________________
ત્રીજો પ્રસંગ પુજય બાપજી મહારાજના સમુદાયના પંન્યાસ કલ્યાણ વિજયજી મહારાજ બાપજી મહારાજનાં સો |
થતાં હતાં ત્યારે અમદાવાદ આવ્યા. આ પં. કલ્યાણ વિજયજીએ વિક્રમ સંવત ૧૯૯૨-૯૩માં રામચંદ્રસૂરિજીએ નવો તિથિ મત સ્થાપ્યો ત્યારે તેમને જૈન શાસનમાં અગાઉ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી ! તેવા કેટલાક ઐતિહાસિક પુરાવાઓ આપ્યા હતા. અને તેમના મતને બળ આપ્યું હતું. તથા વૈદ્યને તિથિ : મતના ફેંસલા માટે તટસ્થ નીમ્યા, તે વખતે પણ વિજયરામચંદ્રસૂરિજીને ઘણી મદદ કરી હતી. પરંતુ આ ; jતિથિમતથી શાસનને થયેલું નુકસાન જોઇને તેમણે જણાવ્યું હતું કે હું નવો તિથિમત શરૂ કરવાની તરફેણમાં . Iનથી. અને ચાલુ પ્રણાલિકા બદલવી કોઈ રીતે વાજબી નથી તેમ માનું છું. પણ આ વાત તેમની કોઇએT સાંભળી નહીં. તેમને લાગ્યું કે મારા અગાઉ આપેલા સહકારને લઈને બાપજી મહારાજ આ નવા મતના આ સર્મથક બન્યા તે ખોટું થયું છે. માટે મારે શક્ય હોય ત્યાં સુધી તેમને સમજાવી તેમાંથી ખસેડવા જોઇએ. એ ! બુદ્ધિથી તે મહારાજની ૧૦૦ (સો) વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદ આવ્યા. અને બાપજી મહારાજને | સમજાવ્યું કે આપે કોઈ પણ રીતે આમાંથી છૂટા થઈ જવું જોઈએ. નવા તિથિ મતથી શાસનને ઘણું નુકસાન | થયું છે. બીજા આ નવો મત ન છોડે તો પણ આપે તો તેનાથી ફારગત થવું જોઇએ. બાપજી મહારાજે કહ્યું Iકે કસ્તુરભાઈ શેઠ ચુકાદો લઈ આવ્યા છે. તેમને ખોટું તો નહિ લાગે ને ! ૫. કલ્યાણ વિજયજીએ કહ્યું કે આ આપણે કસ્તુરભાઈને બોલાવીને પૂછીએ ! તેમને શું કામ ખોટું લાગે. તે તો રાજી થશે. બાપજી મહારાજે ! કહ્યું કે આ માટે શું કરવું ? ૫. કલ્યાણ વિજયજીએ જવાબ આપ્યો કે પર્યુષણના પહેલા દિવસે આપે વ્યાખ્યાનની પાટ ઉપરથી આનું ટૂંકું નિવેદન કરી જણાવી દેવું કે હું અને મારો સમુદાય આ નવા તિથિ મતથી : ફારગત થાય છે. મહારાજ કબૂલ થયા. પણ આ વાતની જાણ સામા પક્ષને થઇ. તેમણે બાપજી મહારાજની | સેવા કરનાર મૃગાંક વિજયજીને સાધ્યા. બધી વાત જાણી. તેમણે શેઠ રમણલાલ દલસુખભાઈને મહારાજ પાસે | મોકલ્યા, અને કહેવરાવ્યું કે સાહેબ ! શા માટે ઉતાવળ કરો છો. લબ્ધિસૂરિ મહારાજ ઇડર ચોમાસું છે. ચોમાસું ઊતરે અને તે આવે એટલે તે અને આપ બંને જે કરવું હોય તે કરજો. આટલો વખત થયો તો બેત્રણ મહિના વધુ થોભી જાવ. શેઠ રમણભાઈના આગ્રહથી મહારાજે પર્યુષણના પહેલા દિવસે જાહેર કરવાનું માંડી વાળ્યું. પણ પછી મૃગાંકવિજયજીને સાધીને સામા પક્ષે મૃગાંકવિજયજી અને કલ્યાણવિજયજી વચ્ચે સંઘર્ષ 1 jઊભો કર્યો. જેને લઈને પ.કલ્યાણ વિજયજી મહારાજ પર્યુષણ પછી ચોમાસા દરમ્યાન જ હઠી ભાઈની વાડીએ | ચાલ્યા ગયા. પૂજ્ય મહારાજની સેવા કરના મૃગાંકવિજયજી હોવાથી મૃગાંકવિજયજી તરફ મહારાજનું પાસું ! વધુ ઢળતું હતું. તેથી પં. કલ્યાણ વિજયજીની વાત આગળ ચાલી નહિ. 1 ચોમાસા પછી ઈડરથી પૂજ્ય આચાર્ય લબ્ધિસૂરિ મહારાજ અમદાવાદ આવ્યા. વિદ્યાશાળાએ ઊતર્યા. તેમણે કહેવરાવ્યું કે હું અહીં આવ્યો છું. આપણે અહીં મળીએ. અને તમે કહેતા હતા તે વાત આગળ ચલાવીએ. પણ કલ્યાણ વિજયજીએ જવાબ આપ્યો કે હવે મને કશામાં રસ નથી. અને ૫. કલ્યાણ વિજયજી lહઠીભાઈની વાડીથી સીધા જ મહારાજશ્રીને મળ્યા વિના મારવાડ ચાલ્યા ગયા. આમ, કલ્યાણ વિજયજી મહારાજ નવા તિથિ-મતમાંથી સિદ્ધિસૂરિ મહારાજને ફારગત કરાવવા માટે અમદાવાદ આવ્યા હતા તે વાત,
અધૂરી રહી i આ કલ્યાણ વિજયજી મહારાજ સાથે આ કાળ દરમ્યાન મારે વધુ પરિચય હતો. કેમકે તેમનું ===========
======== તિથિ ચર્ચા]
II
T૬૯
-
-