SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ થશે. બરાબર અગિયાર વાગે કચ્છમાં માણાબો મુકામે પહોંચ્યા. જોયું તો કચ્છના મહારાવશ્રીના વીસા પોલીસો ખુલ્લી તલવારે ઊભા હતા. સંઘવી અને બધાને ભય પેઠો કે અહીં આપણને હેરાનગતિ થશે. પરંતુ! ત્યાં તો પોલીસ ટુકડીનો સરદાર આગળ આવ્યો અને મહારાવ તરફથી આવેલો લખોટો સંદેશ) શ્રી સંઘવીને આપ્યો. લખોટામાં લખ્યું હતું કે, “પાટણના એક ગૃહસ્થ મોટો સંઘ લઈને મારા દેશમાં આવે છે તેની રક્ષા માટે તમે જાતે જાતાની પૂરી કાળજી રાખશો. તેમની જકાત માફ કરવાની છે.” | આખા કચ્છમાં સંઘ ફર્યો ત્યાં સુધી મહારાવની પોલીસ અને રાજ્યના નોકરોએ તેની પૂરી સંભાળી રાખેલી. કટારીયા, લાકડીયા, સામખીયારી, ભચાઉ, ભીમાસર, અંજાર, ભુવડ થઈને સંઘ મહા સુદ ૧૦ના દિવસે ભદ્રેશ્વર પહોંચ્યો. અહીં ભદ્રેશ્વરમાં માંડવી, અંજાર, મુંદ્રા, સુથરી, કોઠારા, નલીયા વગેરે ગામોના iગૃહસ્થો અને આસપાસના હજારો કચ્છી ભાઈઓ સંઘનો સત્કાર કરવા માટે હાજર હતા. મુંબઈ, અમદાવાદ, ણ અને કાઠિયાવાડથી પણ ઘણા માણસો ભદ્રેશ્વર પધારેલા. ધર્મશાળા ચિક્કાર હતી. પડાવ, રાવટીઓ | ચિક્કાર હતી. તેમજ બહારના ભાગમાં મીઠાઈઓ. છરી, ચપ્પા. કાતર તેમજ કચ્છની કલાની ચી દુકાનો ગોઠવાઈ ગઈ હતી. અહીં સંઘે પાંચ દિવસનો મુકામ કર્યો. 1 પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે ગિરનારના જીર્ણોદ્ધારનું કામ ઉપાડેલું હોવાથી તેઓશ્રી; Jસંઘનો મુકામ પાંચ કે છ ગાઉનો હોય તો પણ તેઓ આઠ દસ ગાઉનો વિહાર કરતા. સંઘ જે ગામે પહોંચવાનો હોય તે ગામની આસપાસના જૈનોના ઘરવાળાં ગામોમાં તેઓ થોડો સમય રોકાઈને પછી તેઓT Jસંઘના મુકામે પહોંચી જતા. પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મ. પ્રાંગધાથી અને પૂ. પં. ભક્તિવિજયજી મ. શંખેશ્વરથી પાછા વળ્યા હતા. હવે સંઘમાં મુખ્ય તરીકે આચાર્ય વિજ્યનીતિસૂરીશ્વરજી મ., પં. ભક્તિવિજયજી (સમીવાળા)j મિ. અને એ. ખાંતિવિજ્યજી મ. હતા. મહા સુદ ૧૩ના દિવસે પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મ. તથા પ. ભક્તિવિજયજી મ. ના; વરદ્હસ્તે સંઘવીને તીર્થમાળા પહેરાવવામાં આવી. શેઠશ્રી નગીનદાસની ભાવના એવી ખરી કે આ સંઘયાત્રાના મૂળ ઉપદેષ્ટા પ. ભક્તિવિજયજી મ.T (રાધનપુરવાળા) છે તો મારે માળ તેમના હાથે પહેરવી. પણ તેઓશ્રી તો ભદ્રેશ્વર આવ્યા ન હતા. આથી! તેમણે વિચાર કર્યો કે તે પં. ભક્તિ વિજયજી રાધનપુરવાળા નહિ તો પં. ભક્તિવિજયજી (સમીવાળા)ને હાથે ; માળ પહેરવી. આ વાતની સંઘમાં જાહેરાત થઈ. શરૂ શરૂમાં તો કોઈ વિસંવાદ ન થયો, પણ માળના jઆગલા દિવસે આ બાબતે વિખવાદનું રૂપ લીધું. રોષ પ્રગટ્યો. પૂ. પં. ખાંતિવિજયજી મ. ને લાગ્યું કે પૂ.આ. વિજયનીતિસૂરીશ્વરજી જેવા ભદ્રિક અને વડીલ હાજર હોય અને ક્રમ ઉલ્લંઘાય તે કોઈ રીતે વાજબીT નથી. આથી તેમણે પ્રચાર કર્યો કે જો આવી રીતે કરવાનું હોય તો આપણે કોઈ સાધુએ માળ સમયે હાજરી ન રહેવું. | અંતે આ વાતની ખબર પૂ.આ. વિજયનીતિસૂરીશ્વરજી મ. ને પડી. તેમને લાગ્યું કે આ બરાબર| થતું નથી. મનદુઃખનું નિમિત્ત હું બનું તે વાજબી નથી જ. પોતે સવારે વહેલા ઊઠયા અને જયાં પં.T Jભક્તિવિજયજી (સમીવાળા) બિરાજતા હતા ત્યાં તેઓશ્રી ગયા અને તેમણે કહ્યું કે , “તીર્થમાળા કાલે! = = = = = = = = = = = | કચ્છ - ગિરનારની મહાયાત્રા] . - - - - - - - - - [૨૩] -
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy