________________
આ બધા સાથે તળાવમાં નહાવું અને કાંકરેચાની રમતો રમવી અને રખડવામાં મોડે સુધી ઘેર ની આવવાથી પિતાને શોધવા નીકળવું પડતું. વતનમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ
તપાગચ્છના છેલ્લા શ્રીપૂજય ધરણેન્દ્રસૂરિ ગૃહસ્થપણામાં આ ગામમાં નાના મોટા થયેલા અને. તેમણે યતિની દીક્ષા અહીં જ લીધી હતી તેવું મેં વડીલો પાસેથી સાંભળ્યું છે.
આ ગામમાં એક પ્રાચીન હસ્તલિખિત ભંડાર હતો. તેમાં કેટલીક સુંદર હસ્તલિખિત પ્રતો હતી. j Jપૂ. પંન્યાસ લાભવિજ્યજી ગણિએ પૂ. આચાર્ય સાગરાનંદસૂરિને પ્રાચીન “યતિદિનકૃત્ય” નામની જે પ્રત Jઆપી હતી તે પ્રત આ ગામમાંથી મળી હતી. જેનો ઉલ્લેખ પરમ પૂજય આ. સાગરાનંદસૂરિએ તિથિચર્ચાના! પ્રસંગમાં કર્યો છે.
જૂના વખતથી આ ગામ સાધુ સાધ્વીઓના વિહારનું ક્ષેત્ર છે. મહેસાણા, ચાણસ્મા, ઉંઝા કે શંખેશ્વર | જતાં અહીં સાધુ-સાધ્વીઓ થોડું રોકાઈને આગળ વિહાર કરે છે.
પૂ. પં. ભાવવિજ્યજી ગણિ, પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ, પૂ. માણિક્યસિંહ સૂરિ, પૂ. 1 પન્યાસ ધર્મવિજ્યજી ગણિ (ડહેલાવાળા) આદિ પૂજ્ય પુરુષોને સામૈયાપૂર્વક પધારેલા મેં મારા બાલ્યકાળમાં ! jદર્શન કર્યા છે. અને તેમના મધુર કંઠે ભણાતી પૂજાઓમાં “વાજાં વાગ્યાં દહેરાસરમાંય રે મોહન, વાજાં | વાગીયા” ની તરજો સાંભળી છે.
સાધુ મહારાજોની સતત અવરજવર અને વચ્ચે વચ્ચે સાધુ મહારાજોના ચોમાસાના કારણે અહીં ! ધાર્મિક વાતાવરણ પણ ઠીક ઠીક પ્રમાણમાં રહ્યું છે. પર્યુષણમાં ઘેર ઘેર પ્રતિક્રમણ થતાં. અને તે પ્રતિક્રમણમાં ઊંચા સ્વરે ઉચ્ચાર ન થાય તેની જાળવણી માટે તકેદારી રાખવાનાં સૂચનો પણ મેં સાંભળેલાં છે. મેં દસ] Jવર્ષની ઉંમરમાં ક્રિયા સહિત ઓળીઓ કરી છે અને ઘણા બાળકો અને મોટેરાંઓને ક્રિયા સહિત ઓળીઓ! કિરતા જોયા છે. ઉપાશ્રયમાં રોજના પ્રતિક્રમણ કરનારા અને ત્રિકાળ દર્શન કરનારા શ્રાવકોને નિહાળ્યા છે.! ઓળીનાં પારણાં, અત્તરવાયણાં, પોષાતીનાં જમણ અને પર્યુષણની નૈવકારશીઓ થતી જોઈ છે.
વિ.સં. ૧૯૭૪માં મુનિશ્રી મંગળવિજયજી કે જે જયારે તેમનો દીક્ષા પર્યાય માત્ર બે વર્ષનો જ હશે તેમનું ચોમાસું રણુંજમાં થયેલું. તેમણે ગામમાં સુંદર છાપ પાડી હતી. અમે તે વખતનાં બાળકો તેમનાથી | ખૂબ આકર્ષાયાં હતાં. સામાયિક, પ્રતિક્રમણ વ. ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાનું તેમ શુભ પ્રેરણાથી થતું હતું.' | અમારા ગામમાં બબલદાસ કરમચંદ અને મોહનલાલ રવચંદ એ બે ભાઈઓ બાળકોને ધર્મક્રિયામાં! જોડવા માટે મુખ્ય ભાગ ભજવતા. બબલદાસ કરમચંદને તો મેં દરેક સાધુની પરિચર્યા કરતા અને ઉપાશ્રયને
સતત જાગતો રાખતા જોયા છે. તેઓ નમુસ્કુર્ણ વિગેરે ક્રિયા કરે ત્યારે જ્યાં “વંદામિ, વંદે’ વિ. આવે ત્યારે jઅચૂક માથું નમાવે. શ્રીયુત મોહનલાલ રવચંદ પણ પૌષધ, પ્રતિક્રમણ વિગેરે ક્રિયામાં સતત ઉદ્યમશીલ | lહતા. પરંતુ તેમનો સ્વભાવ સ્પષ્ટબોલો હોવાથી અન્યને ખોટું લાગી જતું.
વિ.સં. ૧૯૭૫નું ચાતુર્માસ પૂ. આ. વિજય નીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. મુક્તિવિજ્યજીએ કર્યું. આ સાધુ પૂ. આચાર્ય નીતિસૂરીશ્વરજી મ.ના પ્રીતિપાત્ર હતા. કેમકે તેમણે ઘણાં ચોમાસા પૂ. આચાર્ય | મહારાજ સાથે કર્યાં હતાં. શબ્દરત્ન મહોદધિ કોષ ભાગ-૧ અને ભાગ-૨ તેમણે બનાવેલ છે. | ===============================
( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
|
—
—
—
—
—
—
—
—
—
—
—
—
–