________________
ફર્સ્ટ ક્લાસમાં આવવા આગ્રહ કર્યો. હું અને શેઠ એક ડબામાં બેઠા. થોડીવાર પછી અમારી વચ્ચે વાતો શરૂ | થઈ. તેઓ મને પ્રભુદાસભાઈની સોબતથી કાઠિયાવાડના કોઈ ગામનો હું વતની છું તેમ માનતા હતા. પણ I વાત નીકળતાં મેં તેમને કહ્યું, “પાટણ પાસેનાં રણુજ ગામનો હું વતની છું”. આ પછી તેમની સાથે ખૂબખૂબ વાતો થઈ તે અમે જાસલપુર જઈ પાછા આવ્યા ત્યાં સુધી તેમણે મારી સાથે મન મૂકી વાતો કરી. સ્ટેશને ઊતર્યા બાદ તેમણે મને તેમના બંગલે જમવાનું કહ્યું. મેં ના કહી, મારા ઘેર રાહ જોતા હશે. પણ ત્યાર પછી શેઠની સાથે સવિશેષ નાતો બંધાયો.
થોડા દિવસ બાદ કેશુભાઈ શેઠ દ્વારા જાણ્યું કે જીવાભાઈ શેઠ વિગેરે સાથે શેઠ હતા ત્યારે શેઠે કહ્યું કે “પંડિત મફતલાલ ખૂબ હોશિયાર અને સમજદાર માણસ છે. આવો ભણેલો માણસ પ્રેસના ધંધામાં જોડાય તે ઠીક નથી. તેને આવા ધંધામાંથી ફારગત કરી શાસનનાં કાર્યમાં જોડવા જોઈએ”. આ વાત તેમણે શેઠ જીવાભાઈ વિગેરેને કહી. એટલું જ નહિ, કાંતિલાલ ચીમનલાલ ઢેલસાવાળાનાં વિગેરેને પણ પ્રસંગ મળતાં કહી. જેને લઈ શેઠની આ વાત કહેવાની અસરથી આ લોકોએ મારી સાથે સંબધ વધાર્યો.
ત્યારબાદ શેઠ કોઈ ને કોઈ પ્રસંગે મને પાનકોરનાકા બોલાવતા, અને શાસનનો કોઈ પ્રશ્ન હોય | તો મને પૂછતા પણ હતા.
સુરેન્દ્રનગરમાં છોટાલાલ જમનાદાસના નામથી દવાખાનાનું ઉદ્ઘાટન હતું, ત્યારે કાંતિલાલ ચીમનલાલ કોલસાવાળાએ મને ખાસ સુરેન્દ્રનગર આવવા આમંત્રણ આપ્યું. હું સુરેન્દ્રનગર ગયો. શેઠનો વધુ |પરિચય થયો. અને વળતી વખતે તેમની જ ગાડીમાં હું અમદાવાદ આવ્યો.
ત્યારબાદ શ્રાવક સંમેલન, શંત્રુજ્યની ઉપર નૂતન દેરાસરની પ્રતિષ્ઠા, હરિજન પ્રવેશ વિગેરે વિગેરે | જે કોઈ પ્રસંગો બન્યા તેમાં કસ્તુરભાઈ શેઠ સાથેનો મારો પરિચય વધુ ગાઢ બન્યો. અને મારા ત્યાં દીકરાના લગ્નમાં તેમણે હાજરી આપી. એટલું જ નહિ પણ, અવારનવાર મારા ધંધા માટે પણ પૂછતા કે કેટલો વકરો કરો છો અને કેટલા ટકા નફો બંધ બેસે છે. મારી ગેરહાજરીમાં મારા દીકરાને પૂછી, મારો કેવો ધંધો ચાલે છે તે ઉપર ધ્યાન આપતા.
(૯)
કસ્તુરભાઈ શેઠમાં ખાસ મહત્ત્વનો ગુણ એ હતો કે વિરોધીનો પણ સાચો રાહ હોય તો તે કબૂલ કરવાનો, અને રોજ પાસે બેસનારનો રાહ ખોટો હોય તો તેને સ્પષ્ટ ના સુણાવવાનો અજબ ગુણ હતો. પરંતુ તેમની આગળ તેમના તેજમાં અંજાયા વગર પોતાની સાચી વાત રજૂ કરવાની સામા માણસમાં ત્રેવડ હોવી જોઈએ.
.
મેં કેટલીય વાર તેમને રોજના પાસે બેઠેલા માણસો કોઈ વાત કરે અને તે બરાબર ન હોય તો સ્પષ્ટ ' ના સુણાવતા જોયા છે. અને તેમનો કટ્ટર વિરોધ કરનારા કોઈ પણ પ્રપોઝલ મૂકે, તે પ્રપોઝલ મૂકનારને ખાત્રી હોય કે મારી પ્રત્યે શેઠ નારાજ છે તેથી મારી વાત નહિ માને, છતાં સાચી વાત હોય તો તેનો સ્વીકાર કરતા શેઠ અચકાયા નથી.
શેઠની ૫૫ વર્ષની ઉંમર થયા બાદ તેમણે જૈન સંઘના ધાર્મિક પ્રશ્નોમાં સારો રસ લેવા માંડ્યો હતો. તેમને સાધુ સંસ્થાના ત્યાગ, તપશ્ચર્યા અને જીવન ઉપર ખૂબ રાગ હતો. તે માનતા કે જૈન સાધુના જેવું
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
૧૮૦]