________________
(૩૧) સમાલોચના
મારી દષ્ટિએ તિથિનો પ્રશ્ન જેણે આખા શાસનને છિન્ન ભિન્ન કર્યું છે તે વાસ્તવિક રીતે જોઈએ તો ખાસ મહત્ત્વનો નથી. કેમકે આપણું પંચાગ હજાર વર્ષથી નષ્ટ થયું છે. અને જૈનેતરના પંચાગ ઉપર આ બધું ચાલે છે. તેને લઈને આખા શાસનને છિન્ન-ભિન્ન કરે તેવું આ તિથિ-પ્રશ્નમાં બન્યું છે. તે વાજબી નથી.
ખરી રીતે જોઈએ તો ૫૨(બાવન), ૬૧ વગેરેમાં ભદ્રિક પુરુષોએ ઉદયને અવલંબી માર્ગ કાઢવા ।બીજા પંચાગનો આશરો લઈ છઠ્ઠનો ક્ષય કર્યો, અને પૂ. સાગરજી મહારાજે પૂનમની ક્ષયવૃદ્ધિએ થતી | પ્રણાલિકાને મુખ્યતાએ ધ્યાનમાં રાખી ત્રીજમાં ક્ષયની વાત ઉચ્ચારી. આથી આ પ્રશ્ન સંવત્સરી પૂરતો જા | વિવાદગ્રસ્ત રહ્યો હતો. અને વિક્રમ સંવત ૧૯૯૨માં પણ વિજય રામચંદ્રસૂરિ મહારાજે આ જ વાતને ! અવલંબી સંવત્સરી પૂરતો મતભેદ રાખ્યો હોત તો, જ્યારે સંવત્સરીમાં મતભેદ આવે ત્યારે જ ચર્ચા રહેત. પણ વિ.સં. ૧૯૯૩ પછી જૈન શાસનમાં સર્વાનુમતે વર્ષો સુધી ચાલતી સર્વસંમત પ્રણાલિકાને બદલી. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવા સાથે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિના પ્રસંગે પણ તેરસની ક્ષય-વૃદ્ધિ થતી, તેને [બદલવાનું કરી, તેને અનુરૂપ પંચાંગા કાઢી, સાથે ક્લ્યાણક તિથિઓમાં પણ મતભેદ ઊભો કરી શાસનમાં | દ્વૈિધીભાવ ઉત્પન્ન કર્યો તે વાજબી નથી કર્યું. આમ તિથિપ્રશ્નને લઈ શાસનમાં ખૂબ જ ડહોળાણ ઉત્પન્ન થયું છે, જે આજે પણ યથાવત્ છે. પૂ.આ. નેમિસૂરિ મહારાજનું તો એમ જ માનવું હતું કે આરાધ્ય પંચમીનાં આગલા દિવસે સંવત્સરી કરવી. તે માન્યતા એ રીતે હતી કે જો કાલકસૂરિ વખતે માનો કે બે પાંચમની આવી હોત તો બીજી પાંચમે આપણી જે સંવત્સરી થતી હતી તે રાજાના કહેવાથી પહેલી પાંચમે સંવત્સરી થાય. jઅને તે વાતનો દૃઢ સંકલ્પ રાખી ૧૯૯૨માં પાંચમની વૃદ્ધિએ પહેલી પાંચમે (ચોથ કરી) સંવત્સરી કરી. Iજ્યારે વિ.સં. ૨૦૦૪ માં પાંચમનો ક્ષય આવ્યો ત્યારે તે રીત નહિ અજમાવતાં જૂની પ્રણાલિકામાં તે ગયા, ત્યારે તેમના મનમાં જે વાત આરાધ્ય પંચમીનાં આગલે દિવસે સંવત્સરી કરવાની હતી, છતાં તે ન કરતાં ૧૯૫૨, ૧૯૬૧માં જે કર્યું હતું તે માર્ગે જવામાં તેમણે કહેલું કે હું આ કરીશ તો સમાધાન વખતે સમાધાન કરી શકીશ. નહિતર હું પણ પક્ષમાં વહેંચાઈ જઈશ અને સમાધાનનો માર્ગ નહિ રહે.
I
ટૂંકમાં આ પ્રશ્નનો ઉકેલ વ્યવહારુ રીતે જ લાવી શકાય તેવો છે. ચર્ચાથી અંત આવે તેવો નથી. Iઅને આને માટે સંપૂર્ણ શાંતિ જોઈતી હોય તો પાંચમની સંવત્સરી એ જ યોગ્ય રસ્તો છે. તે સિવાયના બધા I માર્ગો તર્કવિતર્ક અને મતભેદવાળા જ રહેવાના. બધા જ એકસંમત થાય તેવું એક માર્ગમાં દેખાતું નથી.
૧૦૬]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા