________________
મિણીલાલ વિગેરે બોલ્યા. અને માણેકબેનના હસ્તે ઇનામ વિતરણ થયું. આ પછી માણેકબેને તેમનું ભાષણ | વાંચવાનું શરૂ કર્યું. તેમાં ગાંધીસપ્તાહ, જૈન ધર્મની અહિંસા, સાથે ગાંધીજીની અહિંસા વિગેરેની વાતો કરી. અને ઇનામની વ્યવસ્થાને બિરદાવી. પણ તે વખતે કોલ્હાપુરની પ્રતિષ્ઠા કરાવી પાછા ફરેલા રામચંદ્રસૂરિજીના ભક્તોને આ વાત ન ગમી. તેમણે “જુઓ ! જુઓ !” કરી બૂમ પાડી. વાંચતા વાંચતા માણેકબેનનો હાથ ; ધ્રૂજવા લાગ્યો. તેમણે ભાષણ માંડ-માંડ પૂરું કર્યું. આ સભામાં તાજેતરમાં સી.એન.માં આવેલા સ્નેહરશ્મિઝીણાભાઈ, ફૂલચંદભાઈ, ઇન્દુમતીબેન એ બધાને આ ઠીક ન લાગ્યું. બકુભાઈ શેઠ ઊભા થયા. તેમણે | Jસાગરજી મ. ને કહ્યું, “માણેકબેન ગાંધીજીનાં સંબધમાં બોલ્યા છે તો આપ તે સંબંધી ખુલાસો કરો.”] 'સાગરજી મહારાજે કહ્યું, “બેસી જાવ.” તેમણે ભગુભાઈ શેઠને બોલાવ્યા અને પૂછ્યું “શું કરવું છે ?”!
ભગુભાઈએ કહ્યું, “આપને જેમ ઠીક લાગે તેમ કરો.” સાગરજી મહારાજે કહ્યું, “કશું કહેવાની કે કરવાની જરૂર નથી.” સભા વિખરાઈ. પણ માયાભાઈ શેઠ વિગેરેને મારા પ્રત્યે ખૂબ ખોટું લાગ્યું. તેમને થયું કે
પંડિતે અમને આવા સુધારક વિચારવાળા સાથે જોડી દઈ ખોટું કર્યું છે.” તે તો જાણે મોટો વ્રજઘાત થયો | તેમ નિરાશ થઈ ગયા. અને આ બધો દોષ મારો હોય તેમ બન્યું.
આ બન્યું તે વખતે પ્રભુદાસભાઈ અમદાવાદમાં અને મિટિંગમાં હાજર હતા. તેમણે વકતૃત્વ વિગેરે ! હરિફાઈનો પ્રોગ્રામ પતાવ્યો. મેં ખાસ રસ લીધો નહિ. માયાભાઈ શેઠ વિગેરે પણ મારાથી ખૂબ નારાજ હોવાથી અને આ પ્રોગ્રામ અંગે તેમને રામચંદ્રસૂરિજીના ભક્તો તરફથી ઠપકો મળવાથી તે પણ પ્રોગ્રામના બીજા કાર્યક્રમોથી વિમુખ રહ્યા. 1 સાંજે વસ્તુપાલ-તેજપાલનો જે ડાયલોગ ભજવવાનો હતો, તેમાં બીજા વિદ્યાર્થીઓ સાથે સી.એન.
બોર્ડિંગના વિદ્યાર્થીઓ ભાગ લેવાના હતા. આ ડાયલોગ જોવા અમદાવાદના જૈન વિદ્યાર્થીઓ ઉપરાંત ; jજૈનેતર વિદ્યાર્થીઓ પણ ઘણા ભેગા થયા હતા. ! તે સમયે લાઉડસ્પીકરની વ્યવસ્થા ન હતી. અને ભગુભાઈનાં વંડામાં કાચું થિયેટર બાંધ્યું હતું. કોઈ ! પાકું થિયેટર ન હતું. આગળના ભાગમાં આગેવાન ગૃહસ્થોની બેઠકો રાખવામાં આવી હતી. પાછળના
ભાગમાં વિદ્યાર્થીઓ અને પબ્લિક હતી. પ્રોગ્રામ શરૂ થતાં પાછળથી ધસારો ખૂબ વધ્યો. અને તે ધસારો jઆગળની બેઠકો ઉપર ઠલવાતાં આખો પ્રોગ્રામ વેરણ-છેરણ થયો.
ટૂંકમાં સારા માટે કરેલી આ વ્યવસ્થા બગડી. અને મારે માટે તો માણેકબેન તરફથી પણ ઠપકો ! મળ્યો અને રાજનગરની કમિટી તરફથી પણ સાંભળવાનું થયું.
આ પ્રસંગ રામચંદ્રસૂરિજી મહારાજે કોલ્હાપુરની પ્રતિષ્ઠા કરાવી તે પછી તુર્તનો હતો. સાગરજી મ.T Jઅને રામચંદ્રસૂરિજી વચ્ચે વિખવાદ શરૂ થઈ ગયેલો હતો. સાગરજી મહારાજ તે વખતે અમદાવાદમાં નાગજી !
ભુદરની પોળના ઉપાશ્રયે હતાં. તેમણે માયાભાઈ શેઠને બોલાવ્યા, અને તેમને કહ્યું કે “આમાં નારાજ થવાનું 'કાંઈ કારણ નથી. ગાંધીજી સંબધી માણેકબેન બોલ્યાં તેનો વિરોધ કરવામાં આપણે આખી પબ્લિકનો વિરોધ jછોરવો પડે.” તે બોલ્યા, “તેમાં કાંઈ આપણને નુકસાન નથી. મારે નારાજ થવાનું કાંઈ કારણ નથી.”i
=============================== ૧૭૦]
| મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
i
|
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-