________________
સાગરાનંદસૂરિ પાસે જાવ અને તિથિના પ્રશ્ન અંગે મધ્યસ્થીને જે લખાણ આપવાનું છે તેમાં મદદનીશ બનો.T આ માટે પંદર દિવસ કે મહિનો જે કાંઈ રહેવું પડે તે માટે ત્યાં રહેવાનું રાખો. તે વખતે હું ચીમનલાલ ! નગીનદાસ છાત્રાલય, જૈન શ્વેતાંબર બોર્ડીંગ અને વિદ્યાશાળા વિગેરેમાં ભણાવતો હતો. આ બધી નોકરી ! છોડી પાલીતાણા મહિના માટે રહેવું મુશ્કેલ હતું તે મારી અગવડતા મેં જણાવી. આ બધા અને ખાસ કરીને ; ગિરધરભાઈએ કહ્યું કે તેની ચિંતા ના કરો. બધી નોકરીઓ છોડી દો. આ કામ અગત્યનું છે. નોકરી છોડી | iદીધા પછી તમને કોઈ મુશ્કેલી આવશે નહિ. તેમના કહેવાથી મેં તમામ નોકરીઓ છોડી દીધી અને હું i
પાલીતાણા ગયો. પૂ. સાગરજી મહારાજ પાસે હું રહ્યો અને તેમના કહેવા મુજબ રામચંદ્રસૂરિજીએ આપેલા! પિચ્ચીસ મુદ્દાનું નિરસન અને તેમણે પોતે તૈયાર કરેલા નવ મુદ્દાનું સમર્થન વિગેરેનું લખાણ તથા તે અંગેના ! શાસપાઠો અને પુરાવાઓ તૈયાર કર્યા. આ બધું કરી તે લખાણ અને શાસ્ત્રપાઠો વિગેરેનાં પુસ્તકો શેઠ કસ્તુરભાઈને પહોંચાડવાનું કર્યું.
આ સમય ચાલતો હતો ત્યારે અમદાવાદમાં તોફાન ચાલતાં હતાં. અવરનવર કરફ્યુ પડતો હતો. I મને યાદ છે તે મુજબ શેઠ મુંબઈ થઈ પુના જવાના હતા ત્યારે લાલભાઈ લઠ્ઠાની કરફ્યુની પરમીટ લઈ તેની ! ગાડીમાં સ્ટેશને જઈ આ બધા શાસ્ત્રપાઠોની પેટી મેં શેઠ કસ્તુરભાઈને ગુજરાત મેલ પર આપી હતી. ; [ આ લેખિત ચર્ચાના પ્રસંગથી જ હું તિથિ ચર્ચામાં વધુ જાણકાર બન્યો. અને પછી તો આ ચર્ચામાં | હું એટલો બધો ગળાબૂડ બન્યો કે તે અંગેની એકેએક પ્રવૃત્તિમાં હું જાણકાર રહેતો અને મને એના જાણકાર | તરીકે અમારા પક્ષના માણસો પરિચિત કરાવતા. આ થતાં પાલીતાણામાં લખવાનું કામ પૂરું થયા પછી પણ ! ભણવા-ભણાવવાનું કામ ગૌણ બન્યું. અને આ તિથિ પ્રવૃત્તિ મુખ્ય પ્રવૃત્તિ બની. આ વાતને આજે ૪૫-૪૬ વર્ષ થયાં. પણ તે વર્ષો દરમ્યાન આ અંગે થયેલી તમામ પ્રવૃત્તિઓમાં હું એક યા બીજી રીતે સંડોવાયેલો રહ્યો jછું. જે પંદરવીસ દિવસ કે મહિના માટે મહારાજશ્રીને મદદ કરવા માટે જવાનું હતું તે ચર્ચામાં સાગરજી i |મહારાજની હયાતીમાં તેમની સાથે તેમના પક્ષની મદદમાં રહી કામ કર્યું અને હયાતી બાદ આ પક્ષનીT
જવાબદારી લઇ બધા વ્યવસાય ગૌણ કરી ઘુમ્યા કર્યું. કસ્તુરભાઈ શેઠે લેખિત મુદ્દા ડૉ. પી. એલ. વૈદ્યને પૂરા ! Jપાડ્યા પછી તેમને મૌખિક રીતે બન્ને આચાર્યોની પાસેથી જાણવાની ઇચ્છા જણાવી. તેથી શેઠ ડૉ. પી. એલ.! વૈદ્યને લઈ પાલીતાણા આવ્યા. અને પાલીતાણામાં ડૉ. પી. એલ. વૈદ્ય સમક્ષ બન્ને આચાર્યોની મૌખિક ચર્ચા થઈ. તેની નોંધ મેં મારા પર્વતિથિ નિર્ણય પુસ્તકમાં આપી છે. ડૉ. પી. એલ. વૈદ્ય પાલીતાણા આવ્યા પછી 1 મધ્યસ્થી તરીકે જાહેર થયા, અને સૌએ જાણ્યું કે તિથિચર્ચાના પ્રશ્નમાં ડૉ. પી. એલ. વૈદ્ય મધ્યસ્થી છે. વૈદ્ય | પાલીતાણા આવ્યા ત્યારે નેમિસૂરિ મહારાજ પ્રાયઃ રોહીશાળા બિરાજતા હતા. તેમને લઈને શેઠ કસ્તુરભાઈI પૂ. આચાર્ય નેમિસૂરિ પાસે ગયા ત્યારે શેઠે કહ્યું, આ ડૉ. પી. એલ. વૈદ્ય તિથિ પ્રશ્ન મધ્યસ્થી છે તેમને હું ! આપની પાસે લાવ્યો છું. ત્યારે મહારાજશ્રીએ કહ્યું. મારે કોઈ મધ્યસ્થીનું કામ નથી અને તે અંગે મારે તેમની સાથે કંઈ વાત કરવાની નથી. ડૉ. પી. એલ, વૈદ્ય કહ્યું “કેવલં દર્શનાર્થ એવ આગતોડસ્મિ' અર્થાત “હું : આપની પાસે માત્ર દર્શન માટે આવ્યો છું.” મહારાજે કહ્યું, ભલે, દર્શન કરી ચાલ્યા જાવ. શેઠને આ વખતે સિમજાયું કે આ ચર્ચામાં અને આ ચર્ચાના પરિણામમાં આ બે જ આચાર્યો બંધાયેલા છે. બીજા કોઈને લેવાદેવા | નિથી. આ શરૂ કરતાં પહેલાં બધાની સંમતિ મેળવવી જરૂરી હતી. પણ હવે તે સંમતિ મેળવવી મુશ્કેલ છે. આ ઘણું મોડું થયું છે.
=============================== તિથિ ચર્ચા
II
=
TI
|
|