તુરભાઈ અને
લાલભાઈ શેઠ બેય કરતાં સંઘનું નામ બરાબર છે. કારણ કે તે બધા કરતા મોટો છે”. આ પછી શેઠનો! 1 મિજાજ ગયો. તેમણે કહ્યું, “હું તો કંટાળ્યો છું. “શી ગતિ થાશે અમારી દીનાનાથ”ના ગાનારા વાણિયાઓ! લોકોનું ઉઠમણું કરવામાં અચકાતા નથી. અને મહારાજ જેવા મહારાજ તટસ્થના ચુકાદાને કબૂલ કરવાનું
સ્વીકારી ફરી જાય ત્યાં શું કહેવું?” મેં કહ્યું, “સાહેબ ! આપ જાણો છો કે નહિ એની મને ખબર નથી.' jપણ અંતરીક્ષજીના કેસમાં આ સાગરજી મહારાજે સાત વર્ષની કેદની સજા થાય તેવી સ્થિતિ હતી તો પણ,j
તમારા પિતા વિગેરેનો જુબાનીમાં ફેરફારવાળું બોલવાનો આગ્રહ હોવા છતાં, સત્ય બોલવાનો આગ્રહી | રાખ્યો હતો અને સત્ય બોલ્યા હતા. તે પ્રસંગે તમારા દાદીમા ગંગામાએ તમારા પિતાને ઠપકો આપ્યો હતો કે સાધુ મહારાજ સત્ય બોલવાના આગ્રહવાળા છે. તેમને ડગાવવા ન જોઈએ”. આ તે જ સાગરજી મહારાજ છે. આ કહ્યાથી શેઠ શાંત પડ્યા. પણ પછી મને કહ્યું, “મારી અને મહારાજ વચ્ચે જે પત્રવ્યવહાર થયો છે તે તમે જાણો છો ? તે જાણતા ન હો તો ખોટી પંચાતમાં ન પડો ?” મેં કહ્યું : “બધો પત્રવ્યવહાર મારા I હસ્તાક્ષરમાં લખેલો છે અને હું બધી વાતથી વાકેફ છું'.
આ વાતચીત ચાલતી હતી તે દરમ્યાન ચીમનભાઈ શેઠ ઓછું સાંભળતા હોવાથી શેઠને ફરી પૂછ્યું.' “સાહેબ ! શું કહ્યું ?” શેઠે જવાબમાં કહ્યું, “કપાળ”, “તમે લોકો કશું સમજતા નથી અને બે પૈસા કમાયાથી પોતાની આબરૂ વધારવા સાધુઓનાં પ્યાદા બનો છો”.
શેઠનો આ મારો પહેલો પરિચય હતો અને તે સંઘર્ષની શરૂ થયો હતો. આ પછી પણ ટ્રસ્ટ એક્ટ i વિગેરેના કામમાં પણ શેઠ સાથે મારે સંઘર્ષ રહ્યો હતો. એક વખત આણંદજી કલ્યાણજી પેઢીમાં મળેલી સંઘની I મિટિંગમાં શેઠે કહેલું કે “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન” એમ મને ઉદ્દેશીને તેમણે ટીકા કરેલી. આ જ્યારેT 1 ટીકા કરેલી ત્યારે હું ધર્મસાગરજી મ. પાસે કાનપુર ગયો હતો. આવ્યા પછી જાણ્યું કે શેઠે આવી ટીકા કરી! ' હતી. આ મિટિંગમાં માયાભાઈ શેઠ, ચીમનલાલ કડિયા વગેરે હાજર હતા, પણ તેમાનાં કોઈએ મારો બચાવ કર્યો ન હતો. જો કે આ બધા અંદરખાનેથી મારી પ્રવૃત્તિને ટેકો આપતા હતા, પણ શેઠની આગળ કાંઈ કહેવાની કોઈની ગુંજાશ ન હતી.
(૮)
અમદાવાદમાં રાષ્ટ્રીય આગેવાનોની મિટિંગ હતી. પરંતુ કસ્તુરભાઈ શેઠે નગરશેઠના કહેવાથી ડાંગરવા સ્ટેશનની નજીક જાસલપુર ગામની શાળાનું ઉદ્ઘાટન કરવાનું સ્વીકારેલ, તે મુજબ તેઓ જાસલપુરી જવા અમદાવાદનાં જૂના સ્ટેશને આવેલા. હું પણ આ જાસલપુરના ભાઈઓના આગ્રહથી ત્યાં જવા અમદાવાદ સ્ટેશને આવેલો. હું ગાડી ઉપડવાનો ટાઈમ જોતો હતો તે વખતે શેઠ ત્યાંથી પસાર થયા. મને કહ્યું ““ક્યાં જવું છે?” મેં કહ્યું, “આપ જાઓ છો ત્યાં”, શેઠ ફર્સ્ટ ક્લાસમાં બેઠા. જાસલપુરના ભાઈઓએ મને પણ
=============================== | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય
[૧૭૯
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—