________________
1“કલ્યાણકલિકા” પુસ્તક મારે ત્યાં છપાતું હતું. તેને લઈને અવારનવાર મારે તેમને મળવાનું થતું હતું. આ
-------------------- મારો સંબંધ પાછળથી એટલો બધો વિકસ્યો હતો કે તેમની પાસે તેમનાં લખેલા લેખો, પ્રશસ્તિઓ વિગેરે મનેT મોકલી આપ્યું હતું. આ પોટલું હું ધંધાદારી વ્યવસાયમાં ડૂબેલો હોવાથી કંઈ ન કરી શકું હોવાથી પાછું મોકલ્યું ! હતું.
કલ્યાણવિજયજી મહારાજ ઇતિહાસના સારા લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન હતા. ઇતિહાસ સંબંધી તેમનો | અભિપ્રાય જૈન સમાજમાં જ નહિ પણ ભારતભરમાં ખૂબ જ ગણનાપાત્ર ગણાતો. તેમના લખેલા “કાળગણના”] અને “મહાવીર ચરિત્ર” ખુબ જ પ્રશંસાપાત્ર ગ્રંથો છે. આ સિવાય પણ તેમના લખેલા બધા જ ગ્રંથો ખુબ જ પરિશ્રમપૂર્વક સંશોધનથી લખાયેલા છે. તેમના સ્વર્ગવાસથી જૈન સમાજને જ નહિ, પણ સમગ્ર ભારતવર્ષને ઐતિહાસિક વિદ્વાનની ખોટ પડી છે. | ભારતના ઐતિહાસિક વિદ્વાનોમાં તેઓ ગણનાપાત્ર પુરૂષ હતા. જ્યોતિષ અને પુરાતત્વ તેમના! મુખ્ય વિષય હતા.
(૧૦) સં. ૧૯૯૯ની સાલમાં અખાત્રીજ લગભગ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાલીતાણા આવ્યા અને તેઓ દ્વારા કોઈ મધ્યસ્થી રાખી આ વિવાદનો નિર્ણય લાવવાનું નક્કી થયું. | શેઠ કસ્તુરભાઈ બન્ને આચાર્યો સાગરાનંદસૂરિ અને રામચંદ્રસૂરિને મળ્યા, અને તે બન્નેની સંમતિ થઈI Iકે તમે જે કોઈ મધ્યસ્થી લાવો તે મધ્યસ્થી આગળ અમે બન્ને આચાર્યો પોતપોતાના મંતવ્યો લેખિત અને!
મૌખિક રજૂ કરીએ, અને તેનો જે નિર્ણય તે આપે તે બન્ને કબૂલ કરીશું. મધ્યસ્થી કોને લાવવો તે કામ શેઠને ! સોંપ્યું. બન્ને આચાર્યો પોતપોતાના મતનું સમર્થન અને તેના અંગેના શાસ્ત્રપાઠો એકબીજાને આપે અને તેનું jખંડન પણ એકબીજા પોતાની દલીલો અને શાસ્ત્રપાઠો મુજબ કરે, આ બધું નક્કી થયું. તે મુજબ સાગરજી |
મહારાજે પોતાના નવા મુદ્દાનું લખાણ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીને આપ્યું અને રામચંદ્રસૂરિજીએ પોતાનું! પિચીશ મુદાનું લખાણ સાગરજી મહારાજને આપ્યું. આ બન્ને આચાર્યોએ એકબીજાના મુદ્દાઓનું ખંડન કર્યું ! અને આ બધું લખાણ અને તે અંગેના શાસ્ત્રપાઠો કસ્તુરભાઈ શેઠને સોંપ્યા. શેઠે આ બધું લખાણ અને શાસ્ત્રપાઠો લઈ પુનાના ડૉ. પી. એલ. વૈદ્યને સોંપ્યું. આ ડૉક્ટર પી. એલ. વૈદ્ય પુનામાં જૈનધર્મના સારા અભ્યાસી ગણાતા હતા. તેની ભલામણ માવલંકરદાદાએ કરેલી. આ ઉપરથી શેઠે તેમને મધ્યસ્થી નીમ્યા. આ બધું લખાણ સોંપ્યું ત્યાં સુધી પી. એલ. વૈદ્યને મધ્યસ્થી નીમ્યા છે તેની કોઈને ખબર ન હતી. | વિજયરામચંદ્રસૂરિ અને આચાર્ય સાગરાનંદસૂરિ વચ્ચેના વિવાદનો મધ્યસ્થી દ્વારા નિર્ણય લાવવાનું ! નક્કી થયું તે વાતે સંઘમાં ખૂબજ ઉત્કંઠા જગાવી. આચાર્ય વિજયરામચંદ્રસૂરિ પાસે તો પ્રવચન કાર્યાલય અને ; વીરશાસન જેવી સંસ્થાઓ હતી. તેમનું કામ કરનારા માણસો હતા. અને શ્રીકાન્ત જેવો લેખક અને મહારાજને અત્યંત વફાદાર કુશળ કાર્યકર હતો. તેમજ તેમના ભક્તો પણ ખૂબ જ દોડાદોડી કરે તેવા હતા. આમાંનું કાંઈ | આચાર્ય સાગરાનંદસૂરિ પાસે ન હોવાથી તેમના ભક્ત તેમજ શાસનના હિતૈષી શ્રીયુત ગિરધરભાઈ, શ્રીયુત! lભગુભાઈ, શ્રીયુત ચીમનભાઈ લાલભાઈ અન મોહનલાલ છોટાલાલ વિગેરે ભગુભાઈ શેઠને ઘેર મળ્યા અને ! મને બોલાવ્યો. તેમણે કહ્યું કે તિથિ પ્રશ્ન અંગે શાસનનું મહત્વનું કામ છે. તમે પાલીતાણા પૂ. આચાર્ય | ===============================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
| ૭૦]
|