SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું કે તમે જે નિર્ણય કરશો તે મારે કબૂલ છે. આના જવાબમાં પૂજ્ય નેમિસૂરિજી મહારાજે કહ્યું,T Iવિજયવલ્લભસૂરિજી, નીતિસૂરિજી વિગેરેની સાથે વિચાર કરી લઈએ. સાગરજી મહારાજ સાથે તો કંઈI વિચાર કરવાની જરૂર નથી. પણ આ બે આચાર્યો સાથે શું કરવું તે વિચાર કરી લઈએ અને તેમની સંમતિ ! થાય તે પ્રમાણે કરશું અને હું તમને જણાવીશ. ઉઠતાં ઉઠતાં સિદ્ધિસૂરિજી મહારાજે કહ્યું તમે જે કરશો તે મારે કબૂલ છે. સંઘમાં ભેદ પડે તેમ ન થાય તે ખાસ જોવાનું. આ પછી પૂ. આચાર્ય વિજયનેમિસૂરિજી | jમહારાજે પંડિત પ્રભુદાસભાઈને રાધનપુર નીતિસૂરિજી મહારાજ પાસે મોકલ્યા અને વલ્લભસૂરિજી પાસે પણ | મોકલ્યા. તેમાં એવું નક્કી થયું કે આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી કરવી. ચંડાશુગંડૂ પંચાંગમાં! બિ પાંચમ છે. એટલે આરાધ્ય પંચમી બીજી પાંચમે આવે. આ બીજી પાંચમના આગળના દિવસે એટલે! ચંડાશુગંડૂની પહેલી પાંચમે જેમને બે ચોથ રાખવી હોય તે બે ચોથ રાખે (ચોથને ષપર્વમાં ન ગણતા હોવાથી) અને જેમને બે ત્રીજ રાખવી હોય તે બે ત્રીજ રાખી (જે ષપર્વાની માફક ભાદરવા સુદ ૪ ને પણ jતેવા જ પર્વ તરીકે માનતા હોય તેઓ) ચોથની સંવત્સરી કરે. આમ બે ત્રીજા રાખનાર કે બે ચોથ રાખનાર Iબન્નેને ભાદરવા સુદ ચોથની સંવત્સરી ચંડાશુગંડૂના પંચાંગની પહેલી પાંચમે થશે. આ બન્નેમાં દિવસ એક] 1જ આવશે. માન્યતામાં જો કે થોડો ફેર પડશે. આ કરવા પાછળ પૂ. નેમિસૂરિજી મહારાજનો ઉદ્દેશ એ હતો! ! કે કાલકસૂરિ મહારાજ વખતે જે પાંચમના સંવત્સરી હતી તે ઉત્સવના કારણે પાંચમના આ સંવત્સરી કરી. જો તે વખતે પણ બે પાંચમ હોત તો આરાધ્ય પાંચમના આગલા દિવસે પહેલી પાંચમે, 'સંવત્સરી થાત. આમ અમને તો આ વિવાદમાં આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી કરવી વાજબી લાગે છે. પૂ. આચાર્યવિજયનેમિસૂરિજી મહારાજની આ વાતને પૂ. વિજયવલ્લભસૂરિજી તથા નીતિસૂરિજી | મહારાજનો ટેકો મળ્યો. તેમણે ૫. સિદ્ધિસરિ મહારાજને તે ટેકાની જાણ કરી. અને જણાવ્યું કે આરાધ્ય | Jપંચમીના આગળના દિવસે ચોથ રાખી સંવત્સરી કરવાનું નક્કી કર્યું છે. ૧૯૫૨. વિ.સં. ૧૯૯૧ અને : ૧૯૮૯માં જે છઠના ક્ષયવાળા પંચાંગનો આશરો લઈ છઠનો ક્ષય કર્યો હતો તે આ પ્રસંગમાં વાજબી લાગતું? નથી. સિદ્ધિસૂરિ મહારાજને આ વાત ન ગમી પણ નેમિસૂરિજી મહારાજ સાથે વચનબદ્ધ હોવાથી તેમણે કહ્યું, lહું તમારી વાતનો સ્વીકાર કરીશ. પણ બીજાને આગ્રહ કરીશ નહિ. આનું પરિણામ એ આવ્યું કે મુંબઈમાં Tબિરાજતા રામચંદ્રસૂરિજી મહારાજને લાગ્યું કે પરોક્ષ રીતે પણ સિદ્ધિસૂરિજી મહારાજનો ટેકો છે, એમ માની, Iએમણે એમના મળતીયાઓ સાથે વિચાર કરી સાદડી મુકામે બિરાજતા વિજયલબ્ધિસૂરિજી મહારાજ દ્વારા) 1 જાહેર કરાવ્યું કે અમે ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં જેમ છઠનો ક્ષય કર્યો હતો તેમ વિક્રમ સંવત. ૧૯૯૨માં પર્યુષણમાં બીજા પંચાંગનો આશરો લઈ છઠની વૃદ્ધિ કરશું અને તે મુજબ ચંડાશુગંડૂના ચોથના; દિવસે તેમણે સંવત્સરી જાહેર કરી. અને વિજયનેમિસૂરિજી મહારાજ વિગેરેએ ચંડાશુગંડૂની પહેલી પાંચમને jભાદરવા સુદ ચોથ બનાવી સંવત્સરી જાહેર કરી. આમ શનિવારના દિવસે રામચંદ્રસૂરિજી વિગેરેની સંવત્સરી | અને નેમિસૂરિજી મહારાજ વિગેરેની સંવત્સરી રવિવારની થઈ. સમગ્ર અમદાવાદમાં રવિવારની સંવત્સરી! થઈ અને મુંબઈમાં ગોડીજી, કોટ, ભાયખલા, વાલકેશ્વર વિગેરે ઠેકાણે રામચંદ્રસૂરિજીના સાધુ હોવા છતાં! તેમને દૂર રાખી થોડાં કંકાસ કજીયા પૂર્વક રવિવારની સંવત્સરી થઈ. શનિવારની સંવત્સરી કરનારાઓમાં લબ્ધિસૂરિજી મહારાજનો સમુદાય, દાનસૂરિજી મહારાજનો સમુદાય, વાગડવાળા કનકસૂરિનો સમુદાય અને iસિદ્ધિસૂરિજી મહારાજના બહારગામ રહેલા સમુદાયે શનિવારે સંવત્સરી કરી. I ======== તિથિ ચર્ચા ===== [૩] – | -
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy